દોઢ વર્ષનો અયાંશ લડી રહ્યો છે જિંદગી અને મોત સાથે લડાઇ, 16 કરોડનું ઇન્જેક્શન જ બચાવી શકશે જીવ

કોઈ પણ માતા માટે તેનું બાળક કાળજાનો કટકો હોય છે અને જ્યારે બાળકને કઈ પણ થાય ત્યારે માતા દુઃખી થઇ જતી હોય છે. એક નાનકડું બાળક જીવન અને મોત સાથે લડી રહ્યું છે તે વિશે વાત કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ આ કિસ્સો સામે આવ્યો છે ગુરુગ્રામથી. આ નાનકડાં બાળકનું નામ છે અયાંશ અને તેની માતાનું નામ છે વંદના મદન. આ માસૂમ બાળક સ્પાઇનલ મસ્ક્યુલર એટ્રોફી નામના એક ગંભીર આનુવંશિક રોગથી લડી રહ્યો છે.

image source

જાણવા મળ્યું છે કે લગભગ 12 વર્ષની લાંબી પ્રતીક્ષા બાદ હરિયાણાના રહેવાસી પ્રવીણ મદનને ઘરે એક દીકરાનો જન્મ થયો હતો અને પરિવાર ઘણો ખુશ હતો. તેનું નામ અયાંશ રાખવામાં આવ્યું પરંતુ આ ખુશીનો માહોલ સાથે તેની મુશ્કેલીઓ પણ દસ્તખ દીધી. જ્યારે અયંશ દોઢ વર્ષનો થયો તે પછી પણ તે બરાબર ઉભો રહી શકતો ન હતો. પરિવારે જ્યારે અયાંશનું ચેકઅપ કરાવ્યું ત્યારે SMAની પુષ્ટિ કરવામાં આવી હતી. ત્યારબાદ ડોક્ટરોએ અયાંશની સારવાર માટે 16 કરોડ રૂપિયાનો મોટો ખર્ચ થશે તેવું જણાવ્યું હતું.

image source

આ અંગે ડોક્ટરોનું કહેવું છે કે સ્પાઇન મસ્ક્યુલર એટ્રોફી ખૂબ જ જીવલેણ રોગ છે અને આવી સ્થિતિમાં જો અયાંશને યોગ્ય સમયે સારવાર અને દવાઓ નહીં મળે તો તેનો જીવ બચાવવો મુશ્કેલ બની શકે છે. મધ્યમ વર્ગના પરિવાર માટે આટલી મોટી રકમ એકત્ર કરવી ખૂબ જ મુશ્કેલ બની જાય છે. આ સમયે સોનુ સૂદ અને ફરાહ ખાન અયાંશનો જીવ બચાવવા માટે આગળ આવ્યા છે. 16 મહિનાનો અયાંશ ગંભીર આનુવંશિક રોગથી પીડિત છે અને દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે.

image source

ડોક્ટરોના જણાવ્યા મુજબ અયાંશ સ્પાઇનલ મસ્ક્યુલર એટ્રોફી નામની બીમારીથી પીડિત છે. આ બીમારી વિશે વિગતે વાત કરીએ તો તેમાં ચેતા અને કોષોને નુકસાન થાય છે અને સ્નાયુ સમૂહમાં વધારો થવા લાગે છે. તે સામાન્ય રીતે દસ હજાર બાળકોમાંથી એકને અસર કરે છે. જ્યારે અયાંશના માતાપિતાને ખબર પડી કે તેમનું બાળક આ જીવલેણ રોગથી પીડિત છે ત્યારે તેમનાં લગ નીચેથી જમીન સરકી ગઈ. આ વિશે ડોક્ટરોએ જણાવ્યું કે આ રોગની સારવારનો ખર્ચ આશરે 16 કરોડ આવશે કારણ કે આ માટે જોજેન્સમા ઇન્જેક્શન આપવામાં આવે છે અને જે અમેરિકાથી મંગાવવું પડે છે.

મધ્યમ વર્ગના પરિવાર માટે આટલી મોટી રકમ એકત્ર કરવી ખૂબ જ મુશ્કેલ છે. હરિયાણાના ગુરુગ્રામના સેક્ટર-70માં રહેતા અયાંશના પિતા પ્રવીણ મદન ટીસીએસમાં નાના કર્મચારી છે. પિતા પ્રવીણ મદન અને માતા વંદના મદન તેમના પુત્રની સારવારને લઈને ખૂબ જ ચિંતિત છે. ડોક્ટરોના જણાવ્યા અનુસાર માત્ર આ ઈન્જેક્શન જ છે કે જે અયાંશનો જીવ બચાવી શકે છે. આ જોતા અભિનેતા સોનુ સૂદ, અભિનેત્રી શ્રેયા સરન, કોરિયોગ્રાફર ફરાહ ખાન, ગીતા ફોગાટે અયાંશની મદદ માટે લોકોને અપીલ કરી છે.

image source

સોનુ સૂદે આ બાળક માટે એક ભાવનાત્મક અપીલ કરતા કહ્યું છે કે અયાંશનો જીવ બચાવવા જે દવાની સૌથી વધુ જરૂર છે તેની કિંમત એટલી વધારે છે અને જે કિંમત ભેગી કરવી આ મધ્યમવર્ગીય પરિવાર માટે ખૂબ મુશ્કેલ છે જેથી આપણે બધા ભેગા મળીને આગળ આવીએ તો આ બાળકનો જીવ બચાવી શકાશે. આ સિવાય ફરાહ ખાને પણ અપીલ કરી અને કહ્યું કે 16 મહિના પછી પણ અયાંશ ન તો ચાલી શકે છે અને ન તો તેના પગ પર ઉભો રહી શકે છે. તે માત્ર પ્રવાહીની મદદથી જ જીવી રહ્યો છે. હું તમને બધાને આ બાળકની મદદ માટે સાથે જોડાવા વિનંતી કરું છું. નાનકડા અયાંશનને બચાવવામાં મદદ કરો…