કોરોના વેક્સીન ના લેવી પડે એટલે લોકો ચલાવે છે ગજબનું ભેજું, વાંચો તો ખરા કેવા બહાના બતાવીને મોં પર પાડી દે છે ચોખ્ખી ના

દેશમાં જ્યારથી કોવિડનું રસીકરણ અભિયાન શરૂ થયું છે, ત્યારથી જયપુરની કાંવટિયા હોસ્પિટલમાં નર્સ ભવાની બેવડી ભૂમિકા ભજવી રહ્યા છે. એક બાજુ તેણી પોતાની નર્સ તરીકેની ફરજ નિભાવી રહ્યા છે તો બીજી બાજુ તેણી પોતાના સાથીઓને કોવેક્સિન લગાવવા માટે પ્રેરિત કરી રહ્યા છે. તેમણે શનિવારે કોવેક્સીનનો પહેલો ડોઝ લીધો પણ તેમના સાથી તેને લેવાથી ખચકાઈ રહ્યા છે. ભવાની શર્મા પોતાની આખી હોસ્પિટલમાં પોતાના સાથીઓને જણાવી રહ્યા છે કે ‘મને કોઈ સાઇડ ઇફેક્ટ્સ નથી.’ રસીકરણ અભિયાન શરૂ થયું તેને હવે એક અઠવાડિયુ થવા આવશે પણ હેલ્થકેર વર્કર્સમાં કોવેક્સીન લગાવવાને લઈ ખચકાટ દેખાઈ રહ્યો છે. કેટલાક તો એવા વિચિત્ર બહાના બનાવી રહ્યા છે કે ન પુછો વાત. તેમના આ ખચકાટને દૂર કરવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતે શુક્રવારે મેદાનમાં ઉતરી રહ્યા છે. તેઓ વારાણસીના હેલ્થ વર્કર્સ સાથે બપોરના સમયે વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા વાત કરવા જઈ રહ્યા છે. ચાલો જાણીએ કોવેક્સીનથી બચવા માટે લોકો કેવા કેવા બહાના બનાવી રહ્યા છે.

કો વેક્સિન નઈ લેવા માટે આવા-આવા બહાના બનાવી રહ્યા છે !

image source

બેંગલુરુ નગર મહાનગર પાલિકાના એક હેલ્થ ઓફિસરના જણાવ્યા પ્રમાણે, તેમને ઓછામાં ઓછા 20 એવા હેલ્થ વર્કર્સ મળ્યા છે જેમણે રસી લગાવવા માટે નાટક કર્યું છે. એક જાણકારી પ્રમાણે, ‘એક મેડિકલ અદિકારીએ તો નર્સને કહ્યું કે તે તેના બાવડા પર ખાલી રૂ લગાવીને પકડી રાખે જેથી કરીને બધાને લાગે કે તેણે રસી લગાવડાવી છે.’

image source

હૈદરાબાદના સરકારી દવાખાના, પ્રાયમરી હેલ્થ સેન્ટર્સનો 10-15 ટકા સ્ટાફ 16 જાન્યુઆરીએ કામ પર નોહોત આવ્યો જેથી કરીને તેઓ કો વેક્સિનથી બચી શકે. કેટલાક લોકો રજા પર છે તો વળી કેટલાકે તો તે દિવસે ઇમર્જન્સીમાં રજા લઈ લીધી હતી જેથી કરીને તેમને રસી ન લગાવવી પડે.

દિલ્લીમાં અરધાથી વધારે લોકોને હજુ પણ રસી પર વિશ્વાસ નથી

image source

એક સર્વેમાં દિલ્લેના 53 ટકા લોકો એવું માને છે કે તેમને કોરોનાની વેક્સિન લેવામાં ખચકાટ થાય છે. જ્યારે દિલ્લીના 44 ટકા લોકો પ્રમાણે વેક્સીનેશન કાર્યક્રમમાં તેમનો વારો આવતા જ તેઓ વેક્સિન લેશે. લોકલ સર્કલ્સના ઓનલાઈન સર્વેમાં એવો દાવો કરવામા આવ્યો છે. લોકલ સર્કલ ઓક્ટોબર 2020થી કોવિડ વેક્સીનને લઈ લોકોની પ્રતિક્રિયાઓ માંગી રહ્યા છે. આ સર્વેમાં દિલ્લીના 7762 લોકોએ ભાગ લીધો છે. હવે કોવિડ-19ની વેક્સીન આવી ગયા બાદ દિલ્લીના 53 ટકા લોકો આ વેક્સીનને હાલ લેતા ખચકાટ અનુભવી રહ્યા છે.

image source

તો વળી 44 ટકા લોકો કહી રહ્યા છે કે તેઓ વેક્સિન લેવા માટે સંપુર્ણ રીતે તૈયાર છે. તો વળી 3 ટકા લોકોએ કહ્યું છે કે વેક્સીનને તે જ સમયે લઈ લેશે જ્યારે તે પ્રાઇવેટ હોસ્પિટલમાં તેમના માટે ઉપલબ્ધ થશે. 53 ટકા લોકોએ કહ્યું છે કે તેઓ હજુ રાહ જોશે ત્યાર બાદ કોઈ નિર્ણય લેશે.

આ ખચકાટનું મોટું કારણ ભય છે

image source

મુંબઈમાં જેજે હોસ્પિટલમાં કોવેક્સિનના નોડલ અધિકારી ડો. લલિત સાંખેએ કહ્યું, ‘કેટલોક ખચકાટ છે. અમે એવું પણ જોયું છે કે લોકો સ્પષ્ટ ના પાડી રહ્યા છે. જો કે કો-વિન એપમાં ગડબડ પણ એક કારણ છે. અમે લોકોને સમયસર જણાવી નથી શક્યા.’ એમ્સ પટનામાં સિનિયર રેસિડેન્ટ ડોક્ટર વિનય કુમારે કહ્યું, ‘કેટલાક ડોક્ટર અને પીજી સ્ટુડન્ટ્સ પણ વેક્સિન લેવા તૈયાર નથી કારણ કે વેક્સિનની ત્રીજી ટ્રાયલ હજુ શરૂઆતના સ્ટેજ પર છે. ફાઇનલ ટ્રાયલ બાદ, ઓછામાં ઓછી કોવિશિલ્ડની એફેકસી 70% આસપાસ તો છે.’ પૂણે જિલ્લા હોસ્પિટલના એક અધિકારીએ કહ્યું કે હેલ્થ વર્કર્સમાં એક ભાવના એ પણ છે કે તેમનો ‘ગિની પિગ’ તરીકે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

સર્વેમાં હેલ્થ વર્કર્સના મૂડની જાણ થઈ

image source

ભારતમાં તે છ શહેરોમાં જ્યાં કોવેક્સિન ઉપલબ્ધ કરાવવામાં આવી છે ત્યાં એક સર્વે કરવામાં આવ્યો. અને તેમાં કોઈ પણ એકમાં વેક્સિન લગાવવાવાળાના ટકા 50 % થી વધારે નથી જોવા મળ્યા. મંગળવારની સાંજ સુધીમાં પટના અને જયપુરમાં સૌથી વધારે 49% વર્કર્સ કોવેક્સીન લઈ ચુક્યા હતા. કોવિશીલ્ડ લેનારાઓની સંખ્યા ક્યાંય વધારે છે.

પી.એમ મોદી જાતે હેલ્થવર્કર્સને જાગૃત કરશે

image source

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વારાણસીના વેક્સીન મેળવનાર અને વેક્સીન લગાવનારાઓની વચ્ચે વાત કરશે. વિડિયો કન્ફરન્સિંગ દ્વારા થનારી આ વાતચીતમાં પીએમ ‘વેક્સીનને લઈ ખછકાટ’ પર વાત કરશે. આ વાતચીતમાં પ્રધાનમંત્રી હેલ્થ વર્કર્સના અનુભવોને જાણશે અને ફીડબેક પણ લેશે. બીજીબાજુ, સ્વાસ્થ્ય મંત્રાલયે પણ એક જાગૃતિ અભિયાન તૈયાર કર્યું છે જેના દ્વારા રસીના સુરક્ષિત અને અસરકારક હોવાને લઈને જાગૃતિ ફેલાવવામાં આવશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત