જુહી ચાવલાએ પોતાની આ વાત છુપાવી રાખી હતી ખૂબ લાંબા સમય સુધી, અને પછી કર્યું હતુ કંઇક એવું કે…

બોલીવુડની ચુલબુલી હસીના જુહી ચાવલાના લાખો ફેન્સ છે પણ વાત જ્યારે પર્સનલ લાઈફની આવે છે તો જુહી ચાવલા પોતાની અંગત જિંદગી મીડિયા સાથે શેર નથી કરતી. એટલે સુધી કે જુહી ચાવલાએ પોતાના લગ્નની વાત પણ ઘણા સમય સુધી છુપાવી રાખી હતી. આખરે જુહી ચાવલાએ પોતાના લગ્નની વાત કેમ છુપાવી અને કેવી રીતે ખુલ્યું જુહીના લગ્નનું રહસ્ય. ચાલો જાણી લઈએ.

image soucre

વર્ષ 1984માં મિસ ઇન્ડિયા બનનારી જુહુ ચાવલા એક સફળ અભિનેત્રી અને ફિલ્મ નિર્માતા પણ છે જુહી ચાવલા પોતાના કરિયર અને પર્સનલ લાઈફને ખૂબ જ સારી રીતે મેનેજ કર્યું છે. પંજાબના અંબાલામાં 13 નવેમ્બર 1967ના રોજ જુહીનો જન્મ થયો હતો.કોલજમાં અભ્યાસ દરમિયાન જુહીએ એમ જ ફેમિના મિસ ઇન્ડિયાનું ફોર્મ ભર્યું અને એમનું સિલેક્શન થઈ ગયું. એટલું જ નહીં જુહીએ આ કોન્ટેસ્ટ જીતી પણ લીધો અને આ રીતે એ મિસ ઇન્ડિયા બની ગઈ. એ પછી જુહી મિસ યુનિવર્સ કોમ્પટીશન માટે વિદેશ પણ ગઈ અને ત્યાં મિસ યુનિવર્સ કોન્ટેસ્ટમાં બેસ્ટ નેશનલ કોસ્ચ્યુમ પુરસ્કાર પણ જીતી.

image soucre

એ પછી જુહીની બોલીવુડમાં એન્ટ્રી થઈ. જુહીએ પોતાના કરિયરની શરૂઆત મલ્ટિસ્ટારર ફિલ્મ સલતનતથી કરી હતી પણ એમને સફળતા 1988માં આમિર ખાન સાથે આવેલી ફિલ્મ કયામત સે કયામત તકથી મળી. આ ફિલ્મ એટલી મોટી હિટ સાબિત થઈ કે જુહી રાતોરાત સ્ટાર બની ગઈ અને એમની ગણતરી હિન્દી સિનેમા પર રાજ કરતી અભિનેત્રીઓમાં થવા લાગી. જુહીને આ ફિલ્મ માટે બેસ્ટ ન્યુ ફેસનો એવોર્ડ મળ્યો.

image soucre

એ પછી જુહી ચાવલાએ ક્યારેય પાછું વળીને નથી જોયું. જુહી ચાવલાએ પ્રતિબંધ, સ્વર્ગ, બોલ રાધા બોલ, રાજુ બન ગયા જેન્ટલમેન, લુટેરે, આઈના, હમ હે રાહી પ્યાર કે, ડર, સાજન કા ઘર, યસ બોસ, ઇશ્ક, અર્જુન પંડિત, ડુપ્લીકેટ, ભૂતનાથ, ગુલાબ ગેંગ જેવી ઘણી મોટી ફિલ્મોમાં કામ કર્યું. એ પછી જુહીએ નિર્માતા બનવા તરફ પગલું ભર્યું અને શાહરૂખ ખાન, અજિજ મિર્જા સાથે ડ્રિમઝ અનલિમિટેડના બેનર હેઠળ ફિર ભી દિલ હે હિન્દુસ્તાની, અશોકા, ચલતે ચલતે જેવી ફિલ્મોનું નિર્માણ કર્યું.

image soucre

જુહી ચાવલાએ પોતાના એક ઇન્ટરવ્યૂમાં પોતાની લવ સ્ટોરી વિશે જણાવ્યું હતું. જુહીએ જણાવ્યું હતું કે બિઝનેસમેન જય મહેતાને એ કરિયરની શરૂઆતમાં મળી પણ એ પછી થોડા સમય સુધી બંને વચ્ચે કોઈ વાત ન થઈ. પછી જ્યારે એકવાર ફરી બંનેની મુલાકાત થઈ તો જય મહેતા ચુલબુલી જુહીના દીવાના થઈ ગયા. જુહી જ્યાં પણ જતી જય ત્યાં ફુલોનો બુકે અને પ્રેમભર્યા નોટ્સ લઈને પહોચી જતા.જુહીએ પોતાના એક ઇન્ટરવ્યૂમાં એ પણ કહ્યું હતું કે એમના જન્મદિવસે જય મહેતાએ એક ટ્રક ભરીને લાલ ગુલાબ મોકલ્યા હતા અને એને જોઈને એ ચોંકી ગઈ હતી. આટલો પ્રેમ કરનાર જીવનસાથી મળે તો કઈ છોકરી રાજી ન થાય. જુહીએ પણ જય મહેતાને પોતાના જીવનસાથી બનાવી લીધા અને 1995મા એમની સાથે લગ્ન કરી લીધા. આજે એમના બે બાળકો છે અને જુહી પોતાની ગૃહસ્થીમાં ખુશ છે જો કે જુહી ચાવલાના પતિ જય મહેતા એમની સુંદરતા સામે ફિક્કા લાગે છે પણ બંને વચ્ચે એટલો ગાઢ પ્રેમ છે કે બંનેની જોડી ક્યૂટ લાગે છે.

image soucre

જુહી ચાવલાએ પોતાના લગ્નની વાત ઘણા લાંબા સમય સુધી છુપાવી રાખી હતી અને જ્યારે એમના લગ્નની ખબર મીડિયા સુધી પહોંચી તો ઘણા લોકોને દિલ તૂટી ગયા હતા.જુહી ચાવલાના લાખો ફેન્સ એમના લગ્ન વિશે કઈ જ ન જાણી શક્યા. આખરે જુહી ચાવલાએ લગ્નની વાત કેમ છુપાવી રાખી? જુહી ચાવલાએ પોતાના એક ઇન્ટરવ્યૂમાં આ રહસ્ય પરથી પડદો હટાવ્યો હતો. જુહીએ જણાવ્યું હતું કે જ્યારે એમના લગ્ન થયા હતા ત્યારે લોકો પાસે ઈન્ટરનેટ નહોતું. એ સમયે ફોનમાં કેમેરા પણ નહોતા. કદાચ આ જ કારણ હશે કે એ સમયે જુહી ચાવલના લગ્નની ખબર લીક ન થઈ શકી. જુહીએ પોતાના ઇન્ટરવ્યૂમાં કહ્યું “મેં એ દરમિયાન મારી ઓળખ બનાવવાનું શરૂ કર્યું હતું અને હું એ સમયે સારું એવું કામ કરી રહી હતી. મને ડર હતો કે લગ્નની ખબરથી મારુ કરિયર ડૂબી શકે છે. હું મારું કરિયર જાળવી રાખવા માંગતી હતી અને લગ્નની વાત છુપાવવી એ મને વચ્ચેનો રસ્તો લાગ્યો એટલે મેં મારા લગ્નની વાત છુપાવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *