WHO અને FDAના વૈજ્ઞાનિકોને બધાને વેકસીનના બુસ્ટર ડોઝ આપવા અંગે આપી સલાહ.

દુનિયાની સામાન્ય વસ્તી માટે કોવિડ 19 વેકસીનના બુસ્ટર ડોઝની જરૂર નથી. યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનના બે મુખ્ય અધિકારિઓ અને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના ઘણા મુખ્ય વૈજ્ઞાનિકોએ એક મેડીકલ જર્નલમાં પબ્લિશ થયેલા એક આર્ટિકલમાં આ વાત કહી છે. વૈજ્ઞાનિકોર કહ્યું કે બુસ્ટર ડોઝના ઉપયોગને યોગ્ય ઠેરવવા માટે વધુ પુરાવાની જરૂર છે. આ અમેરિકન સરકારના આવતા સપ્તાહથી ફુલલી વેકસીનેટેડ લોકોને ત્રીજો ડોઝ આપવાની યોજના કરતા ઊલટું છે.

image source

વાત જાણે એમ છે કે યુએસ સરકારની યોજના ફૂલી વેકસીનેટેડ અમેરિકન નાગરિકોને બૂસ્ટર ડોઝ આપવાની છે. જો કે, આ માટે હેલ્થ રેગ્યુલેટર્સની મંજૂરી લેવાની બાકી છે. કોરોના વાયરસના ડેલ્ટા વેરિએન્ટને કારણે કોવિડ -19 ના કેસો વધી રહ્યા છે. આવી સ્થિતિમાં, રાષ્ટ્રપતિ જો બાઈડેનનું પ્રશાસન ચિંતિત છે કે જે લોકોને રસી આપવામાં આવી છે તેઓ હવે સંક્રમિત થઈ રહ્યા છે. એના પરથી ખ્યાલ આવે છે કે રસીકરણ કરાયેલા લોકોનું રક્ષણ સમય જતાં ઘટી રહ્યું છે. આને કારણે, વહીવટીતંત્ર ઇમ્યુનિટી તૈયાર કરવા માટે બુસ્ટર ડોઝ પર ભાર આપી રહ્યા છે.

image source

WHOને તર્ક આપ્યો છે કે દુનિયાભરમાં પહેલા ડોઝ માટે હજી પણ વેકસીનની જરૂર છે. લાસેન્ટ મેડિકલ જર્નલમાં વૈજ્ઞાનિકોએ લખ્યું છે કે બુસ્ટર ડોઝ અને બુસ્ટર ડોઝ લગાવવાના સમયને લઈને કોઈપણ નિર્ણય પર્યાપ્ત ક્લિનિકલ અને મહામારી વિજ્ઞાન ડેટા કે પછી બન્ને પર આધારિત હોવું જોઈએ. આ ડેટા એ વાતને બતાવે છે કે એમના કારણે ગંભીર બીમારીઓમાં ઘટાડો થઈ રહ્યો છે. એમને કહ્યું કે જોખમ લાભ મૂલ્યાંકન એ વાત પર આધારિત હોવું જોઈએ કે બુસ્ટર ડોઝના કારણે કેટલા કોવિડ કેસ ઓછા થાય છે. એ સિવાય શુ બુસ્ટર ડોઝ હાલના વેરીએન્ટ વિરુદ્ધ સુરક્ષિત અને અસરકારક છે.

image source

વૈજ્ઞાનિકોએ લખ્યું છે કે હાલમાં હાજર પુરાવે જણાવે છે કે સામાન્ય વસ્તીને બુસ્ટર ડોઝ આપવાની જરૂર નથી કારણ કે ગંભીર બીમારીઓ વિરુદ્ધ વેકસીન અસરકારક છે. અમુક દેશોએ કોવિડ 19 બુસ્ટર અભિયાન શરૂ કર્યું છે.

image source

એમ ઇઝરાયલ પણ સામેલ છે. આ દેશોએ અમુક ડેટા આપ્યા છે જેને ધ્યાનમાં રાખીને બાઇડન પ્રશાસનએ વધારાનો બુસ્ટર ડોઝ આપવાનો પ્લાન બનાવ્યો છે. આ આર્ટિકલ દ્વારા વૈજ્ઞાનિકોનું એવું કહેવું છે કે આ પ્લાન દ્વારા અમુક લોકો લાભ લેવા માંગે છે.