પરિણીત ભાણીને બદનામ કરવા બનાવ્યુ ફેક એકાઉન્ટ, અને લખી નાંખ્યો ભાણીનો નંબર, ભાણીને આવા ફોન કૉલ્સ મળ્યા

સંબંધોની ગરિમા લજવાઇ રહી છે.. જે સંબંધો પવિત્ર ગણવામાં આવે છે તેના પર પણ હવે કળિયુગમાં ડાઘ લાગી રહ્યા છે.. આવા જ એક સંબંધ પર લાંછન લગાવવાનો પ્રયાસ એક મામાએ કર્યો.. જેના થકી ભાણી બદનામ થઇ ગઇ.. ત્યાં સુધી કે ભાણીને એવા કૉલ્સ આવવા લાગ્યા કે ભાણી શરમમાં મૂકાઇ ગઇ.. વાત છે અમદાવાદના વટવા વિસ્તારની.. જ્યાં મામા ભાણી વચ્ચેના સંબંધો લજવાયા.. પરિણીત ભાણીને બદનામ કરવાનો મામાએ કારસો રચ્યો અને સોશિયલ મીડિયા પર ફેક એકાઉન્ટ બનાવી દીધું.. અને ત્યારબાદ ભાણીના ફોટો પર બિભત્સ લખાણ લખ્યું.. આટલે થી મામો ન અટક્યો અને તેણે ભાણીનો મોબાઇલ નંબર પણ લખી નાંખ્યો..

image source

આખરે ભાણીને બદનામ કરવા સોશ્યલ મીડિયા પર ફેક આઈડી બનાવી બીભત્સ પોસ્ટ કરનાર મામો ઝડપાયો. આરોપીની માનસિક પરિસ્થિતિ સ્વસ્થ ન હોવાથી આ કૃત્ય કર્યું હોવાની આરોપીએ કરી કબૂલાત

મામાએ પરણિત ભાણીને બદનામ કરવા રચ્યું કાવતરું

image source

ફોટામાં દેખાતો આ આરોપી હાલ વટવા પોલીસની કસ્ટડીમાં છે.આરોપીએ તેની જ પરિણીત ભાણી ના નામની ફોટો વાળી એક પોસ્ટ કરી હતી.જેમાં તેને બીભત્સ લખાણ લખ્યું હતું.જેના લીધે મહિલાને વિચિત્ર પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો.આખરે પોલીસે ટેક્નિકલ સર્વેલન્સ ના આધારે આરોપીની મામાની ધરપકડ કરી.અને પૂછપરછ કરી તો સામે આવ્યું કે આરોપી માનસિક અસ્વસ્થ છે અને તેના લીધે જ તેણે આવી હરક્ત ને અંજામ આપ્યો.

ભાણીને અનેક ફોન કોલ્સ આવ્યા, ફરિયાદ થતાં મામો ઝડપાયો

આરોપીએ મહિલાના નામ અને નંબર સાથે પોસ્ટ કરી હોવાનું સામે આવ્યું છે. જેના લીધે આરોપીની ભાણીને અનેક ફોન કોલ્સ આવ્યા અને બાદમાં તેને આ ઘટનાની જાણ થઈ હતી. જેથી તેણે ફરિયાદ કરી અને પોલીસ આરોપી સુધી પહોંચી હોવાનું સામે આવ્યું છે. જ્યારે પીડિત મહિલાએ આરોપીને પોલીસ સ્ટેશનમાં જોયો ત્યારે હેરાન થઈ ગઈ. કારણ કે આરોપી તેનો મામા નીકળ્યો.વટવા પોલીસે આરોપીની ધરપકડ કરીને તપાસ શરૂ કરી.

આરોપીએ કૃત્ય કર્યાનું સ્વીકાર્યું

image source

આરોપી એમ્બ્રોડરી નું કામ કરતો હોવાનું સામે આવ્યું છે. પરંતુ આ કૃત્ય કરવા પાછળનું ચોક્કસ કારણ નથી સામે આવ્યું. ત્યારે આવા માનસિક અસ્વસ્થ આરોપીને વટવા પોલીસે ઘનિષ્ઠ પૂછપરછ હાથ ધરી છે. તપાસમાં આરોપીએ માનસિક સ્થિતિ સારી ન હોવાથી કૃત્ય કર્યાનું સ્વીકાર્યું છે.

image source

થોડા સમય અગાઉ મામા ભાણીના અન્ય એક સમાચાર પણ સામે આવ્યા હતા.. કે મામી પિયર જાય એટલે ભાણી મામાની સાથે તેમના બેડરૂમમાં સૂઇ જતી હોવાની ફરિયાદ પોલીસ સ્ટેશને નોંધાઇ હતી.. અને મામો પણ તેની સામે નિર્વસ્ત્ર થઇ જતો હતો.. તે પણ અમદાવાદની વાત હતી અને આ કિસ્સો પણ અમદાવાદનો છે.. આખરે મામા ભાણી વચ્ચેના સંબંધો કેમ લજવાઇ રહ્યા છે..? ક્યાં ગઇ તે પવિત્ર પ્રેમની હૂંફ..?