શું તમારું વાહન ચોરાઇ ગયુ છે? તો ટેન્શન કર્યા વગર આજે જ પહેલા આ વાંચી લો

જો આપનું વાહન ચોરાઈ ગયું હોય તો આપે તરત જ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી દેવી જોઈએ, નહિતર આપ ચોરી, લુંટ, દારૂની ખેપ મારવા જેવા ઘણા બધા ગંભીર ગુનાઓમાં આપ સંડોવાઈ શકો છો. વર્ષ ૨૦૨૧ની શરૂઆત થતા જ શહેરમાં ચોરી, લુંટની જે ઘટનાઓ બની છે તેમાં લુટારુ ટોળકીઓ દ્વારા ચોરીના વાહનોનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનો ઘટસ્ફોટ થઈ ગયો છે, એટલા માટે જયારે પણ આપનું વાહન ચોરાઈ જાય ત્યારે આપે તરત જ પોલીસ સ્ટેશનમાં જઈને પોલીસને જાણ કરી દેવી જ આપના માટે હિતાવહ રહેશે.

image source

-લુંટારુઓ ચોરી કરેલ બાઈકનો ઉપયોગ કરીને ઘટનાને અંજામ આપ્યો છે.

-પ્રકાશ મોદી દ્વારા પ્રતિકાર કરવામાં આવતા લુંટારુઓ દ્વારા માર મારવામાં આવ્યો.

-લુંટારુઓ પૈસા ઝુંટવીને ભાગી ગયા હતા આ સાથે જ બે રાઉન્ડ ફાયરીંગ પણ કર્યું હતું.

image source

શહેરમાં રોજેરોજ સંખ્યાબંધ વાહનોની ચોરી થઈ રહી છે, જેમાંથી કેટલાક વાહનોની ફરિયાદ નોંધવામાં આવે છે જયારે કેટલાક વાહનોની ફરિયાદ નોંધવામાં આવતી જ નથી. ઉપરાંત કેટલીક વાર ચોરાઈ ગયેલ વાહનોની ફરિયાદ પણ ઘણી મોડી કરવામાં આવે છે.

આ વાતનો સીધો જ ફાયદો ચોરી કરનાર ગેંગ ઉઠાવી લેતા હોય છે. જેના લીધે નિર્દોષ વ્યક્તિઓ પોલીસના સંકજામાં આવી અય છે અને ગુનેગારો લુંટનો માલ લુંટીને ભાગી શકે તેવી રીતનું આયોજન કરીને અમદાવાદમાં આવેલ ઠક્કર બાપા નગર અને નિકોલ વિસ્તારમાં લુંટના બનાવને અંજામ આપવામાં આવ્યો હતો. એટલું જ નહી ન્યુ રાણીપ વિસ્તારમાં થયેલ ૪૫ લાખ રૂપિયાની ચોરીના કેસમાં પણ ચોરી કરેલ બાઈકનો ઉપયોગ કર્યો હોવાનું સામે આવ્યું છે.

પ્રકાશ મોદી દ્વારા વિરોધ કરવામાં આવતા તેમને માર મારવામાં આવ્યો.

image source

રવિવારના મોડી રાતના સમયે અમદાવાદમાં આવેલ નિકોલ એરિયાના ઉમિયા ચોકમાં આવેલ વિરલ ગોલ્ડ પેલેસમાં લુંટનો બનાવ બન્યો હતો. વિરલ ગોલ્ડ પેલેસના માલિક પ્રકાશ મોદી જેઓ પોતાની દુકાનને બંધ કરીને ઘરે જવા માટે નીકળી રહ્યા હતા ત્યારે જ ચાર લુંટારુઓ તેમની દુકાનમાં ઘુસી આવ્યા હતા અને લુંટ ચલાવી હતી, પરંતુ આ લુંટના બનાવ દરમિયાન દુકાનના માલિક પ્રકાશ મોદી દ્વારા વિરોધ કરવામાં આવતા લુંટારુઓએ પ્રકાશ મોદીને માર માર્યો હતો. પ્રકાશ મોદીની જવેલર્સ શોપ વિરલ ગોલ્ડ પેલેસ માંથી લુંટારુઓ અંદાજીત ૨.૫ લાખ રૂપિયા રોકડ સહિત અંદાજીત ૪ લાખ રૂપિયાના સોના- ચાંદીના દાગીનાની લુંટ કરીને ભાગી ગયા છે.

જયારે ઠક્કરબાપા નગર બ્રિજની નજીકમાં આવેલ પાન- મસાલાના જથ્થાબંધ વેપારીની દુકાન ગાયત્રી ટ્રેડર્સમાં ૩:00 વાગ્યાની સુમારે લુંટારુઓ આવે છે અને હિન્દી ભાષામાં બોલતા વેપારી પાસે રૂપિયાની માંગણી કરવા લાગ્યા હતા, જો કે, તે સમયે વેપારી દુકાનના કાઉન્ટર માંથી રૂપિયા બહાર કાઢીને ગણી જ રહ્યા હતા ત્યારે જ લુંટારુઓ આવી જાય છે અને પૈસા ઝુંટવી લીધા અને બે રાઉન્ડ ફાયરિંગ કરીને ભાગી ગયા હતા.

બાઈકને બિનવારસી મુકીને ભાગી જતા હતા.

image source

શનિવાર અને રવિવારના દિવસે થયેલ લુંટના કેસમાં ક્રાઈમ બ્રાંચ ટીમ દ્વારા પાંચ ગુનેગારોને ધરપકડ કરવામાં આવી છે, જેમાં ગુનેગારોએ એવી કબુલાત કરી છે કે, આ બંને લુંટ કરવા સમયે તેમણે ચોરી કરેલ બાઈકનો જ ઉપયોગ કર્યો છે. જે દિવસે તેઓ લુંટ કરવાના હોય તે જ દિવસે તેઓ બાઈકની ચોરી કરી લેતા હતા અને લુંટ કરી લીધા પછી બાઈકને બિનવારસી મુકીને ભાગી જતા હતા.

image source

સીસીટીવી ફૂટેજ પ્રમાણે આ બંને લુંટમાં જે પણ બાઈકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તે બાઈકના માલિકને પોલીસ દ્વારા પુછપરછ કરવામાં આવી હતી ત્યારે બાઈકના માલિકને લુંટનો ભોગ બનેલ વ્યક્તિઓને બતાવવામાં આવ્યા હતા. ત્યારે લુંટનો ભોગ બનેલ દુકાનદારોએ બાઈકના માલિકોને ઓળખવાથી મનાઈ કરી દીધી હતી. ત્યાર પછી પોલીસને જાણ થાય છે કે, આ લુંટારુ ગેંગ દ્વારા એ જ દિવસે બાઈકની ચોરી કરવામાં આવી હતી જે દિવસે દુકાનમાં લુંટ કરવાના હતા.

image source

જો બાઈકના માલિક દ્વારા તરત જ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી દેવામાં આવી હોત તો પોલીસ દ્વારા બાઈકના માલિકોની અટકાયત કરવામાં આવી હોત નહી. આ સિવાય ન્યુ રાણીપ વિસ્તારમાં થયેલ ૪૫ લાખ રૂપિયાની ચોરીના ચકચારભર્યા કેસનો ભેદ હજી સુધી ઉકેલાયો નથી, પણ પોલીસને તપાસ કરતા જાણવા મળ્યું કે, ન્યુ રાણીપ વિસ્તારમાં થયેલ ચોરીમાં પણ ચોરી કરાયેલ બાઈકનો જ ઉપયોગ કરવામાં આવ્યો છે. ઉપરાંત દારૂની ખેપ મારવા માટે પણ બુટલેગરો ચોરી કરેલ વાહનોનો ઉપયોગ કરે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત