આ દેશનો દર વર્ષે લાવે છે એક નવી પત્ની, જાણો તેની કેટલી પત્નીઓ અને બાળકો છે…?

એક દેશના રાજાની ઘણી બધી જવાબદારીઓ હોય છે, જેનુ તેને પાલન કરવું પડે છે. રાજાની ફરજ છે કે તે પોતાના લોકોની દરેક વેદનાને સમજે અને તે વેદનાને દૂર કરે. વિશ્વના મોટાભાગના દેશોએ તેમની રાજાશાહી ગુમાવી દીધી છે. હવે ફક્ત કેટલાક દેશો બાકી છે જ્યાં હજી પણ રાજાશાહી છે. તેમાંથી એક આફ્રિકન દેશ સ્વાઝીલેન્ડ છે. અહીંના રાજા વિશે જાણીને તમને આશ્ચર્ય થશે.

image source

દેશની આઝાદીના ૫૦વર્ષ પૂરા થયા બાદ રાજાએ ૨૦૧૮માં દેશનું નામ બદલીને ધ કિંગડમ ઓફ ઇસ્વાતીની કરી નાખ્યું. આ દેશ આફ્રિકન ખંડમાં દક્ષિણ આફ્રિકાની બાજુમાં આવેલો છે. દક્ષિણ આફ્રિકા અને મોઝામ્બિકની સરહદે આવેલા આ દેશની ચર્ચા તેના શાસનને કારણે ઘણીવાર થાય છે.

image source

મહારાણીની માતા લુડજીજીનીના શાહી ગામમાં દર વર્ષે ઓગસ્ટ-સપ્ટેમ્બર મહિનામાં ઉમ્હલાંગા સમારોહનું આયોજન કરે છે. આ ફેસ્ટિવલમાં ૧૦ હજારથી વધુ વર્જિન ગર્લ્સ ભાગ લે છે. વર્જિન ગર્લ્સ અહીં રાજાની સામે નૃત્ય કરે છે. એક અહેવાલ મુજબ રાજા દર વર્ષે તહેવારમાં ભાગ લેતી છોકરીઓમાંથી એક યુવતીને તેની રાણી બનાવે છે. આશ્ચર્યની વાત તો એ છે કે, આ છોકરીઓ કપડાં વિના રાજા અને તેના આખા વિષયોની સામે નૃત્ય કરે છે.

image source

આ પરંપરાનો દેશની ઘણી છોકરીઓએ વિરોધ કર્યો હતો ત્યારે ઘણી છોકરીઓએ પરેડમાં ભાગ લેવાનો ઇનકાર કર્યો હતો. રાજાને આ વિશે જાણ થતાં છોકરીઓના પરિવારોને ભારે દંડ ભરવો પડ્યો હતો. આ દેશના રાજા પર મોજશોખમા જીવન જીવવાનો આરોપ મૂકવામાં આવ્યો છે જ્યારે અહીની મોટાભાગની પ્રજા અત્યંત ગરીબીમાં જીવે છે.

image source

રાજા મસ્વાતિ ત્રીજા પણ ૨૦૧૫ માં ભારત આફ્રિકા શિખર સંમેલનમાં ભાગ લેવા માટે ભારત પહોંચ્યા છે. રાજા મસ્વાતિ ત્રીજા તેમની સાથે ૧૫ પત્નીઓ, બાળકો અને ૧૦૦ નોકરો લાવ્યા. તેણે દિલ્હીની એક ફાઇવ સ્ટાર હોટેલમાં 200 રૂમ બુક કરાવ્યા હતા જેમાં તે રોકાયો હતો.