Yamaha નું સ્કૂટર ખરીદવું હોય તો કરો ઉતાવળ, કંપની આપી રહી છે આટલા બધા ફાયદા

ધીમે ધીમે દેશમાંથી હવે કોરોના મહામારીનો પ્રભાવ ઓછી થતો જાય છે તેમ તેમ જનજીવન વળી પાછું તેની મૂળ સ્થિતિએ આવી રહ્યું છે. આ મુજબ ઓટોમોબાઇલ કંપનીઓ પણ હવે તેના પ્રોડક્ટ વેંચવા માટે કમર કસી રહી છે.

image source

Yamaha મોટરસાયકલની ઓફર્સમાં YZF-R15 વર્ઝન 3.0, Yamaha MT-15, Yamaha FZ25, Yamaha FZS 25, Yamaha FZ-S FI, Yamaha FZ FI, અને Yamaha FZ-X સહિત આખી રેન્જ શામેલ છે.

image source

Yamaha મોટર ઇન્ડિયાએ ઓગસ્ટ 2021 ના મહિનામાં સ્પેશિયલ ફેસ્ટિવ ઓફર્સની જાહેરાત કરી હતી. ઓફર હાલના સમયમાં ભારતની બજારમાં વેંચાણ માટે ઉપલબ્ધ કરાવવામાં આવેલ Yamaha ના સ્કૂટર રેન્જ પર છે. આ રેન્જમાં જેમ ઉપર વાત કરી તેમ Yamaha ના YZF-R15 વર્ઝન 3.0, Yamaha MT-15, Yamaha FZ25, Yamaha FZS 25, Yamaha FZ-S FI, Yamaha FZ FI, અને Yamaha FZ-X સહિત આખી રેન્જ શામેલ છે. કંપનીની આ ઓફર ચાલુ ઓગસ્ટ મહિનાના અંત સુધી એટલે કે 31 ઓગસ્ટ સુધી જ ઉપલબ્ધ છે. આ રેન્જમાં કંપનીનું નવું Yamaha ફસીનો 125 પણ શામેલ છે.

image source

FI હાઈબ્રીડ, Yamaha RayZR 125 FI, Yamaha RayZR Street Rally 125 FI અને Yamaha Fascino 125 FI ના નોન હાઈબ્રીડ વર્ઝન પર ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.

જો તમે પણ ઓગસ્ટ 2021 માં Yamaha કંપનીનું સ્કૂટર ખરીદવાનો પ્લાન કરી રહ્યા હોય તો તમારે માટે હાલ એક સારી તક છે કારણ કે કંપની હાલ ઓગસ્ટ મહિનામાં સ્કૂટર ખરીદનાર તેના ગ્રાહકને 2999 રૂપિયા સુધીની એક નિશ્ચિત ભેટ આપી રહી છે. અને સાથે સાથે ગ્રાહકને બમ્પર પુરસ્કાર જીતવાનો મોકો પણ મળી રહ્યો છે. એટલું જ નહીં ગ્રાહકને 20 હજાર રૂપિયા સુધીના એક્સ્ટ્રા બેનેફિટ પણ મળી રહ્યા છે.

image source

Yamaha Ray ZR 125 FI, Ray ZR Street Rally 125 FI અને સ્ટાન્ડર્ડ Fascino 125 FI પર Yamaha કંપની 3876 રૂપિયાના વીમા બેનેફિટ અથવા 999 રૂપિયાનું ઓછું ડાઉન પેમેન્ટ સાથે પેન ઇન્ડિયા ઓફર આપી રહી છે. તમિલનાડુ Yamaha 2999 રૂપિયાનું નિશ્ચિત ભેટ આપી રહી છે સાથે જ 35 હજાર રૂપિયા સુધીના રોમાંચક ઉપહાર જીતવા માટેની તક અથવા 1 લાખ રૂપિયાનો બમ્પર પુરસ્કાર જીતવાનો મોકો અને 20 હજાર રૂપિયાના એડિશનલ બેનેફિટ શામેલ છે.

Yamaha એ જાહેરાત કરી હતી કે આગામી સમયમાં કંપની ભારતમાં પોતાના દ્વિચક્રી વાહનોની આખી સિરીઝ માટે રોમાંચક ઓફરની જાહેરાત કરવાનું ચાલુ રાખશે. મોટરસાયકલના ઓફર્સમાં Yamaha YZF-R15 वर्जन 3.0, Yamaha MT-15, Yamaha FZ25, Yamaha FZS 25, Yamaha FZ-S FI, Yamaha FZ FI, અને Yamaha FZ-X સહિત આખી રેન્જ ઉપલબ્ધ કરવામાં આવશે.