ભાઈ ભાઈ શું સમજદારી છે, ચાર શહેરમાં કોરોના કરફ્યુ અને છતાં ભાજપના નેતાઓ કરી રહ્યા છે સરેઆમ રેલી

હાલમાં કોરોનાએ એવો સપાટો બોલાવ્યો છે કે બધામાં ડર છે. ત્યારે લોકો ઘરની અંદર રહે અને કોરોના વધારે ન ફેલાય એ માટે સરકાર પણ નવા નવા પગલાં લઈ રહી છે અને કર્ફ્યૂ લાદી રહી છે. હાલની પરિસ્થિતિ પ્રમાણે અમદાવાદ સહિત ગુજરાતમાં કોરોનાના કેસો વધતાં ચાર શહેરોમાં કર્ફ્યૂ લાદવામાં આવી રહ્યો છે. ત્યારે ભાજપના નવા ચૂંટાયેલા ધારાસભ્ય અને સરકારના મંત્રી બિંદાસ્ત રેલીઓ યોજીને ભીડ ભેગી કરી રહ્યા છે. એટલું જ નહીં વડાપ્રધાન અને મુખ્યમંત્રીના માસ્ક પહેરવાના આદેશનું સરેઆમ ઉલ્લંઘન કરી રહ્યાં છે.

image source

જો આજની જ વાત કરાવામાં આવે તો ભાજપના ધારાસભ્ય આત્મારામ પરમારની રેલીમાં જોડાયેલા મંત્રી ગણપત વસાવા બેફામ બનીને જનતામાં કોરોના વહેંચતા હોય તેમ અભિવાદન ઝીલતા હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વધારે વિગતે વાત કરીએ તો ભાજપના ધારાસભ્યનો સત્કાર સમારોહ માંડવીની કરંજ ગામની સ્કૂલમાં યોજવામાં આવ્યો હતો. જેમા ભાજપના ધારાસભ્ય આત્મારામ પરમાર, ગણપત વસાવા પહોંચ્યા હતા. ધારાસભ્ય આત્મારામ પરમાર અને ગણપત વસાવાએ સત્કાર સમારોહને લઇને રેલી યોજી હતી.

image source

રેલીમાં શું શું થયું એના વિશે મળતી માહિતી પ્રમાણે આ રેલી ખુલ્લી જીપમાં ડીજેના તાલે યોજવામાં આવી હતી. જેમા માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના જાહેરમાં ધજાગરા ઉડ્યા હતા. તે સિવાય સ્વાગત સમારોહમાં ભાજપના કાર્યકરો દ્વારા ફટાકડા ફોડવામાં આવ્યા હતા. માત્ર આજે જ નહીં, આ તો ભાજપના નેતાઓનું રોજનું થયું છે. કારણ કે આ અગાઉ વિધાનસભાની 8 બેઠકોની પેટાચૂંટણી દરમિયાન પણ ભાજપના નેતાઓ ભાન ભુલીને કોરોનાની ગાઈડ લાઈનના ધજાગરા ઉડાડ્યા હતાં. જેમાં ભાજપના નેતાના પ્રચાર કાર્યક્રમમાં ભીડ ભેગી કરી સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યાની ઘટના ગઢડામાં બની છે. તો બીજી તરફ ગઢડામાં કોંગ્રેસના કાર્યક્રમમાં પણ સોશિયલ ડિસ્ટન્સના લીરે લીરા ઉડ્યા હતાં. અમરેલીના ચલાલામાં ભાજપના કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ થતો જોવા મળ્યો હતો.

હાલમાં ગુજરાતમાં કોરોનાની સ્થિતિ

image source

રાજ્યમાં પહેલીવાર એક જ દિવસમાં 1515 કેસ નોંધાયા છે અને હજી સ્થિતિ વણસે તેવા એંધાણ છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 9 મોત અને 1271 દર્દી સાજા થઇને ઘરે ગયા છે. આ સાથે જ અત્યારસુધીમાં કુલ કેસનો આંકડો 1 લાખ 95 હજાર 917 થયો છે. જ્યારે મૃત્યુઆંક 3846 થયો છે. તો અત્યારસુધીમાં કુલ 1 લાખ 78 હજાર 786 દર્દી ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં હાલ 13285 એક્ટિવ કેસ છે. જેમાંથી 95 વેન્ટિલેટર પર અને 13190 દર્દીની હાલત સ્થિર છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં કોરોના કેસ સતત વધી રહ્યા છે. ત્યાં જ રાજ્યના મોટા ભાગના શહેરોમાં તો કોરોના મહામારી ફાટી નીકળી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. હવે ગુજરાતી પ્રજાને કોરોના મહામારીનો અસલ ચહેરો જોવા મળી રહ્યો છે. રાજ્યના ત્રણ શહેરોમાં રાત્રી કરફ્યૂ લાદી દેવામાં આવ્યું છે. આ સાથે જ અમદાવાદમાં 57 કલાકનું કરફ્યૂ ચાલી રહ્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : દિવ્યભાસ્કર)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત