ભારતના લશ્કરના એક એવા બહાદુર, કે જેણે પોતાની માઉન્ટેડ જીપ વડે ઉડાવી દીધી હતી પકિસ્તાનની 7 પૈટન ટેન્કો

ભારતના ઇતિહાસમાં 10 સપ્ટેમ્બર 1965 ના દિવસને એક હીરોના બલિદાન માટે યાદ કરવામાં આવે છે. એ જ હીરો જેણે પાકિસ્તાની લશ્કરની એક મોટી ટુકડીને ઘૂંટણિયે પાડી દીધી. એ હીરો જેણે પોતાના જીવની પરવાહ કર્યા વિના માત્ર એક જીપ વડે પાકિસ્તાનની 7 ખતરનાક ટેન્કોને ઉડાવી દીધી હતી.

હા, તમે સાચું જ વાંચ્યું છે, એક નહિ સાત ટેન્ક અને તે પણ એક જીપ વડે. જેના શૌર્ય અને બહાદુરીએ દુશમનોની છાવણીમાં સોપો પાડી દીધો હતો. આ હીરો અન્ય કોઈ નહિ પણ પરમવીર ચક્ર વિજેતા વીર અબ્દુલ હમીદ મસઉદી (અબ્દુલ હમીદ) હતા. એ અબ્દુલ હમીદના પરાક્રમનું જ પરિણામ હતું કે જેના કારને 1965 ની લડાઈમાં પાકિસ્તાનને આપણે હરાવી શક્યા.

image source

વર્ષ 1965 ની આ વાત છે ભારત વિરુદ્ધ પાકિસ્તાને ઓપરેશન જિબ્રાલ્ટરની શરુઆત કરી. પાકિસ્તાનનો હેતુ ભારતને બે મોરચે ઘેરી લઇ હુમલો કરવાનો હતો. આ ઓપરેશન અંતર્ગત પાકિસ્તાની સેનાએ જમ્મુ કાશ્મીરમાં આતંકીઓની ઘુસપેઠ કરાવી અને પાકિસ્તાને ભારતને બીજા મોરચે ઘેરવાની શરૂઆત કરી. પરંતુ ત્યાં સુધીમાં ભારતને ગુપ્ત રીતે જાણ થઇ ગઈ હતી કે પાકિસ્તાન કાશ્મીર પર કબ્જો જમાવવા માંગે છે. ભારતને એ પણ માહિતી મળી કે પાકિસ્તાન હુમલા માટે પોતાના 30 હજાર જવાનોને ગોરીલા વોરની ટ્રેનિંગ આપી છે.

image source

8 સપ્ટેમ્બર 1965 ના દિવસે પાકિસ્તાને ભારત સામે યુદ્ધ છેડી દીધું. પાકિસ્તાન સેનાએ ખેમકરણ સેક્ટરમાં ઉસલ ઉતાળ ગામ પર હુમલો કર્યો. આ જંગ માટે પાકિસ્તાને કેટલી તૈયારી કરી હતી તેનો અંદાજો એ વાત પરથી જ આવી જાય છે કે પાકિસ્તાને આ જંગમાં અમેરિકન પૈટન ટેન્કો ઉતારી હતી. એ સમયે આ ટેન્કોને અપરાજિત માનવામાં આવતી . પાકિસ્તાનના આ ભીષણ હુમલાના જવાબમાં ભારતના જવાનો માત્ર 3 નોટ 3 રાયફલ અને એલએમજી અને ગન માઉન્ટેડ જીપ સાથે આપી રહ્યા હતા.

image source

8 સપ્ટેમ્બર 1965 ની સવારે અબ્દુલ હમીદની જીપ ચીમા ગામની બહાર શેરડીના ખેતરો પાસેથી પસાર થઇ રહી હતી અને અબ્દુલ હમિદ જીપમાં ચાલકની બાજુની સીટમાં બેઠા હતા. આ દરમિયાન તેને દૂરથી ટેન્કો આવતી હોય તેવો અવાજ સંભળાયો. થોડી વાર બાદ એ ટેન્કો દેખાવા પણ લાગી. વીર અબ્દુલ હમીદને મામલાની ગંભીરતા સમજતા વાર ણ લાગી અને તેઓ તરત જ પોતાની પોઝિશન લેવા લાગ્યા. તેઓએ પોતાની રિકોયલેસ ગનને ટેન્કો તરફ સેટ કરી. હવે એ વાતની જ રાહ હતી કે ક્યારે એ ટેન્કો ગનની રેન્જમાં આવે. થોડી વારમાં જ પાકિસ્તાની ટેન્કો ગનની રેન્જમાં આવી એટલે વીર અબ્દુલ હમીદની ગન માઉન્ટેડ આરસીએલ જીપે આગ ઓકવાનું શરુ કર્યું. અને જોતજોતામાં જ પાકિસ્તાનની સાત ટેન્કોનો કચ્ચરઘાણ નીકળી ગયો. વીર અબ્દુલ હમીદે પાકિસ્તાનની આર્ટિલરીને ધ્વસ્ત કરી નાખી હતી.

image source

અબ્દુલ હમીદને શેરડીના ખેતરોમાં પોઝિશન લેવાનો શરૂઆતમાં તો ફાયદો મળ્યો પરંતુ એ થોડી વાર સુધીનો જ હતો કારણ કે ત્યારબાદ પાકિસ્તાનની લશ્કરે અબ્દુલ હમીદની જીપ પર અંધાધૂંધ હુમલો કર્યો. આ હુમલામાં તેની જીપમાં સવાર ચાલકનું મૃત્યુ થયું પરંતુ અબ્દુલ હમિદ હિમ્મત ન હાર્યા અને સતત લડત આપી જેથી તેઓ થાકવા પણ લાગ્યા છતાં તેઓએ લડાઈ ચાલુ રાખી. આ દરમિયાન પાકિસ્તાની ટેન્કોએ તેની તરફ નિશાન સાધ્યું અને એક હુમલામાં વીર અબ્દુલ હમીદની જીપનો કચ્ચરઘાણ વાળી દીધો.

image source

વીર અબ્દુલ હમીદની ગન માઉન્ટેડ જીપે પાકિસ્તાનની પૈટન ટેન્કોને બરબાદ કરી મૂકી હતી. આ એક એવી ઘટના હતી જેણે વિશ્વને હચમચાવી મૂકી. આ ઘટના કોઈ ચમત્કાર જેવી જ હતી અને તેનો અંદાજો તમે એ વાતથી લગાવી શકો કે ખુદ અમેરિકાએ પાકિસ્તાનની પૈટન ટેન્કોની ફરીથી સમીક્ષા કરવી પડી.

image source

અબ્દુલ હમિદ 4 ગ્રેનેડિયર સિપાહી હતા. 1965 ની લડાઈમાં વીર અબ્દુલ હમીદે પોતાના જીવનની આહુતિ આપી. તેના આ અદમ્ય સાહસ અને વીરતા માટે તેઓને 16 સપ્ટેમ્બર 1965 માં વીરતા પુરસ્કાર પરમવીર ચક્ર આપવામાં આવ્યું હતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત