આ ઉંમરે શરીરમાં થવા લાગે છે અનેક ફેરફારો, જાણો કઈ રીતે રહેવું સ્વસ્થ

50 વર્ષની ઉંમરે માણસના શરીરમાં અનેક ફેરફારો થવા લાગે છે. આ ઉંમરમાં શરીર અંદરથી નબળું પડતું જાય છે અને શરીરના અનેક અંગો પહેલા જેવું કામ નથી આપતા.

उम्र का असर
image source

ત્યારે આજના આ આર્ટિકલમાં આપણે એ જાણીશું કે 50 ની ઉંમર બાદ માણસના શરીરમાં શું શું ફેરફારો થાય છે અને એ સમયગાળા દરમિયાન શું શું તકેદારી રાખવી જરૂરી છે.

મગજ પર અસર

दिमाग पर असर
image source

50 વર્ષની ઉંમરે બ્રેન ફંક્શન વધી જાય છે. જો કે 55 વર્ષની આસપાસ મગજ પર દબાણ વધવાને કારણે ધીમે ધીમે યાદશક્તિ ઓછી થવા લાગે છે. તમારી યાદશક્તિ વધારવા માટે મેડિટેરેનીયન ડાયટનું સેવન કરવું. તેમાં ઘણા ફળો, શાકભાજી, આખું અનાજ અને હેલ્ધી ફેટ્સનો સમાવેશ કરવો.

મહિલાઓનું માનસિક સ્વાસ્થ્ય

महिलाओं की मानसिक सेहत
image source

લગભગ 95 ટકા લોકો 50 વર્ષ કે તેનાથી વધુ ઉંમરે પોતાના જીવનથી સંતુષ્ટ હોય છે. જો કે મહિલાઓમાં આ ઉંમરે અનેક પ્રકારના હાર્મોનલ ફેરફાર થાય છે અને તેનો પ્રભાવ તેમના મૂડ પર પડે છે. આ ઉંમરે બીમારીઓના કારણે અનેક લોકો ડિપ્રેશનમાં પણ ચાલ્યા જાય છે. આવી સ્થિતિએ પોતાના શરીરને એક્ટિવ રાખવું હિતાવહ છે અને ખાસ કરીને કસરત કરવાનું ચાલુ રાખવું.

ઇમ્યુન સિસ્ટમ

इम्यून सिस्टम
image source

50 વર્ષની ઉંમરે ઇમ્યુન સિસ્ટમ પણ નબળું પડવા લાગે છે અને ઇન્ફેક્શન સામે લડનારી કોશિકાઓ પહેલા જેવો મજબૂત પ્રતિકાર નથી કરી શકતી. તેના કારણે ફલૂ, ન્યુમોનિયા અને ટીટનસથી બીમાર થવાનું જોખમ વધી જાય છે. આ ઉંમરે ફલૂની વેકસીન લેવી હિતકારી છે.

સાંભળવામાં તકલીફ પડવી

सुनने की क्षमता पर असर
image source

50 થી વધુની ઉંમર ધરાવતા 40 ટકા લોકોને ઓછું સંભળાવવાની ફરિયાદ રહે છે. હાઇ બ્લડપ્રેશર, હાર્ટ પ્રોબ્લેમ અથવા ડાયાબીટીસ જેવી બીમારીઓના પ્રભાવથી નિશ્ચિત ઉંમરે ઓછું સંભળાય છે. જો તમને પણ આ સમસ્યા હોય તો તાત્કાલિક ડોકટરનો સંપર્ક કરી જરૂરી ટેસ્ટ કરાવવા જોઈએ.

હાડકાઓ પર અસર

हड्डियों पर असर
image source

50 વર્ષની ઉંમર થવા પર હાડકા પણ ધીમે ધીમે જવાબ દેવા લાગે છે. આ ઉંમરે કોશિકાઓ તૂટવાનું જોખમ પણ વધી જાય છે. 50 વર્ષની ઉંમરે તમારે તમારા શરીર માટે કેલ્શિયમ અને વિટામિન D ધરાવતા ખોરાકનું સેવન કરવું જોઈએ અને હાડકાને મજબૂત બનાવતી કસરતો પણ કરવી જોઈએ.

માંસપેશીઓ અને સાંધાઓ

image source

ઉંમર વધવાનો સૌથી મોટો પ્રભાવ માંસપેશીઓ પર પડે છે. તમારા શરીરની શારીરિક સ્થિતિ નબળી પડવા લાગે છે અને તેને મજબૂત બનાવવા માટે સ્ટ્રેન્થ ટ્રેનિંગ એક્સરસાઇઝ કરવી સારી છે. તેનાથી તમારી માંસપેશીઓમાં ઘનત્વ વધે અને સંતુલન પણ ઠીક રહેશે. આ ઉંમરમાં સાંધાઓમાં દુખાવો અને આર્થરાઈટીસ પણ થઈ જાય છે. બોડી પોશચર રાખો અને શરીરમાં પાણી ઓછું થવા ન દેવું. શરીરમાં પાણીની અછતથી જોઈન્ટ ટીશયુ પર પ્રભાવ દેખાવા લાગે છે.

હદય પર ઉંમરની અસર

दिल पर असर
image source

50 વર્ષની ઉંમરે હાર્ટ એટેક આવવાનું જોખમ પણ વધી જાય છે. તેનાથી બચવા માટે દરરોજ 30 મિનિટ સુધી કસરત કરવી અને ચાલવા જવું. સાથે જ તમારા શરીરનું વજન વધે નહીં તેનું પણ ધ્યાન રાખવું અને બ્લડપ્રેશર પણ કન્ટ્રોલમાં રહે તેમ રહેવું. જો તમને સ્મોકિંગની આદત હોય તો એ આદત છોડી દેવી જ હિતાવહ છે.

વાળ અને સ્કિન પર પ્રભાવ

बालों और स्किन पर असर
image source

50 વર્ષની ઉંમરે વાળ સફેદ, પાતળા અને કમજોર બની જાય છે. ખાસ કરીને પુરુષોના વાળમાં ઉંમરનો પ્રભાવ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. જો કે આ બાબતે પરેશાન થવાની જરૂર નથી કારણ કે સફેદ વાળ પર અલગ અલગ રંગ પણ કરી શકાય છે. જ્યારે અમુક લોકોને આ ઉંમરે સ્કિન પર ધબ્બા પણ પડવા લાગે છે અને ત્વચા સૂકી પડવા લાગે છે. આ ઉંમરે સ્કિન કેન્સર થવાનું જોખમ પણ રહે છે એટલે કોઈ પણ મુશ્કેલીને હળવાશથી ન લેવી અને સમયસર ડોકટરની સલાહ લેવી.

આંખો પર અસર

आंखों पर असर
image source

જો તમને કઇંક વાંચતા સમયે આંખમાં જોર પડતું હોય તો તેનો અર્થ એ કે તમારી વધતી ઉંમરનો પ્રભાવ તમારી આંખો પર પણ પડવા લાગ્યો છે. આમ તો આ ઉંમરે મોટાભાગના લોકોને ચશ્માની જરૂર પડે જ છે. છતાં નિયમિત રીતે આંખોની તપાસ કરાવવી હિતાવહ છે.

તપાસ અને ટેસ્ટ

शारीरिक जांच
image source

આ ઉંમરે અનેક પ્રકારની બીમારીઓ થવાનું જોખમ હોય છે એટલા માટે કોલોન કેન્સર, મેમોગ્રામી ટેસ્ટ, પ્રોસ્ટેટ કેન્સર અને ટેસ્ટીકુલર કેન્સર માટે સમયાંતરે ટેસ્ટ કરાવતા રહેવું. કોઈ પણ પ્રકારના લક્ષણ દેખાય તો તેને હળવાશથી લેવાને બદલે ગંભીરતાથી લેવું અને ડોક્ટરની સલાહ લેવી. ઘરમાં જો કોઈને આનુવંશિક બીમારી હોય તો તેના વિશે પણ ડોક્ટરને કહેવું. તે તમને આ સંદર્ભે અમુક વિશેષ ટેસ્ટ કરાવવાનું પણ કહી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત