કેન્દ્ર સરકારે નિવૃત્ત કર્મચારીઓ માટે કરી મહત્વની જાહેરાત, જાણો કોને મળશે કેટલો ફાયદો

કેન્દ્ર સરકારે 1 જાન્યુઆરી 2020થી 30 જૂન 2021 વચ્ચે નિવૃત્ત થયેલા સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થા અંગે મહત્વની જાહેરાત કરી છે. નાણામંત્રાલયે કેશ પેમેન્ટ અને ગ્રેચ્યુઈટી જાહેર કરી છે જેનો લાભ આ સમયગાળા દરમિયાન નિવૃત્ત થયેલા કર્મચારીઓને થશે. એટલે કે નિવૃત્ત થયેલા કર્મચારીઓની દિવાળી આ વર્ષે સુધરી જવાની છે.

image source

નાણા મંત્રાલયે કરેલી ટ્વીટ અનુસાર જાન્યુઆરી 2020થી જૂન 2021 દરમિયાનના સમયમાં નિવૃત્ત થયેલા કર્મચારીઓના મોંઘવારી ભથ્થાંની પણ જાહેરાત કરવામાં આવી છે.

આવા કર્મચારીઓ માટે ગ્રેચ્યુઈટી અને લિવ ઇનકેશમેન્ટને લઈને મેમોરેન્ડમ પણ જાહેર કરવામાં આવ્યું છે.

આ જાહેરાત અનુસાર ઉપરોક્ત કાર્યકાળમાં મોંઘવારી ભથ્થું બેઝિક સેલેરીનું 17 ટકા રહેશે. જણાવી દઈએ કે આ પહેલા જાન્યુઆરી 2020માં મોંઘવારીમાં ભથ્થાંમાં કરવામાં આવેલા 4 ટકાના વધારા અને ત્યારબાદ જુલાઈ 2020માં કરવામાં આવેલા 3 ટકાના વધારાને જોડી અને મોંઘવારી ભથ્થું 28 ટકા કરવામાં આવ્યું છે.

image source

નાણા મંત્રાલયે જાહેર કરેલી વિગતોમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે 1 જાન્યુઆરી 2020 થી 30 જૂન 2021 સુધીમાં નિવૃત્ત થયેલા કેન્દ્રીય કર્મચારીઓ અને પહેલાથી જ નિવૃત્ત કર્મચારીને રજાના બદલામાં ગ્રેચ્યુઇટી અને કેશ પેમેન્ટ વન ટાઈમ રિટાયરમેન્ટ લાભ પણ આપવામાં આવશે.

image source

આ જાહેરાતથી નિવૃત્ત કર્મચારીઓને મોટો લાભ થશે. આ ગણિતને ઉદાહરણ દ્વારા સમજીએ તો જો કોઈ કર્મચારી નિવૃત્ત થયો તે પહેલા તેની સેલેરી 50 હજાર રૂપિયા આસપાસ હતી તો તેને રિટાયરમેંટ ફંડ તરીકે મળતી ગ્રેચ્યુટી અને લીવ ઈન્કેશમેન્ટની રકમ અંદાજે દોઢ લાખ રૂપિયા વધી જાય છે.