ગુજરાતમાં પેટ્રોલ 100ને પાર, જાણો તમારા શહેરમાં કેટલા રૂપિયાનો ભાવ

છેલ્લા ઘણાં દિવસોથી જે ચિંતા હતી.. હવે તે સામે આવી ગઇ છે.. ગુજરાત પણ અન્ય રાજ્યોની જેમ પેટ્રોલના ભાવમાં સદી ફટકારી ચૂક્યુ છે.. ગુજરાતના કેટલાક શહેરોમાં તો ચારેક દિવસ અગાઉ જ પેટ્રોલના ભાવ 100ને આંબી ગયા હતા.. ત્યારે હવે બાકીના રહ્યા સહ્યા જિલ્લાઓએ પણ સદી ફટકારી દીધી છે.. અમદાવાદમાં પણ પેટ્રોલ 100ને પાર પહોંચી ગયું.. પેટ્રોલિયમ પેદાશોમાં સતત થઇ રહેલા ભાવ વધારાની સીધી અસર મોંઘવારી પર પડે છે.. અને જેના થકી લોકોના ઘરનુ બજેટ ખોરવાઇ જાય છે.. ગુરૂવારે ફરી એકવાર પેટ્રોલના ભાવમાં 30 પૈસાનો અને ડીઝલના ભાવમાં 38 પૈસાનો વધારો થયો.. અને નવર્સ 99માં રહેલો પેટ્રોલનો ભાવ 100ને પાર કરી ગયો.. અમદાવાદના પેટ્રોલ પંપ પર ગુરૂવારે પેટ્રોલ 100 રૂપિયા અને 8 પૈસે વેચાયું.. જો કે આ વાત HP, ઇન્ડીયન ઓઇલ અને ભારત પેટ્રોલિયમના પંપની છે.. પરંતુ શેલ, એસ્સાર અને રિલાયન્સના પેટ્રોલ પંપ પર તો પેટ્રોલે સદી ક્યારની ફટકારી દીધી છે.. ગુજરાતના અલગ અલગ જિલ્લાની વાત કરીએ તો ચાર મેટ્રો સીટી પૈકી અમદાવાદમાં પેટ્રોલ 100.08 રૂપિયે પ્રતિ લિટર, વડોદરામાં 100.07 રૂપિયે પ્રતિ લિટર વેચાઇ રહ્યું છે.. તો રાજકોટ અને સુરત પણ જલ્દીથી આ હરોળમાં આવી જશે.. પાટનગર ગાંધીનગરમાં પણ પેટ્રોલ 100.22 રૂપિયે પ્રતિ લિટર વેચાઇ રહ્યું છે..

સૌથી મોંઘુ પેટ્રોલ ભાવનગરમાં

image source

પેટ્રોલની સદી ફટકારવામાં ત્રણ જિલ્લા મોખરે હતા ભાવનગર, બોટાદ અને અરવલ્લી.. અને હાલ પેટ્રોલનો સૌથી વધુ ભાવ પણ ભાવનગરમાં જ છે.. ભાવનગરના પેટ્રોલ પંપ પર અત્યારે પેટ્રોલ 102 રૂપિયે અને 22 પૈસે વેચાઇ રહ્યું છે.. ત્યારબાદ ગીર સોમનાથનો ક્રમ આવે છે.. ગીર સોમનાથમાં પેટ્રોલ 101.95 પૈસે વેચાઇ રહ્યું છે.. તો અમરેલી, અરવલ્લી, વલસાડ, અને દાહોદમાં પેટ્રોલ 101થી વધુના ભાવે વેચાઇ રહ્યું છે.

પેટ્રોલમાં સદી વટાવી જનારા જિલ્લાઓની યાદી

image source

શહેર -પેટ્રોલ પ્રતિલિટર

અમદાવાદ- 100.08

ગાધીનગર- 100.22

અમરેલી- 101.61

અરવલી- 101.13

આણંદ -100.40

બનાસકાંઠા -100.89

ભરૂચ- 100.22

ભાવનગર- 102.22

બોટાદ- 100.90

છોટાઉદેપુર- 100.35

દાહોદ- 101.06

દ્વારકા -100.16

image source

ગીર સોમનાથ -101.95

જૂનાગઢ -100.74

ખેડા -100.36

મહિસાગર- 100.50

મહેસાણા -100.32

મોરબી- 100.94

નર્મદા- 100.27

નવસારી- 100.75

પંચમહાલ -100.16

પાટણ- 100.57

image source

સાબરકાઠા- 100.48

સુરેન્દ્રનગર- 100.29

તાપી -100.37

ડાંગ- 100.37

વડોદરા -100.07

વલસાડ- 101.11