જાણો એક્સેસાઇઝ કરવાથી શરીરને થતા આ ફાયદાઓ વિશે, જે ઘટાડશે તમારો સોજો અને સાથે આ તકલીફો પણ કરશે દૂર

વૈજ્ઞાનિકો દ્વારા કસરત કરવાના બીજા ફાયદાઓ પણ જણાવ્યા છે. ડ્યુક યુનીવર્સીટી તરફથી કરવામાં આવેલ રીસર્ચમાં જણાવ્યા મુજબ, જો આપે આપના શરીરમાં આવતા સોજાથી બચાવવું હોય તો કસરત કરવી જોઈએ.

image source

સ્નાયુઓને સક્રિય રાખવા જોઈએ. વૈજ્ઞાનિક નેનડ બર્સેકના જણાવ્યા મુજબ, સ્નાયુઓ યોગ્ય રીતે કાર્ય કરે અને નબળાઈ ઘટાડવા માટે કસરત કરવી આવશ્યક બની જાય છે.

લેબમાં મસલ્સ તૈયાર કરીને સમજાવ્યું.

image source

પ્રો. નેનડ બર્સેકના જણાવ્યા મુજબ, રિસર્ચની શરુઆતમાં અમે લેબમાં આર્ટીફીશીયલ મસલ્સ બનાવવામાં આવ્યા. ત્યાર પછી મસલ્સને ખરાબ રીતે પ્રભાવિત કરવા અને ઈન્ટરફેરોન ગામાની અસર જોવા મળે છે. આ પ્રયોગના પરિણામ સામે આવ્યું છે કે, જો સ્નાયુઓને મજબુત અને સક્રિય રાખવામાં આવે છે તો તે ઈન્ટરફેરોન ગામાને બ્લોક કરવામાં મદદ કરી શકે છે. આથી કસરત કરીને મસલ્સને સક્રિય અને મજબુત રાખવા જરૂરી હોય છે.

મસલ્સ માટે કસરત કરવી કેમ જરૂરી છે?

image source

એક્સપર્ટસના જણાવ્યા મુજબ, કસરત કરવાથી સ્નાયુઓમાં મજબુતાઈ આવે છે અને હાડકાને નુકસાન અથવા ઈજા પહોચવાનો ખતરો ઘટી જાય છે. કસરત કરવાથી સ્નાયુઓમાં રક્ત સંચાર વધારે સારી રીતે થાય છે અને ઓક્સિજનને ઉપયોગ કરવાની ક્ષમતામાં પણ વધારો થાય છે. ઉમર વધવાની સાથે સ્નાયુઓમાં નબળાઈ આવવાનું જોખમ ઓછું થઈ જાય છે.

મજબુત સ્નાયુઓ અને હાડકા માટે રીબાઉંન્ડીંગ એરોબિક એકસરસાઈઝ

image source

રિરિબાઉન્ડીન્ગએ એરોબિક એકસરસાઈઝનો એક પ્રકાર છે. જેને ટ્રેમ્પોલીન પર કરવામાં આવે છે. એરોબિક એકસરસાઈઝમાં ઘણા બધા પ્રકારના પ્રયોગો આપ કરી શકો છો. નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ રીબાઉંન્ડીંગ એન્ડ હેલ્થના એક્સપર્ટ એલ્બર્ટ ઈ. કાર્ટર દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે, ‘રીબાઉંન્ડીંગ એકસરસાઈઝ’ અત્યાર સુધીની મોસ્ટ પાવરફુલ એકસરસાઈઝ છે. વર્ષ ૨૦૧૮માં પ્રકાશિત કરવામાં આવેલ એક રીસર્ચ પ્રમાણે, સપ્તાહમાં ફક્ત ત્રણ દિવસ ૧૫થી ૨૦ મિનીટ સુધી આ એકસરસાઈઝ કરવાથી આપને ફાયદા મળવાના શરુ થઈ જાય છે.

image source

જો આપ ૩૦ મિનીટ સુધી રીબાઉંન્ડીંગ વર્કઆઉટ કરી રહ્યા છો તો આ આપની ૨૦૦ કેલેરી બર્ન કરે છે. જયારે પણ આપ ટ્રેમ્પોલીનની ખરીદો કરો ત્યારે આ વાતનું ખાસ ધ્યાન રાખવું કે, ટ્રેમ્પોલીનની ક્ષમતા ૧00 કિલો થી ૧૧૩ કિલો જેટલું વજન ઊંચકવાની હોવી જરૂરી છે. આ વર્કઆઉટ કરવા માટે આપે ટ્રેમ્પોલીન પર સંતુલન જાળવતા કુદવાનું હોય છે. જો આપ આ એકસરસાઈઝ પહેલીવાર કરી રહ્યા છો તો આપે કોઈ એક્સપર્ટ પાસેથી તેની ટ્રેનીંગ લેવી જોઈએ.

શરીરના સ્નાયુઓ અને હાડકાને મજબુત બનાવે છે.

image source

આપે આ એકસરસાઈઝ અઠવાડિયામાં પાંચ દિવસ સુધી રીબાઉંન્ડીંગ એકસરસાઈઝ કરવાથી સ્નાયુઓ અને હાડકા મજબુત બનવા લાગે છે. તેનાથી આપના શરીરમાં લચીલાપણું આવવાની સાથે જ બોડીનું સંતુલન જાળવતા પણ શીખી શકાય છે. આ કસરત કરવાથી આપના પેટ, પગ અને પીઠના સ્નાયુઓ ટોન્ડ બને છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત