કાંકરિયા અને રિવરફ્રન્ટ ફરવા જતા લોકો આ નિયમ જાણીને, નહીં તો થશે ધરમનો ધક્કો

ગુજરાતમાં કોરોનાની બીજી લહેર ધીમી પડી હતી. ત્યારે હવે રાજ્યમાં સતત બીજા દિવસે નવા કેસમાં વધારો થતા ચિંતાના વાદળો ઘેરાયા છે.તમને જણાવી દઈએ કે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 25 નવા કેસ નોંધાયા છે. જ્યારે 23 દર્દી સાજા થયા છે. જો કે રાજ્યમાં કોરોનાથી એક પણ મોત થયું નથી. નોંધિનય છે કે, રાજ્યમાં 47 દિવસ બાદ પહેલીવાર ડબલ ડિજિટમાં અમદાવાદ કોર્પોરેશનમાં 11 કેસ નોંધાયા છે. જેને લઈને હવે તંત્ર સફાળુ જાગ્યું છે. આ અગાઉ 31 જુલાઈએ અમદાવાદમાં 10 કેસ નોંધાયા હતા. તો બીજી તરફ રાજ્યનો રિક્વરી રેટ 98.76 પર પર પહોંચી ગયો છે.

image source

તમને જણાવી દઈએ કેસ રાજ્યમાં કોરોનાથી સુરક્ષિત રહેવા માટે સરકારે વેક્સિનેશન શરૂ કરવામા આવ્યું છે. અમદાવાદ શહેરમાં 36.59 લાખ લોકોને વેક્સિનનો પહેલો ડોઝ અને 16.44 લાખ લોકોને બીજો ડોઝ આમ કુલ 53 લાખથી વધુ લોકોએ વેક્સિન આપવામાં આવી છે. શહેરમાં વેક્સિનેશનનો દર વધારવા અને કોરોના સામે લડવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને હવે નવો નિર્ણય જાહેર કર્યો છે. તમને જણાવી દઈએ કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તક આવતી તમામ બિલ્ડીંગ અને જગ્યામાં પ્રવેશ માટે વેક્સિન લીધી હશે તેને જ પ્રવેશ આપવામાં આવશે તેઓ નિર્ણય કરવામાં આવ્યો છે. આ ઉપરાંત AMTS-BRTS, કાંકરિયા તળાવ, કાંકરીયા ઝુ તેમજ સાબરમતી રિવરફ્રન્ટની મુલાકાતે જતા લોકો માટે પણ વેક્સિન ફરજીયાત કરવામાં આવી છે.

image source

તમને જણાવી દઈએ કે, આ નિર્ણય અંગે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર મુકેશ કુમારે પણ ટ્વીટ કર્યું છે. તેમણે લખ્યું કે 20 સપ્ટેમ્બરથી એન્ટ્રી પોઈન્ટ પર વેક્સિન સર્ટિફિકેટ પણ ચેક કરવામાં આવશે.

તો બીજી તરફ, સ્ટેન્ડીગ કમિટિ ચેરમેન હિતેશ બારોટે પણ કહ્યું કે, AMTS-BRTS બસ, કાંકરિયા વગેરે જગ્યાએ પ્રવેશ માટે વેક્સિનનો પહેલો ડોઝ લીધેલો હોવો જરૂરી છે. આ ઉપરાંત જો બીજો ડોઝ લેવાની પાત્રતા ધરાવતા હોવા છતાં જો તેઓએ બીજો ડોઝ નહિ લીધો હોય તો 20 સપ્ટેમ્બર સોમવારથી AMC હસ્તક તમામ બિલ્ડીંગોમાં પ્રવેશ મળશે નહીં. જેથી તમામ પાત્ર લોકોએ વેક્સિન લઈને પછી જ પ્રવેશ કરવો.

image source

નોંધનિય છે કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ AMTS, BRTS, કાંકરીયા લેક્ર્ફન્ટ, કાંકરીયા ઝુ, સાબરમતી રિવરફ્રન્ટ, લાઈબ્રેરી, જિમખાના, સ્વિમિંગપૂલ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ, સિવિક સેન્ટર ઉપરાંત AMCની તમામ બિલ્ડીંગ જેવી કે ઝોનલ, સબ ઝોનલ ઓફિસ તેમજ દાણાપીઠ મુખ્ય ઓફિસમાં પ્રવેશ માટે વેક્સિન લીધેલી હોવી જરૂરી છે જો વેક્સિન નહીં લીધી હોય તો તમને ઓફીસમાં પ્રવેશ મળશે નહીં.

નોંધનિય છે કે, અમદાવાદ શહેરને ત્રીજી લહેરથી બચાવવા માટે મ્યુનિ. હવે કડક પગલા ભરી રહ્યું છે, ત્યારે વેક્સિનેશન 100 ટકા પૂર્ણ થાય તે માટે મ્યુનિ.આગામી દિવસોમાં ખાનગી ઓફિસો, દુકાનોમાં તપાસ કરીને વેક્સિનેશન લીધી છે કે નહીં? તેની તપાસ કરશે. નોંધનિય છે કે, PM નરેન્દ્ર મોદીના 71મા જન્મદિને સમગ્ર દેશમાં હાથ ધરાયેલા મેગા વેક્સિનેશન અંતર્ગત અમદાવાદમાં મહાઅભિયાન યોજાયું હતું. શુક્રવારે શહેરમાં રેકોર્ડબ્રેક 1.51 લાખ લોકોને રસી આપવામાં આવી હતી. આનો અર્થ એ થયો કે મહાઅભિયાનના ભાગરૂપે પ્રત્યેક સેકન્ડે ત્રણ વ્યક્તિને કોરોનાની રસી મૂકવામાં આવી હતી.