જો તમે પણ શિયાળામાં ડેન્ડ્રફથી હેરાન થઈ ગયા છો, તો આજે જાણી લો કઈ રીતે મેળવશો છુટકારો

જો તમે પણ શિયાળામાં ડેન્ડ્રફથી હેરાન થઈ ગયા છો, તો આજે જાણી લો કઈ રીતે મેળવશો છુટકારો. ઠંડીમાં રુક્ષતાના કારણે વાળમાં ખોડાની સમસ્યા વધી જાય છે. જો તમારા વાળમાં ખોડો થઈ ગયો હોય તો આજે અમે તમને કેટલાક ઉપાય જણાવીશું જેની મદદથી તમે તમારા વાળમાં થતા ખોડોથી છુટકારો મેળવી શકશો.

image source

2 ચમચી વીનેગરમાં 4 ચમચી પાણી ભેળવીને વાળના મૂળમાં લગાવો અને સારી રીતે માલિશ કરો. આવું કરવાથી રુક્ષતાથી છુટકારો મળી જાય છે.

image source

મેથીના દાણાને આખી રાત પલાળી રાખો. સવારે આ મેથીને પીસીને એમાં થોડું સરસવનું તેલ ભેળવી દો. અડધા કલાક સુધી સ્કાલ્પ તેમજ વાળમાં લગાવી મસાજ કરો. પછી તમારા વાળને શેમ્પૂથી ધોઈ લો. આવું કરવાથી ડેન્ડ્રફમાં તરત જ રાહત મળે છે. વાળમાં દહીં અને લીંબુનો હેર પેક લગાવો. એ માટે દહીં અને લીંબુ ભેળવી હેર પેક તૈયાર કરી લો અને એને તમારા વાળમાં લગાવો.

વાળમાંથી ખોડો હટાવવાનો આ ખૂબ જ સરળ અનવ અકસીર ઉપાય છે.

image source

એક બટાકાનો છૂંદો કરીને એનો રસ કાઢી લો. એમાં બે બે ટેબલસ્પૂન એલોવેરાનો પલ્પ અને મધ ભેળવીને સારી રીતે મિક્સ કરી લો. આ મિશ્રણથી વાળમાં થોડા મિનિટ સુધી મસાજ કરો અને લગભગ 2 કલાક પછી વાળને ધોઈ લો.

100 ગ્રામ આમળા, અરીઠા અને શિકાકાઈને બે લીટર પાણીમાં ઉકાળો, જ્યારે આ મિશ્રણ અડધું થઈ જાય તો એને શેમ્પુની જેમ ઉપયોગમાં લો. આવું કરવાથી વાળમાં ખોડોની સમસ્યાથી છુટકારો મળી જાય છે.

image source

લીંબુનો રસ અને નારિયેળના તેલને ભેળવીને વાળમાં લગાવો. 2 કલાક પછી વાળને ધોઈ લો. ખોડોથી છુટકારો મેળવવાનો આ એકદમ સરળ અને અસરકારક ઘરગથ્થુ ઉપાય છે.

લસણને આખી રાત નારિયેળના તેલમાં પલાળી રાખો.સવારે લસણને ટેલમાંથી કાઢી લો અને એની પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને તેલમાં મિક્સ કરી લો. હવે આ મિશ્રણને સ્કાલ્પમાં લગાવો અને એક કલાક પછી શેમ્પૂથી તમારા વાળ ધોઈ લો. શિયાળામાં વાળને આવી રીતે રાખો તંદુરસ્ત.

અઠવાડિયામાં 3થી 4 વાર વાળમાં તેલ લગાવીને સારી રીતે મસાજ કરો.

image source

વાળને ધોવા માટે સારી ક્વોલિટીના શેમ્પુનો જ ઉપયોગ કરો.આ ઉપરાંત શિયાળામાં અતિશય ગરમ પાણીને બદલે હુંફાળા પાણીથી જ તમારા વાળને ધુઓ.

શેમ્પુ કર્યા બાદ તમારા વાળને કન્ડિશનિંગ ચોક્કસથી કરો.

image source

શિયાળામાં રોજ શેમ્પુ ન કરો. હાર્સ કેમિકલ બેસ શેમ્પૂથી વાળને બચાવો.

image source

તમારા વાળને ડ્રાયરથી સુકવવાને બદલે કુદરતી રીતે જ સુકાવા દો.

વાળમાંથી ગૂંચ કાઢવા માટે મોટા દાંતા વાળા કાંસકાનો જ ઉપયોગ કરો. લીલા પાંદડા વાળા શાકભાજી, ફળ, દૂધ તેમજ અન્ય ડેરી પ્રોડક્ટ્સ, ડ્રાય ફ્રૂટ્સ વગેરેને તમારી ડાયટમાં સામેલ કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત