17 દિવસ બેંક બંધ રહેશે, ફટાફટ પતાવી લો બેંકિંગ વ્યવ્હાર

શું બેંકમાં તમારૂ એકાઉન્ટ છે..?

શું તમે બેંકમાં પૈસાની લેવડ દેવડ કરો છો..?

image source

જો ઉપરના બંન્ને સવાલ તમને અસર કરે છે તો આ માહિતી તમારા માટે ખૂબ જ અગત્યની છે.. કારણ કે આગામી દિવસોમાં 17 દિવસ બેંક બંધ રહેશે.. અને જો તમને તેની તારીખો ખબર હશે તો તમે બેંકિંગ વ્યવહારમાં અટવાશો નહીં..

આજથી નવરાત્રિનો નવલી નવરાત્રિનો પ્રારંભ થઇ ચૂક્યો છે.. અને હવે તહેવારોની હારમાળા સર્જાશે.. માટે બેંકિંગ વ્યવસ્થામાં પણ મીની વેકેશન જેવો માહોલ ઉપસ્થિત થઇ રહ્યો છે.. નવરાત્રિના તહેવાર સહિત કુલ 17 દિવસ બેંકોમાં રજા રહેશે.. માટે તમે તમારા નાણાંકિય વ્યવ્હારનુ પ્લાનિંગ કરી શકો છો..

image source

RBI દ્વારા 17માંથી 13 દિવસની રજા મંજૂર કરી દીધી છે.. આવો જાણીએ કઇ કઇ તારીખે કઇ જગ્યાએ બેંક બંધ રહેશે..

12 ઓક્ટોબર – દુર્ગાપૂજા અને મહાસપ્તમીના કારણે અગરતલા અને કોલકત્તામાં બેંકો બંધ રહેશે

13 ઓક્ટોબર – દુર્ગાપૂજાની મહાઅષ્ટમીના કારણે કોલકત્તા, અગરતલા, ભૂવનેશ્વર, ગાંગટોક, ગુવાહાટી, પટના અને રાંચીમાં બેંક બંધ રહેશે..

14 ઓક્ટોબર – મહાનવમીના કારણે અગરતલા, ભૂવનેશ્વર, ગાંગટોક, ગુવાહાટી, કાનપુર, લખનૌ, શિલોંગ, શ્રીનગર, તિરૂવંતપુરમ, પટના અને રાંચીમાં બેંક બંધ રહેશે..

15 ઓક્ટોબર – દેશના ઇમ્ફાલ અને શિમલામાં બેંક બંધ રહેશે

image souurce

16 ઓક્ટોબર – ગાંગટોકમાં બેંકો બંધ રહેશે

17 ઓક્ટોબર – રવિવારના કારણે દેશભરની બેંકો બંધ રહેશે

19 ઓક્ટોબર – ઇદ એ મિલાદના કારણે અમદાવાદ, બેલાપુર, ભોપાલ, ચેન્નઇ, હૈદરાબાદ, દહેરાદૂન, જમ્મુ, કાનપુર, ઇમ્ફાલ, કોચ્ચિ, લખનૌ, મુંબઇ, નાગપુર, દિલ્હી, રાયપુર, રાંચી, શ્રીનગર, અને તિરૂવંતપુરમમાં બેંકો બંધ રહેશે..

20 ઓક્ટોબર – વાલ્મિકી જ્યંતિના કારણે ચંડીગઢ, અગરતલા, બેંગ્લુરૂ, શિમલા અને કોલકત્તામાં બેંકો બંધ રહેશે

22 ઓક્ટોબર – પહેલી જુમ્માના કારણે જમ્મૂ અને કાશ્મીરમાં બેંકો બંધ રહેશે

23 ઓક્ટોબર – ચોથો શનિવાર હોવાથી દેશભરની બેંકો બંધ રહેશે

24 ઓક્ટોબર – બેંકોમાં રવિવારની રજા હશે

26 ઓક્ટોબર – જમ્મૂ અને શ્રીનગરમાં બેંકો બંધ રહેશે

31 ઓક્ટોબર – રવિવારના કારણે બેંકો બંધ રહેશે

image source

બેંકો બંધ રહેવાથી નાણાંકિય વ્યવ્હાર અટવાઇ જાય છે. અને માટે જ આ જાણકારી તમારા બેંકિંગ વ્યવ્હારને અસર ન કરે તે માટે જરૂરી છે. જો આપણને અગાઉથી બેંકો ક્યારે બંધ રહેશે તેની જાણકારી હોય તો આપણે આપણાં પ્લાનિંગ તે મુજબના કરીએ.. અને જેના કારણે આપણે નાણાંકિય બાબતોમાં નિશ્ચિંત થઇ જઇએ