માતા બની કુમાતાઃ ઓનલાઈન અભ્યાસમાં ધ્યાન ન આપતા આવેશમાં આવીને પુત્રની કરી હત્યા

કોરોનાના કારણે છેલ્લા 2 વર્ષ જેટલા સમયથી બાળકો ઓનલાઈન જ અભ્યાસ કરી રહયા છે. જો કે ઓનલાઈન ક્લાસ ઘરે ચાલુ થવાથી માતાપિતાની ચિંતા વધી ગઈ છે. મોટાભાગના માતાપિતાની ફરિયાદ હોય છે કે બાળકો ઘરે બેસીને બરાબર અભ્યાસ કરતાં નથી. તેવામાં બાળકો બરાબર ભણે તે માટે માતાપિતાને બરાબર તેમના પર નજર રાખવી પડે છે. આવી સ્થિતિમાં ક્યારેક માતાપિતા બાળકો પર ગુસ્સે પણ થઈ જાય છે.

જો કે મહારાષ્ટ્રમાં એક ઘટના એવી બની છે જેમાં એક માતા તેના બાળક પર એટલી ગુસ્સે થઈ કે તેની હત્યા જ કરી નાખી. હત્યા પણ માત્ર એટલા માટે કે બાળક ઓનલાઈન અભ્યાસ માં બરાબર ધ્યાન આપતો ન હતો. જાણીને લોકો પણ આશ્ચર્યમાં મુકાય જાય છે કે માત્ર સાડા ત્રણ વર્ષના બાળકને ન ભણવા બદલ તેની માતાએ મોતને ઘાટ ઉતારી દીધો.

મહારાષ્ટ્રના નાસિકમાંથી એક હત્યા અને આત્મહત્યાની ઘટના પ્રકાશમાં આવી છે. અહેવાલ છે કે અહીં એક મહિલાએ કથિત રીતે તેના પુત્રનું ગળું દબાવીને હત્યા કરી હતી. આ અંગે જાણવા મળી રહ્યું છે કે, આ મહિલાનો દીકરો ઓનલાઈન અભ્યાસ કરતો ન હતો તેના કારણે મહિલા ગુસ્સામાં હતી. મહિલાએ તેના પુત્રની હત્યા કર્યા બાદ ખુદ પણ ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. પોલીસે માહિતી આપી છે કે તેમને ઘટનાસ્થળ પરથી એક સુસાઈડ નોટ પણ મળી છે.

નાસિકમાં રહેતી એક મહિલાએ તેના સાડા ત્રણ વર્ષના પુત્રને ઓનલાઈન અભ્યાસ ન કરવા બદલ મારી નાખ્યો છે. આ પછી તેણે પોતે પણ સોમવારે રાત્રે 9:30 વાગ્યે આત્મહત્યા કરી લીધી હતી. કહેવામાં આવી રહ્યું છે કે ઘટના બની તે સમયે મહિલાના માતા -પિતા પણ ઘરે હાજર હતા. પોલીસને મળેલી સ્યૂસાઈડમાં લખેલું છે કે તેના મૃત્યુ માટે કોઈને જવાબદાર ન ઠેરવવા. સાથે જ તેના દીકરાની હત્યા પણ તેણે જ કરી છે. આ નોટ સાથે રુમમાં માતા અને પુત્ર બંનેના મૃતદેહ મળ્યા હતા.

મહિલાએ પુત્રની હત્યા કરી રુમ અંદરથી બંધ કરી આત્મહત્યા કરી લીધી હતી. બાળકના મૃતદેહના નાકમાંથી લોહી નીકળેલું જણાયું હતું તેથી અનુમાન છે કે માતાએ પિતાના મોઢા પર તકીયો દબાવી તેની હત્યા કરી હતી. આમ કર્યા બાદ તેણે પણ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.

ઘટનાની તપાસ કરતી પોલીસનું કહેવું છે કે સોમવારે સાંજે 5 કલાક આસપાસ આ ઘટના બની હતી. સાંજે માતાએ પુત્રનું મોઢું તકિયાથી દબાવી હત્યા કરી અને પછી રાત્રે પોતે પણ આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટનાથી ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.