20 જુલાઈના રોજ છે દેવશયની એકાદશી સાથે ચાતુર્માસનો આરંભ, જાણો ક્યાં સુધી બંધ રહેશે શુભ કાર્યો

નવેમ્બરમાં દેવ પ્રબોધિનીના અબૂઝ મૂહૂર્તને મેળવીને 7 અને ડિસેમ્બરની શરૂઆતના 15 દિવસમાં 6 દિવસો શુભ રહેશે. આ વર્ષના અંતમાં 2 મહિનામાં લગ્નના માટે કુલ 13 દિવસ શુભ લગ્ન રહેશે.

image source

કોરોનાના કારણે ગયા વર્ષે અને આ વર્ષે પણ લગ્ન અને વિવાહના શુભ કામો પ્રભાવિત થયા છે. કોરોનાનો પ્રભાવ ઘટ્યો છે તો હવે ગ્રહ નક્ષત્રના કારણે શુભ કામ બંધ થયા છે. કોરોનાના કારણએ મે- જૂન મહિનામાં લગ્ન ટાળવા પડયા છે અને જુલાઈમાં 6 દિવસ જ શુભ મૂહૂર્ત બાકી છે. આ પછી ચાતુર્માસ શરૂ થશે અને 4 મહિના સુધી કોઈ પણ શુભ કામ માટે રાહ જોવી પડશે. જુલાઈથી નવેમ્બર સુધી લગ્નના કોઈ મૂહૂર્ત રહેશે નબીં. આ પછી 14 નવેમ્બર બાદ જ લગ્ન કરાવી શકાશે. ચાર્તુમાસમાં લગ્ન સિવાય જનોઈ, મુંડન, ગૃહપ્રવેશ જેવા અનેક શુભ કામ પણ બંધ થઈ જશે. તો તમે પણ કોઈ શુભ કામ પ્લાન કરી રહ્યા છો તો તમારી પાસે હાલમાં 20 જુલાઈ સુધીનો સમય છે.

image source

તમે તેને પહેલા જ પ્રાયોરિટી આપીને પૂરું કરો તે જરૂરી છે. આ પછી જુલાઈ મહિનાથી લઈને 14 નવેમ્બર સુધી તમારે દરેક સારા કામને ટાળવા પડશે. દેવશયની એકાદશીથી દેવપોઢી એકાદશી સુધી ચાતુર્માસ ચાલશે. ચાતુર્માસ સુધીના ચાર મહીનામાં જુદાજુદા ધાર્મિક કાર્ય કરવાથી માણસને ખાસ પુણ્ય લાભની પ્રાપ્તિ થાય છે. કારણકે આ દિવસોમાં કોઈ પણ જીવની તરફ કરેલ કોઈ પણ પુણ્યકર્મ ખાલી નહી જાય. ચાતુર્માસ દરમ્યાન પૂજા પાઠ, કથા, અનુષ્ઠાન કરવાથી સકારાત્મક ઊર્જા મળે છે. ચાતુર્માસમાં ભજન ,કીર્તન સત્સંગ ,કથા ,ભાગવત માટે શ્રેષ્ઠ સમય માનવામાં આવે છે.

image source

ચાતુર્માસ વિશેષ રીતે દેવતાઓના શયનકાળ હોવાનું માનવામાં આવે છે. 20 જુલાઈથી એટલે કે દેવશયની એકાદશી પર ભગવાન વિષ્ણુ યોગનિંદ્રામાં જશે. એકાદશીના દિવસે ભગવાનને પીળા વસ્ત્રથી શ્રૃંગાર કરી અને સફેદ રંગના શૈય્યા પર સફેદ રંગના જ વસ્ત્ર ઢાંકીને તેને શયન કરાવો. તેનાથી લાભ થશે. 15 નવેમ્બરે કાર્તિક મહિનાની અગિયારશના દિવસે તેઓ જાગશે. આ દિવસને દેવ પ્રબોધિની એકાદશી તરીકે ઉજવવામાં આવે છે.

image source

આ દિવસથી લગ્નની શરૂઆત પણ થશે. આ વર્ષે જુલાઈમાં હવે 7, 13, અને 15 તારીખે લગ્નના શુભ મૂહૂર્ત બચ્યા છે. નવેમ્બરમાં દેવ પ્રબોધિનીના અબૂઝ મૂહૂર્તને મળીને 7 અને ડિસેમ્બરની શરૂઆતના 15 દિવસોમાં કુલ 6 સારા મૂહૂર્ત છે. આ વર્ષે વર્ષના અંતમાં 2 મહિનામાં લગ્નને માટે કુલ 13 દિવસ સારા માનવામાં આવશે. 15 ડિસેમ્બરે સૂર્યના ધન રાશિમાં જવાથી ધનુ માસની શરૂઆત થશે. આ સમય 14 જાન્યુઆરીએ પૂરો થશે. ધનુ માસમાં વિવાહના મૂહૂર્ત રહેશે નહીં તેનું પણ તમારે ધ્યાન રાખી લેવું જરૂરી છે.

કેવી રીતે કરવી પૂજા.

image source

એકાદશીના દિવસે સવારે જલ્દી ઉઠવું. ઘરની સાફ-સફાઈ અને નિત્યકર્મ કરી નિવૃત્ત થઈ જાઓ. ત્યારબાદ ઘરમાં ગંગાજળનો છંટકાવ કરો.ઘરના પૂજા સ્થળ પર સ્થાન ઉપર ભગવાન શ્રીહરિ વિષ્ણુની સોના-ચાંદી કે તાંબાની મૂર્તિ સ્થાપિત કરો. ત્યારબાદ ષોડશોપચાર થી તેમની પૂજા કરો અને ભગવાન વિષ્ણુને પીતાંબર પહેરાવો. પછી વ્રત કથાઓ સાંભળવી જોઈએ અને આરતી કર્યા બાદ પ્રસાદ વહેંચો.