કંગના ભડકી અને કહ્યું…’હું તમારું જીવવું હરામ કરી દઇશ’

બોલિવૂડની અભિનેત્રી કંગના રનૌત જ્યારથી ટ્વિટર પર સક્રિય થઈ છે ત્યારથી તે દરેક મુદ્દે ખુલ્લેઆમ પોતાનો અભિપ્રાય વ્યક્ત કરતી જોવા મળી છે. તે લગાતાર ટ્વીટ કરીને વિવાદોમાં ઘેરાયેલી જોવા મળે છે. તો બુધવારે કંગના રનૌતનું ટ્વિટર એકાઉન્ટ અસ્થાયી રૂપે બંધ કરવામાં આવ્યું છે, ત્યારબાદ કંગનાએ ટ્વિટરના સીઈઓ જેકને ટેગ કરીને તે લોકોને જવાબ આપ્યો જે લોકોએ તેના એકાઉન્ટને બેન કરવાની માગ કરી હતી.

image source

મારું એકાઉન્ટ બંધ કરી દીધું

કંગનાએ ટ્વિટ કરીને લખ્યું છે કે, લિબરલ હવે તેમના કાકા જેક પાસે જઈને રોવા લાગ્યા અને અસ્થાયીરૂપે મારું એકાઉન્ટ બંધ કરી દીધું. તે લોકો મને ધમકાવી રહ્યા છે. મારું એકાઉન્ટ / વર્ચુઅલ આઈડેન્ટી કોઈપણ સમયે દેશ માટે શહીદ થઈ શકે છે, પરંતુ મારું રીલોડેડ દેશભક્ત વર્જન ફિલ્મો દ્વારા પાછું આવશે. હું તમારૂ જીવવું મુશ્કેલ કરી દઈશ.

કંગના રનૌતે વેબ સિરીઝ તાંડવ સામે પણ સવાલો ઉઠાવ્યા હતા

image source

તાજેતરમાં કંગના રનૌતે સૈફ અલી ખાનની વેબ સિરીઝ ‘તાંડવ’ ના એક સીન અને ડાયલોગ પર નારાજગી વ્યક્ત કરી છે, જેમાં ઝીશાન અયુબ ભગવાન શિવના વેશમાં નજરે પડે છે. તાજેતરમાં જ સતેન્દ્ર રાવત નામના યુઝરે ભાજપના નેતા કપિલ મિશ્રાનો એક વીડિયો શેર કર્યો છે, જેને હવે કંગના રનૌતે રીટવીટ કર્યો છે. કંગનાએ આ વીડિયોને રિટ્વીટ કરીને લખ્યુ હતુ, સમસ્યા હિન્દુ ફોટિક કન્ટેનની નથી. પરંતુ તે રચનાત્મક રીતે પણ ખરાબ છે. દરેક લેવલે અપમાનજનક અને વિવાદાસ્પદ દ્રશ્યો રાખવામાં આવ્યા છે અને પણ જાણી જોઈને. તેમણે પ્રેક્ષકોને ત્રાસ આપવા અને ગુનાહિત ઇરાદા માટે જેલમાં ધકેલી દેવા જોઈએ.

કંગના વિરુદ્ધ બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી

image source

તમને જણાવી દઈએ કે કંગના વિરુદ્ધ બોમ્બે હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી. જેમાં કંગના રનૌત પર તેના ટ્વિટર એકાઉન્ટ દ્વારા સતત દેશમાં ‘નફરત અને ધૃણા’ ફેલાવવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. અરજીકર્તા તરફથી દાખલ કરાયેલી અરજીમાં સ્પષ્ટ રીતે કહેવાયું છે કે કંગનાના ટ્વીટથી દેશમાં સતત નફરત ફેલાવવાની અને દેશદ્રોહ ફેલાવવાની કોશિશ થાય છે. આ સાથે જ કહેવાયું છે કે દેશને તેના અતિવાદી ટ્વીટ્સથી વર્ગવિગ્રહ કરવાનો પ્રયત્ન કરાઈ રહ્યો છે. અરજીમાં એમ પણ કહેવાયું છે કે સોશિયલ મીડિયામાં તેમણે એક ધર્મ વિશેષને લઈને આપત્તિજનક ટિપ્પણી કરી હતી. આમ કંગનાની મુશ્કેલી દિવસેને દિવસે વધી રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત