જો તમે આ રીતે રંગશો ઘરની દિવાલો, તો એટલા બધા ફાયદાઓ થશે કે ના પૂછો વાત

જો તમને ગામડાઓ યાદ હશે અને હજુ તમે તમારી પરંપરાઓ સાથે જોડાએલા હશો તો તેમને ગામડાઓના માઠીના ઘર યાદ હશે અને તે ઘરને પીળી કે લાલ માટી અને છાણથી પાડવામાં આવતી ઓકળી પણ યાદ હશે. પણ હવે એવા ઘરો અને દિવાલો માટે તમારે ખાસ કેમ્પીંગ કે પ્રવાસ કરીને જવું પડે છે પણ હવે તમે તમારા ઘરમાં જ આવી દિવાલો તૈયાર કરી શકો છો. પરંપરાગત ઈકોફ્રેન્ડલી પેઈન્ટ અને એ પણ બજારમાં મળતા પેઈન્ટ કરતા સાવ સસ્તા ભાવે આવી રહ્યો છે.

image source

ખાદી ગ્રામોદ્યોગ આયોગ ( Khadi and Village Industries Commission ) દ્વારા વૈદિક પેઈન્ટ ( Vedic Paint ) બનાવવામાં આવ્યો છે. 12મી જાન્યુઆરી 2021ના રોજ કેબિનેટ મિનિસ્ટર નીતિન ગડકરી( Union Minister Nitin Gadkari )એ આ પેઈન્ટને લોન્ચ કર્યો છે. વેદિક પેન્ટને બે અલગ અલગ ફ્લેવરમાં લોન્ચ કરવામાં આવ્યો છે.

Emulsion paint

image source

આ વૈદિક પેઈન્ટની વિશેષતા એ છે કે તેને ગાયના છાણ ( Cow Dung Paint )માંથી બનાવવામાં આવ્યો છે. અને તેને લીને ઘણા દાવા કરવામાં આવી રહ્યા છે. જેમાનો એક સૌથી મોટો દાવો એ છે કે આને લીધે ખેડૂતોની આવક વધશે. પેઈન્ટમાં વપરાતુ છાણ લોકલ ખેડૂતો પાસેથી ખરીદવામાં આવશે અને ખેડૂતોને 5 કિલોના હિસાબથી ગાયના છાણના પૈસા ચૂકવવામાં આવશે.

વૈદિક પેઈન્ટના આઠ લાભ

image source

આ પેઈન્ટ એન્ટી બેક્ટેરિયલ anti-bacterial paint છે

એંન્ટી ફંગલ- anti- fungal paint છે.

ઈકોફ્રેન્ડલી – Ecofriendly paint છે.

ગરમીમાં રાહત આપશે

સસ્તો છે

તેમાં હેવી મેટલ કે રસાયણ નથી

નોન ટોક્સિક- Non Toxic Paint છે

ગંધ રહિત- smell less wall paint છે.

બ્યૂરો ઓફ ઈન્ડિયા સ્ટન્ડર્ડ ( Bureau of indian standards )

તમને જાણને આનંદ થશે કે આ ગાયના છાણમાંથી બનેલો પેઈન્ટ બ્યૂરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ ( Bureau of indian standards ) દ્વારા સટ્રીફાઈ કરવામાં આવ્યો છે.

કોણે આપ્યો આવો સરસ આઈડિયા

image source

આ પ્રાકૃતિક પેઈન્ટ( eco friendly paint )નો વિચાર ખાદી ગ્રામોદ્યોગના ચેરમેન વિનયકુમાર સક્સેનાએ માર્ચ 2020માં આપ્યો હતો. તે પછી જયપુરના સાંગાનેરના એક ઈન્સ્ટિટ્યુટમાં આ અંગે રિસર્ચ શરૂ થયું. કુમારપ્પા નેશનલ હેન્ડમેડ પેપર ઈન્સ્ટીટ્યુટ દ્વારા આ અંગે સંશોધન કરવામાં આવ્યું.

ખેડૂતોની આવક વધશે

image source

આ પેઈન્ટ ઈકો ફ્રેન્ડ્રલી છે. તેને કારણે પશુપાલન કરનારા ખેડૂતોની આવકમાં વધારો થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ( PM Modi )એ ખેડૂતોની આવક વધારવાનું કહ્યું છે ત્યારે ખાદીગ્રામોદ્યોગ આયોગ દ્વારા ખાસ આ યોજના તૈયાર કરવામાં આવી છે. આનાથી લોકલ ખેડૂતોને પણ ટેકો મળશે અને રોજગારીની નવી તક પેદા થશે. આ પેઈન્ટમાં કાચા માલ તરીકે છાણનો વપરાશ કરવામાં આવ્યો છે જેથી પશુપાલન કરતા અને ગૌ-શાળા ધરાવતા લોકોને ફાયદો થશે.

સરકારનું કહેવું છે કે, આ યોજનાથી દર વર્ષે એક ગાય દીઠ 30,000 ની આવક થશે. આ પેઈન્ટની તપાસ ખાદિ ગ્રામોદ્યોગની ત્રણ પ્રયોગશાળામાં કરવામાં આવી છે.

નેશનલ ટેસ્ટ હાઉસ, મુંબઈ- National Test House (WR), Mumbai

image source

શ્રી રામ ઈન્સ્ટીટ્યુટ ફોર ઈન્ડિયન રિસર્ચ, નવી દિલ્હી – Shriram Institute for Industrial Research, NEW Delhi નેશનલ ટેસ્ટ હાઉસ ગાઝિયાબાદ – National Test House(NR) Ghaziabad, UttarPradesh

આ તમામની તપાસમાં આ પ્રાકૃતિક પેઈન્ટ ખરો સાબિત થયો છે. એટલે હવે જલદી તેને માર્કેટમાં વેચાણ માટે મૂકવામાં આવશે.

વૈદિક પેઈન્ટ ( Vedic Paint )ની કિંમત

image source

ખાદી ઈન્ડિયાના અધિકારીઓનું કહેવું છે કે, જ્યાં સામાન્ય વોલ પેઈન્ટ 500થી 1000 રૂપિયે લીટર મળે છે ત્યાં વેદિક પેઈન્ટની કિંમત માત્ર 110 રૂપિયે લીટર રાખવામાં આવશે. આ પરેીન્ટ બનાવવાનો ઉદ્દેશ ખેડૂતોની આવક વધારવાનો અને પશુપાલનને પ્રોત્સાહીત કરવાનો છે. આ પ્રાકૃતિક પેઈન્ટથી લોકોની લાઈફ સ્ટાઈલમાં પણ સુધારો આવશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત