વિશ્વભરમાં મહામારી ફેલાવનારા ચીનમાં ફરી ફફડાટ, કોરોનાની રી એન્ટ્રીથી ધ્રુજી ઉઠ્યુ ચીન

ગુજરાતમાં જેટલા કેસ દરરોજ નોંધાય છે, તેટલા જ કેસ ચીનમાં હાલ નોંધાઇ રહ્યા છે.. પરંતુ ગુજરાતમાં છૂટછાટ આપવામાં આવી રહી છે.. ત્યાં બીજી તરફ ચીનમાં ટપોટપ બધા શહેરોને ફરીથી લૉક લગાવાઇ રહ્યું છે.. આખરે ચીન કેમ ફફડી રહ્યું છે તે સૌથી મોટો સવાલ છે.. અને તેનાથી પણ મોટો સવાલ એ છે કે આખરે ચીનમાં કોરોનાની રિ એન્ટ્રી થઇ કઇ રીતે..?

image source

ચીનના ત્રણ પ્રાંતમાં એક કપલ ફર્યું, જે કોરોનાગ્રસ્ત હતું.. એટલે કે આ કપલ ત્રણેય પ્રાંતમાં કોરોનાની ગીફ્ટ આપીને આવ્યું.. અને જ્યારે ચીનના તંત્રને તેની જાણ થઇ તો ફરીથી કોરોનાની દહેશત સામે આવી.. અને જ્યાં આ કપલ ફરીને આવ્યું હતુ તે તમામ જગ્યાઓ પર ફરીથી ટેસ્ટ શરૂ કરાયા. તેમના સંપર્કમાં જેટલા પણ લોકો આવ્યા હતા, તે તમામને ક્વોરોન્ટાઇ કરીને કોરોના ટેસ્ટ કર્યા.. અને તેમાંથી મોટાભાગના લોકો પોઝિટિવ આવ્યા.. આખા ચીનમાં ગઈકાલે કોરોનાના 21 નવા કેસ નોંધાયા છે. હાલ ચીનમાં 492 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં ચીનમાં કોરોનાના 96 હજાર 622 કેસ નોંધાયા છે, જેમાંથી 4636 લોકોનાં મોત થયાં છે.

image source

પ્રવાસીઓમાંથી સંક્રમણ વકર્યા પછી ચીનમાં પ્રવાસન-મનોરંજન સ્થળોએ લૉકડાઉન કરી દેવામાં આવ્યું.. ઉત્તર ચીનમાં પાંચ દિવસથી કોરોનાના કેસમાં સતત વધારો થતા ચીનની ચિંતા વધી, ચીનમાં કોરોના વાઇરસ ફરી એકવાર સંક્રમણ ફેલાવી રહ્યો છે. ચીનમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા હોવાનું જણાઈ રહ્યું છે. એને કારણે ચીનની સરકાર પણ કડક બની છે અને સખત પગલાં લેવામાં આવ્યાં છે. અનેક ફ્લાઇટ્સ રદ કરવામાં આવી રહી છે, ઘણા વિસ્તારોમાં શાળાઓ બંધ કરવામાં આવી રહી છે તથા કેટલાંક સ્થળોએ ફરીથી લોકડાઉન લગાવવામાં આવ્યું છે. ચીનમાં કોરોના સંક્રમણ ફરી એકવાર બેકાબૂ થઈ ગયું છે. ખાસ કરીને અહીંના ઉત્તર અને ઉત્તર-પશ્ચિમના નવ પ્રાંતમાં સતત પાંચ દિવસથી કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. આ કારણસર ચીન સરકારે અહીં સેંકડો ફ્લાઈટ રદ કરી દીધી છે.

બાળકોની સુરક્ષા માટે સ્કૂલો અનિશ્ચિત મુદત સુધી બંધ કરી દેવાઈ છે અને લોકોને પણ બહુ જરૂરી ના હોય ત્યાં સુધી ઘરમાંથી બહાર નહીં નીકળવાની અપીલ કરાઈ છે. જોકે અહીં કેટલા નવા કેસ નોંધાઈ રહ્યા છે એ અંગે ચોક્કસ માહિતી જાહેર કરાઈ નથી.

image source

કોરોનાને કાબૂમાં લેવા ચીને હંમેશાં ઝીરો કોવિડ નીતિનું કડકાઈથી પાલન કર્યું છે. આ કારણસર તેણે સરહદો પર પણ અત્યંત કડક નિયમો લાગુ કર્યા હતા. હવે સ્થાનિક ઓથોરિટીઓએ ફરી એકવાર આવા પ્રતિબંધો લાગુ કરીને મોટા પાયે ટેસ્ટિંગ શરૂ કરી દીધું છે. સિયાન અને લાન્સુની 60 ફ્લાઈટ રદ કરી દીધી છે. 40 લાખની વસતિ ધરાવતું લાન્સુ શહેર ગાન્સુ પ્રાંતની રાજધાની છે.

ફ્લાઇટ રદ, અનેક જગ્યાએ લોકડાઉન લગાવાયું

image source

અહેવાલ છે કે વધતા જતા કેસોને કારણે શીઆન અને લેન્ઝોઉ વિસ્તારમાં 60 ટકા ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે મંગોલિયન ક્ષેત્રમાં વધી રહેલા કેસોને કારણે કોલસાની આયાત પર પણ અસર પડી શકે છે. હવે ચીનમાં 24 કલાકમાં માત્ર 13 કેસ નોંધાયા છે, પરંતુ આ સખતાઈ એટલા માટે જોવા મળી રહી છે, કારણ કે ચીન સરકાર તેના દેશમાં કોરોનાનો એકપણ સક્રિય કેસ જોવા ઇચ્છતી નથી. આવા સંજોગોમાં એક કેસ આવતાંની સાથે પણ ગભરાટની સ્થિતિ ઊભી થાય છે. અનેક જગ્યાએ લોકડાઉન લગાવવામાં આવ્યું છે. ફ્લાઈટ ટ્રેકિંગ વેબસાઈટોના અહેવાલ પ્રમાણે, આ સિવાય ઉત્તર અને ઉત્તર-પશ્ચિમ ચીનનાં શહેરોને જોડતી અનેક ફ્લાઈટો રદ કરાઈ છે. બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી સ્કૂલો તેમજ મનોરંજન, પ્રવાસન સ્થળો પણ બંધ કરી દેવાયાં છે. ગાન્સુ પ્રાંતના અનેક વિસ્તારોમાં લોકોને કામ સિવાય બહાર નહીં નીકળવાની પણ સૂચના અપાઈ છે. આ ઉપરાંત અનેક રહેણાક વિસ્તારોમાં સ્થાનિક તંત્રે લૉકડાઉન લગાવી દીધું છે.

સંક્રમણ કેવી રીતે બેકાબૂ થયું?

image source

આ વખતે અહીંના સિયાંગ શહેરમાંથી કોરોના સંક્રમણ શરૂ થયું છે, જે શાંક્ઝી પ્રાંતની રાજધાની હોવાની સાથે ચીનનું સૌથી જૂનું અને લોકપ્રિય પ્રવાસન સ્થળ છે. ચીનનાં અનેક મહાન સામ્રાજ્યોના ઐતિહાસિક સ્મારકો સિયાંગમાં જ જોવા મળે છે. ચીનના અખબારી અહેવાલો પ્રમાણે, ચીનમાં કોરોના સંક્રમણ માટે એક વૃદ્ધ દંપતી જવાબદાર છે, જેમણે પ્રવાસીઓના એક જૂથ સાથે શાંઘાઈથી સિયાન, ગાન્સુ પ્રાંત અને મોંગોલિયા સુધી સફર કરી હતી. ચીનમાં આવેલા અનેક કેસનું ટ્રેકિંગ કરતા માલૂમ પડ્યું છે કે તેઓ આ નિવૃત્ત દંપતીના સંપર્કમાં આવ્યા હતા.