ધનતેરસની રાહ જોયા વગર આજે જ લઈ લો સોનું, વધી શકે છે ભાવ

તહેવારો અને લગ્નની સિઝનની માંગના કારણે આગામી મહિનાઓમાં દેશની સોનાની આયાતમાં વધુ વધારો થવાની ધારણા છે. જેના કારણે સોનાના ભાવમાં વધારો જોવા મળી શકે છે. કોઈપણ રીતે, સોનાના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. સાથે જ સોનાની આયાત પણ વધી રહી છે. તમને જણાવી દઈએ કે એપ્રિલ-સપ્ટેમ્બર 2021 દરમિયાન સોનાની આયાત લગભગ 24 અબજ ડોલર સુધી પહોંચી હતી. ચાલુ ખાતાની ખાધ (CAD) પર તેની અસર છે.

image source

GJEPC એ કહ્યું કે છેલ્લા છ મહિના દરમિયાન આયાતમાં વધઘટનો ટ્રેન્ડ રહ્યો છે અને તે કોવિડ પહેલાના વર્ષોના આંકડાઓ સાથે સમાન છે. GJEPC એ જણાવ્યું હતું કે મે (12.98 ટન) અને જૂન (17.57 ટન) -2021 માં સોનાની આયાત બીજા વિનાશક કોવિડ લહેરથી ખરાબ રીતે પ્રભાવિત થઈ હતી, જેના કારણે દેશવ્યાપી લોકડાઉન થયું હતું. જેમ્સ અને જ્વેલરી સહિત ઘણા ઉદ્યોગોને અસર થઈ. જીજેઇપીસીએ જણાવ્યું હતું કે ઓગસ્ટમાં આયાતમાં વધારો થયો છે. મહિના દરમિયાન આયાતનો આંકડો 118.08 ટન રહ્યો હતો. સોનાની આયાત માટે આ બીજો સૌથી મોટો આંકડો છે.

image souurce

GJEPC ના ચેરમેન કોલિન શાહે જણાવ્યું હતું કે જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર 2021 દરમિયાન આયાતમાં વધારો લોકડાઉન હટાવવા, સ્થાનિક અને નિકાસની માંગમાં સુધારો અને તહેવારોની સીઝનની શરૂઆતને કારણે છે, પરિણામે ઉત્પાદનોની માંગમાં તીવ્ર વધારો થયો છે. બીજી બાજુ, IIFL ના વાઇસ પ્રેસિડેન્ટ (કોમોડિટી એન્ડ કરન્સી) અનુજ ગુપ્તા અનુસાર, સોનાની માંગમાં વધારો થવાને કારણે સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. ધનતેરસ પહેલા સોનાની કિંમત પ્રતિ દસ ગ્રામ રૂપિયા 49 હજારની નજીક પહોંચી શકે છે. તો બીજી ઈંફ્લેશનમાં વધારો થવાના કારણે રોકાણકારોનો રસ સોના તરફ જઈ રહ્યો છે. જેના કારણે કિંમતમાં વધારાના સંકેત મળતા દેખાઈ રહ્યા છે.

image source

બુધવારે સ્થાનિક વાયદા બજારમાં મજબૂત હાજર માંગ વચ્ચે સોનાના ભાવ 269 રૂપિયા પ્રતિ 10 ગ્રામ વધીને 47,549 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયા હતા. જ્યારે ટ્રેડિંગ સેશન દરમિયાન સોનાનો ભાવ 47576 રૂપિયા પ્રતિ ગ્રામ સાથે દિવસની ઉંચી સપાટીએ ગયો હતો. બજારના વિશ્લેષકોએ જણાવ્યું હતું કે સહભાગીઓ દ્વારા નવી પોઝિશનની ખરીદીના કારણે સોનાના વાયદાના ભાવમાં વધારો થયો હતો. વૈશ્વિક સ્તરે ન્યૂયોર્કમાં સોનાના ભાવ 0.50 ટકા વધીને 1,779.40 ડોલર પ્રતિ ઓન્સ રહ્યા છે.

image source

બુધવારે વાયદાના વેપારમાં ચાંદીના ભાવ પ્રતિ કિલોગ્રામ રૂ. 65,000 ને પાર કરી ગયા હતા કારણ કે સહભાગીઓએ મજબૂત હાજર માંગ પર તેમની સ્થિતિ વધારી હતી. સાંજે 6.30 વાગ્યે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર ચાંદીના ભાવ રૂપિયા 700 વધીને 65,150 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગયા. જ્યારે આજે ટ્રેડિંગ સેશન દરમિયાન ચાંદી પણ 65,240 રૂપિયા પ્રતિ કિલો સાથે દિવસની ઉંચી સપાટીએ પહોંચી હતી. વૈશ્વિક સ્તરે ન્યૂયોર્કમાં ચાંદી 0.41 ટકા વધીને 23.98 ડોલર પ્રતિ ઓન્સ હતી.