દિલ્હી કેપિટલ્સ ટીમના પૃથ્વી શો અને કેપ્ટન પંત કેમ રડી પડ્યા, શેનો રહી ગયો અફસોસ..?

કોલકાતા નાઈટ રાઈડર્સે બીજી ક્વોલિફાયર મેચમાં દિલ્હી કેપિટલ્સને 3 વિકેટથી હરાવી ફાઇનલમાં પ્રવેશ તો કરી લીધો. પરંતુ દિલ્હી કેપિટલ્સના ખેલાડીઓએ હારનો સ્વિકાર તો કર્યોં. પરંતુ પચાવી ન શક્યાં. અને તેમની લાગણી છલકાઇ ઉઠી. KKRએ ટોસ જીતી દિલ્હીને પહેલા બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું, જેમાં DCએ 20 ઓવરમાં માત્ર 135/5નો સ્કોર કર્યો હતો, જેના જવાબમાં એક સમયે એક તરફી થયેલી મેચને જીતવા માટે કોલકાતાની આંખોમાં પાણી આવી ગયાં હતાં. જોકે રાહુલ ત્રિપાઠીએ છેલ્લી ઓવરના પાંચમા બોલ પર સિક્સ મારી KKRને મેચ જિતાડી હતી. આ મેચ પછી પૃથ્વી શો અને કેપ્ટન પંત સહિત મોટા ભાગના ખેલાડીઓ મેદાન પર ભાવુક થવાથી લઈને કાર્તિકનો ફિલ્ડિંગ દરમિયાન કોડવર્ડ લીક થયો હતો.

image suorce

બીજી ક્વોલિફાયર મેચમાં કોલકત્તાએ દિલ્હીને 3 વિકેટે હરાવ્યું

મેચ હારતા DCના પૃથ્વી-પંત સહિત ખેલાડીઓ રડી પડ્યા

image source

કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)એ બીજી ક્વોલિફાયર મેચમાં દિલ્હી કેપિટલ્સ (DC)ને 3 વિકેટે હરાવીને આઈપીએલની ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ફાઈનલમાં તે મહેન્દ્ર સિંહ ધોનીની ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) સાથે થશે. કોલકાતા સામેની હાર બાદ દિલ્હીનો ઓપનર પૃથ્વી શો સહિતના ખેલાડીઓ દુઃખી થયા હતા. પૃથ્વી શો, રિષભ પંત સહિતા કેટલાક ખેલાડીઓ રડી પડ્યા હતા. પૃથ્વી શો ડ્રેસિંગ રૂમમાં એકલો રડતા જોવા મળ્યો હતો. પૃથ્વી શો આ હારથી ખરાબ રીતે ભાંગી પડ્યો હતો. પૃથ્વી શોના શ્રેષ્ઠ મિત્ર શિખર ધવન પૃથ્વી પાસે આવ્યા અને તેને સંભાળવાની કોશિશ કરી હતી. છેલ્લી ઓવરમાં કોલકાતાને જીત માટે સાત રનની જરૂર હતી. રવિચંદ્રન અશ્વિન બોલિંગ પર હતો. અશ્વિને શાકિબ અલ હસન અને સુનીલ નારાયણને બે બોલમાં શૂન્ય પર આઉટ કરીને હેટ્રિકની તક બનાવી હતી. છેલ્લા બે બોલમાં કોલકાતાને જીત માટે છ રનની જરૂર હતી. રાહુલ ત્રિપાઠીએ એક સિક્સર ફટકારી મેચ પર કબ્જો કર્યો હતો.

શ્વાસ અધ્ધર કરનારી હતી અંતિમ ઓવર

image source

એક સમયે કોલકાતાની એકતરફી મેચ સરળતાથી ચેઝ જીતી લેવા સક્ષમ હતી, પરંતુ દિલ્હીએ આક્રમક બોલિંગની સહાયથી 7 રનની અંદર કોલકાતાની ટીમની 6 વિકેટ લીધી હતી. દિનેશ કાર્તિક, કેપ્ટન મોર્ગન, શાકિબ અલ હસન શૂન્ય રન કરી પેવેલિયન ભેગા થયા હતા. છેલ્લી ઓવરમાં કોલકાતાને 7 રનની જરૂર હતી અને દિલ્હી તરફથી રવિચંદ્રન અશ્વિન બોલિંગ કરવા માટે આવ્યો હતો.

image sourcec

પહેલો બોલ- રાહુલ ત્રિપાઠીએ સિંગલ લીધો. હવે કોલકાતાને 6 રનની જરૂર હતી

બીજો બોલ- શાકિબ અલ હસને એકપણ રન ના કર્યો. હવે કોલકાતાને 4 બોલમાં 6 રનની જરૂર હતી.

ત્રીજો બોલ- અશ્વિને શાકિબને LBW આઉટ કરી દિલ્હીને છઠ્ઠી વિકેટ અપાવી. કોલકાતાને 3 બોલમાં 6 રનની જરૂર

ચોથો બોલ- અશ્વિને સુનીલ નરેનને કેચ આઉટ કર્યો. હવે કોલકાતાને 2 બોલમાં 6 રનની જરૂર.

પાંચમો બોલ- (સ્ટ્રાઈક રોટેટ) રાહુલ ત્રિપાઠી ક્રીઝ પર હતો, તેણે અશ્વિનની પાંચમા સ્ટમ્પની લાઈન, ફુલ લેન્થ બોલ પર સિક્સ મારી કોલકાતાને મેચ જિતાડી દીધી હતી.

દિનેશ કાર્તિકનો કોડવર્ડમાં વરુણને મેસેજ

image sourec

દિનેશ કાર્તિકે પોતાની માતૃભાષામાં વરુણને કેવી રીતે બોલ ફેંકવાથી બેટ્સમેન આઉટ થશે. તેની ટિપ્સ આપી હતી. આ વાતચીત સ્ટમ્પ માઈકમાં રેકોર્ડ થઈ ગઈ હતી.