જો તમેે પણ આ 4 લાકોને પૈસા આપતા હોવ તો હવેથી કરી દેજો બંધ, નહિં તો તમે થઇ જશો કંગાળ અને….

મિત્રો, મહાત્મા વિદૂરને મહાભારત કાળના મુખ્ય પાત્રોમાથી એક ગણવામા આવે છે. એવુ કહેવામા આવે છે કે, પ્રભુ શ્રીકૃષ્ણ પણ વિદૂરજીની સમજદારીના ઘાયલ હતા. આ જ કારણ છે કે, તે તેમને પોતાની બધી વાતો શેર કરતા હતા અને તેમની પાસેથી અમુક બાબતો અંગે યોગ્ય સલાહ પણ લેતા હતા.

image source

એવુ કહેવામા આવે છે કે, મહાત્મા વિદૂરે હસ્તિનાપુરના હિતમા અનેકવિધ મોટા નિર્ણય લીધા હતા. તેમણે પણ આચાર્ય ચાણક્યની જેમ નીતિઓ દ્વારા જીવન જીવવાની રીત અને જીવનના સાર અંગે સમજાવ્યુ હતુ. વિદૂરજીએ પોતાની એક નીતિમા એવા લોકોનો પણ ઉલ્લેખ કર્યો છે કે, જેમને તમે તમારુ ધન સોંપો તો તમારુ સર્વનાશ થઈ શકે છે. તો ચાલો જાણીએ કયા છે આ લોકો.

येऽर्थाः स्त्रीषु समायुक्ताः प्रमत्तपतितेषु च।

ये चानार्ये समासक्ताः सर्वे ते संशयं गताः ॥

આ શ્લોકનો અર્થ એવો થાય છે કે, આળસુ વ્યક્તિ, અધર્મી વ્યક્તિ, દુર્જન વ્યક્તિ અને સ્ત્રીના હાથમા સોંપેલી સંપત્તિ તમારી બરબાદી માટેનુ જવાબદાર કારણ બની શકે છે, તેથી તમારે વિશેષ સાવચેતી રાખવી જોઈએ. વિદુરજી જણાવે છે કે, પૈસા ક્યારેય પણ કોઈ આળસુ વ્યક્તિના હાથમા આપવા જોઈએ નહિ કારણકે, આળસુ વ્યક્તિ એ હમેંશા કોઈપણ કાર્ય ટાળતા રહે છે.

image source

ઘણીવાર તો સ્થિતિ એવી પણ સર્જાતી હોય છે કે, તે પોતાનુ કામ કોઈ બીજા વ્યક્તિ દ્વારા કરાવવાનો પ્રયાસ કરતા હોય છે. જો કોઈ અન્ય વ્યક્તિ તે કાર્ય કરે તો શક્ય છે કે તે જેટલા પૈસા ખર્ચ થવા જોઈએ, તેના કરતા પણ વધુ પૈસા ખર્ચ કરશે, જેના કારણે પૈસાનુ નુકશાન થવુ શક્ય છે.

image source

વિદુરજી એવુ પણ જણાવે છે કે, ક્યારેય પણ કોઈ અધર્મી કે અનીતિ પર ચાલતા લોકોને ધન સોંપવુ જોઈએ નહિ. વિદુર જણાવે છે કે, વ્યક્તિએ ક્યારેય પણ પોતાની સંપત્તિ કોઈ એવી વ્યક્તિને ના સોંપવી જોઈએ, જેની નિયત પર તમને થોડી ઘણી પણ શંકા હોય. તમને જે વ્યક્તિ પર વધારે પડતો વિશ્વાસ હોય તેને જ તમારા પૈસા આપો.

image source

વિદુર એવુ પણ જણાવે છે કે, નાણા ક્યારેય પણ વિકૃત માનસ ધરાવતા લોકોને આપશો નહી. જો તમે આવા લોકોના હાથમા તમારા પૈસા સોંપશો તો તે તમને પરત ક્યારેય પણ પરત મળશે નહી. આ સિવાય મહાત્મા જણાવે છે કે, સ્ત્રીઓ મનની ખુબ જ ચંચળ છે માટે આવી સ્થિતિમા ઘણીવાર વધારે પડતો ઉત્સાહ કે લાગણીવશ તે પૈસા ક્યા ખર્ચવા અને ક્યા નહીં તે અંગે વિચારી શકતી નથી. આવી સ્થિતિમાં ફાલતૂ પૈસા ખર્ચ થવાની શક્યતાઓ વધી જાય છે. મહાત્મા વિદુર જણાવે છે કે, જો તમે તેમને પૈસા સોંપવા માંગો છો તો સારુ રહેશે કે, તેમને પહેલાથી સમજાવવાનો પ્રયત્ન કરો કે આ પૈસાનો ઉપયોગ યોગ્ય જગ્યાએ કરો.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ