“દીકરીઓ માટે GOOD NEWS: નિવેદિતા ફાઉડેશન દીકરીઓને આત્મનિર્ભર બનાવા હેલ્થકેર આસિસ્ટન્ટની આપશે તાલિમ “

નિવેદિતા ફાઉડેશનની નવી પહેલ – દીકરીઓને આત્મનિર્ભર બનાવા હેલ્થકેર આસિસ્ટન્ટની તાલિમ

હાલ કોરોના વાયરસની મહામારીના કારણે હેલ્થકેર સેક્ટરમાં મદદનીશોની ભારે કમી સર્જાઈ છે. આ કપરા સંજોગોમાં સમાજને મદદ કરવા તેમજ દીકરીઓને સ્વાવલંબી બનાવવાના હેતુથી નિવેદિતા ફાઉન્ડેશને એક નવીન પહેલ કરી છે. તેમણે દીકરીઓને હેલ્થકેર આસિસ્ટન્ટની તાલીમ અપાવવાનું બીડું ઝડપ્યું છે.

ફિક્કી ફ્લો અમદાવાદ ચેપ્ટર તેમજ કરમસદ શ્રી કૃષ્ણ હોસ્પિટલના સહયોગથી નિવેદિતા ફાઉન્ડેશન આ સુંદર કાર્ય કરી રહી છે. નિવેદીતા ફાઉન્ડેશનના નીપા પટેલે અત્યાર સુધીમાં 20000 કરતાં પણ વધારે બાળકોનુ ઘડતર કર્યું છે. અને હવે તેમનું નવું લક્ષ ગામડામાં રહેતી દીકરીઓએને આત્મનિર્ભર બનાવવાનું છે. નિવેદિતા ફાઉન્ડેશને પોતાની આ પહેલનો પ્રારંભ કરી દીધો છે. તેમણે દીકરીઓને હેલ્થકેર આસિસ્ટન્ટ તરીકેની તાલીમ આપવાની શરૂઆત કરી દીધી છે.

નિવેદિતા ફાઉન્ડેશનને તેમના આ સતકાર્યમાં અમદાવાદ સ્થિત ફિક્કી ફ્લો અમદાવાદ ચેપ્ટરના ચેર પર્સન તરુણાબેન દ્વારા પણ સાથ આપવામા આવી રહ્યો છે. તેમની આ પહેલ હેઠળ તાજેતરમાં જ 20 દીકરીઓની તાલીમ પૂર્ણ થઈ ગઈ છે અને તેમને સર્ટીફિકેટ પણ આપવામાં આવ્યા છે.

આ પહેલાં નિવેદિતા ફાઉન્ડેશન આણંદ જિલ્લાની સરકારી પ્રાથમિક શાળામાં શાળા કીટનું વિતરણ પણ કરી ચૂક્યું છે અને મિશન શૂઝ તેમજ મસ્તી કી પાઠશાલાનું પણ આયોજન કરી ચૂક્યું છે. અને હવે તેમનો ઇરાદો દીકરીઓને સ્વાવલંબી બનાવવાનો છે તેમનામાં રહેલા કૌશલ્યને નિખાર આપીને તેમને પગભર બનાવવાનું તેમનું લક્ષ્ય છે.

નિપાબેન પોતાની આ પહેલ વિષે જણાવે છે, કે ઘણી બધી દીકરીઓ હોંશિયાર હોવા છતાં તેમની પરિસ્થિતિ નબળી હોવાથી તેઓ અભ્યાસમાં આગળ નથી વધી શકતી. અને આવી દીકરીઓને અમે સ્વરોજગારની તાલીમ આપીને પગભર કરવા માગીએ છીએ. નિપા બેનના આ સતકાર્યમાં ફિક્કી ફ્લો અમદાવાદના ચેરપર્સન તરુણાબેન પણ તેમને પૂર્ણ સહકાર આપી રહ્યા છે.

તો વળી કરમસદ શ્રીકૃષ્ણ હોસ્પિટલના સહયોગથી તેઓ દીકરીઓને હેલ્થકેર આસીસ્ટન્ટની તાલીમ આપવાનું પણ શરૂ કરી દીધું છે જેની પ્રથમ બેચમાં 20 વિદ્યાર્થીનીઓ તૈયાર થઈ ગઈ છે અને તેમને સર્ટિફિકેટ પણ પવામાં આવ્યા છે. તમને જાણીને આનંદ થશે કે પ્રથમ બેચની આ હેલ્થકેર આસિસ્ટન્ટને શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં જ સ્ટાફની જરૂર હોવાથી તેમને ત્યાં જ કામ મળી ગયું છે. તમને એ પણ જણાવી દઈએ કે હેલ્થકેર આસિસ્ટન્ટની તાલીમ બાદ દીકરીઓને દર મહિને સરળતાથી 12000થી 15000ની આવક થશે. માત્ર હોસ્પિટલમાં જ નહીં પણ આણંદ જિલ્લામાં જ ઘણા બધા લોકો મોટી સંખ્યામાં વિદેશ સ્થાયી થયેલા છે. જેમાંના ઘણા બધા વડિલોને વિદેશમાં અનુકુળ નથી આવતું તો તેવા વડિલો માટે પણ આ હેલ્થકેર આસિસ્ટન્ટ મદદરૂપ થઈ શકે છે અને તેની સામે આર્થિક રીતે આત્મનિર્ભર પણ બની શકે છે.

નીપાબેનનું આ કામ માત્ર ગણતરીની દીકરીઓ પુરતું જ મર્યાદીત નથી પણ તેમનું લક્ષ આણંદ જિલ્લાની 130 પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓમાંની જરૂરિયાત ધરાવતી દીકરીઓ જેટલું વિસ્તૃત છે. તેમણે આવી દીકરીઓના નામની એક યાદી તૈયાર કરી છે. જેમાંથી પસંદ પામેલી દીકરીઓને કોઈ પણ જાતની ફી વગર જ હેલ્થકેર આસિસ્ટન્ટની તાલીમ આપવામા આવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત