આ સરળ અને ઘરેલૂ ઉપાયોથી મળશે સફેદ વાળથી ફટાફટ છૂટકારો, કરી લો ટ્રાય

આઝકાલની ફાસ્ટ લાઈફમાં લોકોને સ્કીન અને હેર સંબંધી અનેક સમસ્યાઓ જોવા મળે છે. આ સાથે જ પ્રદૂષણ અને ખાવા પીવાની ખરાબ આદતોના કારણે તેઓ સ્ટ્રેસ પણ અનુભવે છે. આ સ્ટ્રેસના કારણે તેઓ નાની ઉંમરે જ સફેદ વાળની સમસ્યામાં પણ ફસાઈ જાય છે. માનસિક તણાવ અને અનહેલ્ધી લાઈફના કારણે સફેદ વાળને લઈને વ્યક્તિઓ શરમ પણ અનુભવે છે. આ સાથે અનેક વાર તમે તેને કલર કરો છો તો તે કલરમાં રહેલા કેમિકલ્સના કારણે તમને નુકસાન થવાની સાથે સાથે બીમારીઓનો ભય પણ રહે છે. જો તમે સફેદ વાળથી પરેશાન રહો છો તો આ ન્યૂઝ તમારા માટે કામના છે.

image source

તમે એવા કેટલાક ઘરેલૂ ઉપાયોને ટ્રાય કરી શકો છો કે જેની મદદથી તમે ઓછા ખર્ચે સરળતાથી તમારા વાળને કાળા, સિલ્કી અને ગ્રોથમાં પણ સારા રાખી શકો છો. તો આ સાથે તેનાથી તમારા વાળ ફરીથી કાળા પણ થશે. તો જાણો કયા છે આ ખાસ ઉપાયો અને તમે તેને કેવી રીતે અને કેટલી વખત યૂઝ કરી શકો છો તે વિશે પણ.

દહીં

image source

વાળની કોઈ પણ સમસ્યા હોય દહીં લાભદાયી માનવામાં આવે છે. તમે દહીં અને ટામેટાને એક સાથે ક્રશ કરી લો. તેમાં થોડું લીંબુ મિક્સ કરો અને નીલગીરીનું તેલ પણ ભેળવી લો. આ બધાને સારી રીતે મિક્સ કરીને તેનાથી વાળની માલિશ કરો. આવું અઠવાડિયામાં તમે 2-3 વાર કરી શકો છો. આ ઉપાયની મદદથી તમે સફેદ વાળને તો રોકી શકો છો અને સાથે જ તેનાથી તમારા વાળ પણ મજબૂત બને છે.

આદુ અને મધ

image source

આદુને પીસીને મધની સાથે મિક્સ કરો. આ પેસ્ટને અઠવાડિયામાં 2 વાર વાળમાં લગાવો. તે તમારા સફેદ વાળને ધીરે ધીરે ઓછા કરશે અને તમને લાભ થશે. તેની કોઈ સાઈડ ઈફેક્ટ થવાનો ડર પણ રહેશે નહીં.

નારિયેળ તેલ અને કપૂર

image source

નારિયેળનું તેલ કે જૈતૂનનું તેલ સામાન્ય ગરમ કરો અને તેમાં 4 ગ્રામ કપૂર મિક્સ કરો. જ્યારે કપૂર અને તેલ સારી રીતે મિક્સ થાય તો તેને માથામાં માલિશ કરો. આ સફેદ વાળને ઘટાડવાનો એક જાદુઈ નુસખો છે.

દૂધી અને નારિયેળનું તેલ

વાળને કાળા કરવા માટે આ ખાસ નુસખો માનવામાં આવે છે. દૂધીને નારિયેળ તેલને ઉકાળી લો અને પછી આ તેલને ગાળી લો. હવે તેનાથી જ તમારા માથામાં સ્કલ્પમાં માલિશ કરો. તેનાથી સફેદ વાળની સમસ્યાથી રાહત મળશે.

આમળાનો આ રીતે કરો ઉપયોગ

image source

આમળા વાળની દેખરેખ માટે સારા માનવામાં આવે છે. તેના માટે તમે સૂકા આમળાને પાણીમાં ઉકાળી લો અને ત્યાં સુધી ગરમ કરો જ્યાં સુધી પાણી અડધું ન થાય, હવે આ પાણીમાં મહેંદી અને લીંબુનો રસ મિક્સ કરીને તેને વાળ પર લગાવો. આમ કરવાથી તમને જલ્દી સફેદ વાળથી છૂટકારો મળી જશે.

image source

અહીં આપવામાં આવેલા ઘરેલૂ ઉપાયો અજમાવવા માટે તમારે વધારે ખર્ચ કરવાનો રહેતો નથી. આ સાથે સારી વાત એ છે કે તે તમામ વસ્તુઓ નેચરલ હોવાના કારણે તમને સાઈડ ઈફેક્ટ થવાનો કે અન્ય કોઈ મુશ્કેલીનો ભય પણ રહેતો નથી, તો હવે તમે પણ કેમિકલ વાળી પ્રોડક્ટ્સના બદલે આ ખાસ પ્રોડક્ટની મદદથી તમારા સફેદ વાળને ફટાફટ કાળા કરી લો તે જરૂરી છે.