વિજય રૂપાણી પહેલા ભાજપના આ મુખ્યમંત્રીઓએ પણ અચાનક આપ્યું હતું રાજીનામું, જાણો કોણ છે લિસ્ટમાં સામેલ

સંવત્સરીના જ દિવસે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે. આગામી વર્ષે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે, આવી સ્થિતિમાં વિજય રૂપાણીના રાજીનામાને ભાજપ માટે મોટો આંચકો માનવામાં આવી રહ્યો છે. જો કે રૂપાણીએ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું કેમ આપ્યું તે હજુ સુધી જાણી શકાયું નથી. રૂપાણીના રાજીનામાંથી ગુજરાતમાં રાજકીય વાતાવરણ ગરમાયું. હવે નવા મુખ્યમંત્રી કોણ બનશે તેની અટકળો પણ વધવા લાગી છે.

image source

મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, મારા જેવા પક્ષના કાર્યકર્તાને મુખ્યમંત્રી પદની જવાબદારી આપવા બદલ હું ભારતીય જનતા પાર્ટીનો આભાર વ્યક્ત કરું છું. મારા કાર્યકાળ દરમિયાન વડાપ્રધાન મોદી તરફથી વિશેષ માર્ગદર્શન મળતું રહ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ ગુજરાતે એક નવા આયામને સ્પર્શ કર્યો છે.

image source

રૂપાણીએ કહ્યું કે હવે મને જે પણ જવાબદારી મળશે તે હું નિભાવીશ. હવે ગુજરાતની 2022ની ચુંટણી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં લડાશે. વિજય રૂપાણીનું રાજીનામું ગુજરાત માટે મોટો આંચકો છે પરંતુ ભાજપ માટે આ નવી વાત નથી. કારણ કે છેલ્લા 5 માસ દરમિયાન પાંચમા રાજ્યના મુખ્યમંત્રી બદલાયા છે.

image source

5 મહિનામાં દેશના 5 રાજ્યોના મુખ્યમંત્રી ભાજપે બદલાવ્યા છે. ગુજરાત પહેલા ઉત્તરાખંડમાં 2-2 વખત મુખ્યમંત્રી બદલી ચુક્યા છે. ભાજપે બદલ્યા હોય તેવા મુખ્યમંત્રીમાં વિજય રૂપાણીની સાથે બી એસ યેદિયુરપ્પા, તીર્થ સિંહ રાવત, સર્વાનંદ સોનેવાલનો પણ સમાવેશ થાય છે. આ તમામને અચાનક મુખ્યમંત્રી પદ ચાલુ કાર્યકાળ દરમિયાન છોડવું પડ્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!