વિજ્ઞાન અને આસ્થાએ કેવી રીતે બચાવ્યો 57 વર્ષીય દર્દીનો જીવ, 4 કલાકની બ્રેન સર્જરીમાં દર્દીએ કર્યું આ કામ

જયપુર ખાતેથી એક અનોખી ઘટના સામે આવી છે. અહીંની એક મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલમાં વિજ્ઞાન અને આસ્થાનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. અહીં 57 વર્ષીય સેનાથી નિવૃત્ત થયેલા હવલદારની એક જટીલ બ્રેન સર્જરી કરવામાં આવી હતી. રિડમલ રામ નામના વ્યક્તિ સમગ્ર ઓપરેશન દરમિયાન ભાનમાં જ હતા અને તેની સર્જરી કરવામાં આવી. આ વાત સાંભળીને પણ ધ્રુજી જવાય તેવામાં આ દર્દીને હિંમત આપી ગાયત્રી મંત્રએ.

image source

સર્જરી પહેલા દર્દીની હાલત એવી હતી કે તેને વારંવાર આંચકી આવી જતી, ક્યારેક તેને સંભળાવવાનું બંધ થઈ જતું. આ સમસ્યા શા માટે થાય છે તેના વિશે જાણવા માટે ડોક્ટરોએ ટેસ્ટ કર્યા અને જાણવા મળ્યું કે દર્દીને લો ગ્રેડ બ્રેન ટ્યૂમર છે. મગજના સ્પીચ એરિયામાં બ્રેન ટ્યૂમર એવી જટીલ જગ્યા પર હતું કે દર્દીની બોલવાની ક્ષમતા પણ જઈ શકે અથવા તો તે લકવાગ્રસ્ત થઈ શકે તેવું જોખમ હતું.

image source

આવી સ્થિતિમાં દર્દી નારાયણા હોસ્પિટલમાં દાખલ થયો અને જ્યાં સીનિયર ન્યૂરો સર્જન તેમજ બ્રેન ટ્યૂમર સર્જરી એક્સપર્ટના માર્ગદર્શનમાં તેમની જટિલ સર્જરી કરવામાં આવી. આ ઓપરેશન સફળ રહ્યું અને દર્દીના ટ્યૂમરને દૂર કરવામાં આવ્યું. આ ઓપરેશન દરમિયાન દર્દી સતત ભાનમાં હતા. આ સર્જરી 4 કલાક ચાલી અને તે દરમિયાન દર્દી સતત ગાયત્રી મંત્રનો જાપ કરી રહ્યો હતો.

image source

મગજની જોવાની અને બોલવાની તેમજ શરીરની મુખ્ય ગતિવિધિઓને નિયંત્રિત કરતો જે ભાગ હોય છે ત્યાંથી આ ટ્યૂમરને કાઢવામાં આવ્યું હતું. આ ટ્યૂમર અવેક કૈનિયોટોમી નામની ટેકનીકથી કાઢવામાં આવ્યું. આ કેસમાં ટ્યૂમર એવી જગ્યાએ હતું જ્યાંથી શરીરની ગતિવિધિઓ નિયંત્રિત થતી હોય છે. તેથી તેને કાઢવું પણ પડકારરૂપ હતું.

image source

સર્જરી દરમિયાન ડોક્ટરો સતત દર્દીને તેના હાથની આંગળીઓ હલાવવા, શરીરના અંગ હલાવવા, વાત સાંભળવા જેવા આદેશ કરતા હતા. જેથી સર્જરી દરમિયાન પણ દર્દીની પ્રતિક્રિયા પર નજર રાખી શકાય. આ કેસમાં દર્દીના ગાયત્રી મંત્રનો જાપ કરવા અને આંગળીઓ હલાવવા કહેવામાં આવતું. આ રીતે 4 કલાક સુધી સર્જરી ચાલી અને ગાયત્રી મંત્રના જાપ પણ ચાલતા રહ્યા.

image source

જો કે આ પહેલા વર્ષ 2018માં એક 30 વર્ષના દર્દીના બ્રેન ટ્યૂમરનું સફળતા ઓપરેશન કરવામાં આવ્યું હતું. તે સમયે તે દર્દીએ હનુમાન ચાલીસાના પાઠ કર્યા હતા. આ અનોખી ન્યૂરો સર્જિકલ પ્રક્રિયાને અવેક કૈનિયોટોમી કે અવેક બ્રેન સર્જરી કહેવામાં આવે છે. આવી સર્જરી રેર કેસમાં જ થતી હોય છે.