હાલમાં જ સગાઈ થઈ અને આ ભારતીય કપલ વિદેશમાં ગયું ફોટોશૂટ કરવા, નવી મોંઘીદાટ વીંટી દરિયામાં પડી ગઈ અને…

લોકો પાસે બધી જ વસ્તુનુ કોઈને કોઈ સોલ્યુશન તો મળી જ જાય. પછી ભલે ગમે તેવી વિસમ પરિસ્થિતિ હોય પણ લોકો મેળ પાડી લેતા હોય છે અને એમાંથી બહાર આવી જતા હોય છે. ત્યારે હાલમાં આવો જ એક જોરદાર કિસ્સો વિદેશની ધરતી પરથી સામે આવ્યો છે. બ્રિટનમાં ભારતીય મૂળના દંપતીની સગાઈની વીંટી ઇંગ્લેન્ડના એક મોટા તળાવમાં પડી ગઈ હતી અને તેઓ હાફડા ફાફડા થઈ ગયા હતા કારણ કે બંનેએ હાલમાં જ સગાઈ કરી હતી.

image source

જ્યારે ખબર પડી કે વીંટી પડી ગઈ તો બન્ને એકદમ ગભરાઈ ગયા હતા, પરંતુ એક મરજીવાને જ્યારે તળાવમાંથી રિંગ મળી ત્યારે બંનેએ રાહતનો શ્વાસ લીધો હતો. તો આવો જાણીએ કે કઈ રીતે આ લોકોએ વીંટી શોધી અને શું છે સમગ્ર મામલો. વાત કંઈક એમ છે કે બ્રિટનમાં ભારતીય મૂળના દંપતીની સગાઈ બાદ ઇંગ્લેન્ડના એક મોટા તળાવમાં વીંટી પડી ગઈ હતી. નોર્થ લંડનમાં રહેતા વિકી પટેલે બર્મિંગહામની રહેવાસી રેબેકા ચોકરીયાને દરખાસ્ત કરી હતી. જે બાદ તે બંને વિન્ડરમેર તળાવમાં બોટ દ્વારા ફોટોગ્રાફ કરી રહ્યા હતા, પરંતુ ફોટોગ્રાફ્સ કરતી વખતે યુવતીએ આંગળી વડે અંગૂઠો લપસી જતાં વીંટી તળાવમાં પડી હતી.

image source

માહોલ કંઈક એવો હતો કે જ્યારે ચૌઘારિયાની આંગળીમાંથી વીંટી લપસી ગઈ અને પાણીમાં પડી ત્યારે દંપતીનો ફોટો લેવામાં આવી રહ્યો હતો. વીંટી પાણીમાં પડ્યા બાદ બંને કપલ્સને કંઈ જ સમજાતું નહોતું કે શું કરવું અને શું ન કરવું. વિકી પટેલે જાતે જ આ વીંટી સાચવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પાણી એકદમ ઠંડુ હતું અને તે કાંઈ જોઈ શક્યો નહીં. પછી કહાની કંઈક અલગ જ મોડ લે છે અને મરજીવો એંગસ હોસ્કીંગને આની જાણ થતાં જ તેણે તળાવમાંથી રિંગ શોધવાની જવાબદારી લીધી અને મિશનમાં લાગી ગયો.

image source

ત્યારબાદ મળતી માહિતી પ્રમાણે વાત કરીએ તો તળાવના કર્મચારીઓએ ડાઇવર એંગસ હોસ્કીંગને રિંગ વિશે કહ્યું હતું કે તે રીંગની શોધ કરશે, જોકે તળાવમાંથી વીંટી કાઢવી એ એટલી આસાન પણ નહોતી. તળાવને લાંબા સમયથી સાફ કરવામાં પણ આવ્યું નહોતું તેથી તળાવની અંદર કાદવ અને ઘાસ ખૂબ ઉગી ગયું હતું.

મરજીવો એંગસ હોસ્કીંગે અહેવાલ આપ્યો કે “તળાવની અંદર જતાની સાથે દૃશ્યતા ઓછી થતી રહી અને તે ઘણું ભયાનક હતું. તેથી તે મને આત્મવિશ્વાસથી ભરતો નથી. હું કાંઈ જોઈ શકતો નથી. તળાવમા માત્ર કાદવ જ હતો. જો તમે કોઈ સિક્કો મૂકશો તો પણ તે સીધો તળિયે જાય છે. પરંતુ આખરે 20 મિનિટની સખત મહેનત પછી, મેટલ ડિટેક્ટરની મદદથી, ડાઇવર હોસ્કીંગે રિંગ શોધી કાઢીને કપલને અર્પણ કરી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!