પાલિકા પ્રમુખ હતા ત્યારથી ભુપેન્દ્ર પટેલ ખાય છે આ દુકાનનું જ પાન, નામ જાણીને તમે પણ ચોંકી જશો

રવિવારે ગુજરાતને નવા મુખ્યમંત્રી મળ્યા છે ત્યારથી સતત તેમના વિશે ચર્ચાઓ થઈ રહી છે. અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારના ધારાસભ્ય ભુપેન્દ્ર પટેલ રાજ્યના મુખ્યમંત્રી બન્યા છે ત્યારે સૌ કોઈ તેમના વિશે વધુને વધુ જાણવા માંગે છે. જો કે નવા મુખ્યમંત્રી પણ તેમના આધ્યાત્મિક સ્વભાવ, શોખ, રાજકીય કારર્કિદીને લઈ ચર્ચામાં છે પરંતુ તેમના વિશે વધુ એક જાણકારી સામે આવી છે. જે ખૂબ રસપ્રદ છે અને સાબિત કરે છે કે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ એકદમ સરળ સ્વભાવના છે.

ભૂપેન્દ્ર પટેલ મેમનગર નગરપાલિકાના પ્રમુખ હતા તે સમયના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ચેતન સંઘવી
image source

ગુજરાતના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મેમનગર નગરપાલિકાના સભ્ય અને પછીથી પાલિકાના પ્રમુખ તરીકે સૌથી પહેલી જવાબદારી સંભાળી હતી. ખૂબ જ ટુંકા ગાળામાં તેઓ પાલિકા પ્રમુખથી રાજ્યના મુખ્યમંત્રી પદ સુધી પહોંચ્યા છે.

ભૂપેન્દ્ર પટેલ મેમનગર પાલિકાના પ્રમુખ હતા ત્યારે અમિત શાહ સાથે
image source

તેઓ વર્ષ 2017માં ઘાટલોડિયાની બેઠક પરથી વિધાનસભાની ચુંટણી લડ્યા હતા અને જીત્યા હતા હવે જ્યારે 2022ની ચૂંટણી આવી રહી છે ત્યારે તેઓ મુખ્યમંત્રી પદના દાવેદાર બન્યા છે.

વિકાસ પાન પાર્લરના બનતાં પાન વર્ષોથી ભૂપેન્દ્ર પટેલ ખાય છે
image source

રાજકીય કારર્કિદીમાં સતત લોકોના વિકાસના કાર્યો કરવાની ધૂન સાથે આગળ વધતાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે નગરપાલિકાના પ્રમુખ બન્યા ત્યારથી આજ સુધી બે વિકાસને વળગી રહ્યા છે. એક વિકાસ રાજ્યનો અને બીજું વિકાસ પાન પાર્લર. જી હાં સીએમ ભુપેન્દ્ર પટેલ નવરંગપુરામાં આવેલા વિકાસ પાન પાર્લરના પાન ખાવાના શોખીન છે. આજે પણ તેઓ ત્યાં જ પાન મંગાવે છે અને ખાય છે. જો કે તેઓ પાલિકા પ્રમુખ હતા ત્યારે ત્યાં રૂબરુ જતા પરંતુ ધારાસભ્ય બન્યા બાદ જવાબદારી વધી જતાં તેઓ ત્યાં રુબરુ જઈ શકતા નથી પરંતુ અહીંથી આજે પણ તેમના પાનના પાર્સલ જાય છે.

image source

તેઓ પાન ખાવા મિત્રો સાથે જતા અને તેમના સરળ સ્વભાવથી સૌકોઈ પ્રભાવિત હતા. જો અત્રે જણાવી દઈએ કે આપણા સીએમ સાદું પાન ખાવાના શોખીન છે. તેઓ મસાલાવાળું પાન નથી ખાતા. મહત્વનું છે કે સીએમને વર્ષ 2004માં રાજ્યની નગરપાલિકાઓમાં ઈ ગવર્નન્સ બાબતે શ્રેષ્ઠ નગરપાલિકા એવોર્ડ પણ મળ્યો હતો. આમ સતત વિકાસ તરફ આગળ વધવાનો દ્રષ્ટિકોણ ધરાવતા ભુપેન્દ્ર પટેલ હવે રાજ્યના મુખ્યમંત્રી પદે બેસી ગુજરાતની વિકાસ યાત્રાને આગળ વધારશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : દિવ્યભાસ્કર )

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!