ગુજરાતના ઈતિહાસનો સૌથી મોટો અપ્રમાસર મિલ્કતનો કેસ, નિવૃત્ત નાયબ મામલતદાર પાસે મળી કરોડોની સંપત્તિ

એસીબીએ ગુજરાતના ઈતિહાસનું સૌથી મોટુ ઓપરેશન પાર પાડ્યું છે. નિવૃત મામલતદાર પાસેથી કરોડોની અપ્રમાણસર મિલ્કત મળી આવતા સમગ્ર રાજ્યનાં હડકંપ મચી જવા પામ્યો છે. તમને જણાલી દઈએ કે આ બાબતનો પર્દાફાસ ત્યારે થયો જ્યારે એસીબીને થોડા દિવસ પહેલાં મળેસી એક નનામી અરજીમાં જણાવાયું હતું કે, નાયબ મામલતદાર તરીકે તાજેતરમાં જ નિવૃત્ત થયેલા વિરમ દેસાઈએ આવકના પ્રમાણમાં અપ્રામાણિક રીતે કરોડો રૂપિયાની જમીન-મકાનો-દુકાનો-લક્ઝુરિયસ કાર અને પરિવારજનોનાં નામે જમીનો-મિલકતો ખરીદી છે. આ ચિઠ્ઠી મળ્યા બાદ એસીબી હરકતમાં આવી ગઈ હતી. તો બીજી તરફ એસીબીના વડા કેશવકુમારે કરેલી તપાસમાં ગાંધીનગર, કલોલ, અડાલજ અને વાવોલમાં વિરમ દેસાઈ અને તેમના સાથીદારોએ જમીનોના કામકાજમાં કરોડોનો ભ્રષ્ટાચાર કર્યો હોવાનું સામે આવતા એસીબીની ટીમ સક્રીય થઈ ગઈ હતી.

11 લક્ઝુરિયસ કાર મળી આવી

image source

એસીબીએ કરેલી રેડમાં કલોલના નિવૃત્ત નાયબ મામલતદાર પાસેથી 30 કરોડથી વધુની અપ્રમાણસર મિલકત મળી આવી છે. જેમા 11 લક્ઝુરિયસ કાર, 2 બંગલા, 3 ફ્લેટ અને 11 દુકાનો તેમજ રિયલ એસ્ટેટ સહિતનું રોકાણ સામેલ છે. એસીબાએ તપાસ કરતાં નિવૃત્ત નાયબ મામલતદારની હોદ્દાની રૂએ મેળવેલી આવક રૂ. 24.97 કરોડ થતી હતી. પરંતુ તેની સામે રૂ. 55.45 કરોડ રોકાણ કરેલું મળી આવ્યું હતું. જેને લઈને તેમની સામે એસીબીએ ગાળીયો કસ્યો હતો. એસીબીની તપાસમા તેમની પાસે હોદ્દાની રુએ મેળવેલી આવક કરતાં 122.39 ટકાથી વધારે એટલે કે રૂ. 30 કરોડની અપ્રમાણસર મિલકત થાય છે. ગુજરાતના ઈતિહાસનો આ પ્રકારનો પ્રથમ કેસ છે જેમા આટલી મોટી રકમ મળઈ આવી હોય.

30 જેટલા બેન્ક એકાઉન્ટ મળી આવ્યા

image source

તમને જણાવી દઈએ કે 2020માં 38 ગુના દાખલ કરેલા જેમાં રૂ. 50 કરોડ ઉપર રકમ થતી હતી. ચાલુ વર્ષે પ્રથમ માસમાં 3 ગુના દાખલ કરવામાઁ આવ્યા હતા તેમાં રૂ. 33 કરોડ ઉપર રકમ થાય છે.

આ અંગે મળતી વધુ માહિતી પ્રમાણે નિવૃત્ત નાયબ મામલતદારે તેમના પત્ની પુત્ર સહિતના લોકોના નામે મિલકત વસાવેલી છે. જેમા 18 જેટલા સર્વે નંબર છે. 2 પ્લોટ. 3 ફ્લેટ. 2 બંગલો. 11 દુકાન. રિયલ એસ્ટેટમાં પણ રોકાણ કરેલું છે. નોંધનિય કે આ નિવૃત મામલક દાર પાસે 11 તો લક્ઝુરિયસ કાર છે. જેમાં BMW, ઓડી, રેન્જરોવર, જેગુઆર સહિતની કારનો સમાવેશ થાય છે. તો બીજી તરફ તેમના બેન્ક એકાઉન્ટની વાત કરીએ તો ટોટલ એમના અને એમના પરિવારના મળીને 30 જેટલા બેન્ક એકાઉન્ટ છે.

વર્ષ 2020માં 198 કેસ સાથે 307 ભ્રષ્ટ અધિકારી ઝડપાયા

image source

તમને જણાવી દઈએ કે ગુજરાત એસીબીએ વર્ષ 2020માં 198 કેસ કરીને 307 ભ્રષ્ટ સરકારી અને ખાનગી બાબુઓને લાંચ લેતાં ઝડપ્યા હતા, જેમાં વર્ગ-1ના 7 અધિકારીએ પણ સામેલ છે. અપ્રમાણસર મિલકતના 38 કેસ કરીને રૂ.50.11 કરોડની બેનામી સંપત્તિ જપ્ત કરવામાં આવી હતી. નોંધનિય છે કે 2020ના વર્ષમાં એસીબીના કેસોમાં સજાનો દર 40 ટકા રહ્યો હતો તેમજ એસીબીની ટ્રેપમાં પકડાયેલા દરેક અધિકારી સરેરાશ 31 દિવસ સુધી જેલમાં રહ્યા હતા. તમને જણાવી દઈએ અગાઉના વર્ષો કરતા આ વર્ષે એસીબીએ વધુ રકમ જપ્ત કરી છે. એક વાત તમને જણાવી દઈએ કે લાંચીયા અધિકારી અને બેનામી મિલકતો શોધવા માટે યુનિટની રચના સમગ્ર દેશમાં સૌથી પહેલા ગુજરાત એસીબીમાં કરવામં આવી હતી.

સુરત પહેલા નંબરે

image source

આ અંગે મળતી માહિતી પ્રમાણે વર્ષ 2020માં ACB દ્વારા પકડાયેલા 275 આરોપીને કુલ 8513 દિવસ જેલની હવા ખાવી પડી હતી. રાજ્યમાં સામે આવેલા કેસોમાં સુરત અગ્રેસર છે, 56 આરોપી સાથે સુરત પહેલા નંબરે છે જ્યારે 53 આરોપી સાથે વડોદરા બીજા અને 44 આરોપી સાથે અમદાવાદ-રાજકોટ ત્રીજા નંબરે આવે છે. નોંધનિય છે કે રાજ્યમાં ભ્રષ્ટાચારને રોકવા અનેક પ્રયાસો બાદ પણ ભ્રષ્ટ અધિકારીઓનો લોભ ઓછો થતો નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત