દોઢ વર્ષનુ બાળક કોનું છે..? કોણ તરછોડી ગયુ બાળકને..?

રાત્રીના અંધકારમાં દોઢ વર્ષના બાળકને કોણ મૂકી ગયું..? કોનુ બાળક છે આ..? આ સવાલ હાલ ગાંધીનગર પોલીસને સતાવી રહ્યો છે.. અને બાળકના વાલી વારસને શોધવા માટે શુક્રવાર રાતથી ગાંધીનગર પોલીસ કવાયત હાથ ધરી રહી છે.. ત્યાં સુધી કે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ આ બાળકના વાલી વારસને શોધવા માટે સતત અપડેટ લઇ રહ્યા છે.. સાથે જ બાળકને આ અવસ્થામાં કોણ મૂકી ગયું તેની પણ શોધખોળ હાથ ધરાઇ રહી છે..

image source

ગાંધીનગરના પેથાપુર પાસે આવેલા સ્વામિનારાયણ મંદિરમાં રાત્રિના અંધકારમાં એકાએક બાળકનો અવાજ સંભળાયો.. અને સ્થાનિકોમાં આશ્ચર્ય સર્જાયું.. સ્થાનિકોએ સ્થળ પર જઇને જોયું તો અંદાજે દોઢેક વર્ષનુ બાળક હતું.. અંધકારના કારણે તે રડી રહ્યું હતું.. બાળક શરીરે તંદુરસ્ત અને કપડાથી સારા ઘરનુ લાગી રહ્યું છે.. સ્થાનિકોએ તાત્કાલીક પોલીસ અને ભાજપના મહિલા કોર્પોરેટરને જાણ કરી.. મહિલા કોર્પોરેટરની મમતા છલકાઇ ઉઠી.. અને બાળકની સાર સંભાળ લેવાનુ શરૂ કર્યું.. બીજી તરફ ગાંધીનગર પોલીસે પણ બાળકના વાલી વારસને શોધવા તથા તેને આ અવસ્થામાં મૂકી જનારાની શોધખોળ શરૂ કરીં..

રાજ્યના ગૃહમંત્રી પણ મોડી રાત સુધી જાગ્યા

image source

પાટનગર ગાંધીનગરમાં બનેલી આ ઘટનાના સમાચાર વાયુવેગે પ્રસર્યા.. અને ગૃહમંત્રી હર્ષ સંઘવીને પણ તેની જાણ કરવામાં આવી.. હર્ષ સંઘવીએ પણ મોડી રાતના 3 વાગ્યા સુધી બાળક અંગેના અપડેટ મેળવ્યા.. સાથે જ બાળકને આ અવસ્થામાં મૂકી જનારાને તાત્કાલીક અસરથી શોધવા માટે તમામ વિસ્તારના CCTV ફૂટેજ ચેક કરવાનો આદેશ આપ્યો.. પોલીસે આદેશ આપ્યો.. ગાંધીનગર પોલીસે બાળકને તરછોડનારાને શોધી કાઢવા માટે મોડી રાત સુધી મહેનત કરી.. અને પોલીસના હાથે એક CCTV ફૂટેજ લાગ્યા.. જેમાં તે બાળકને મૂકીને ભાગતો નજરે પડી રહ્યો છે.. પોલીસે તેની આગળના તમામ CCTV ફૂટેજ ચેક કરવાનુ શરૂ કર્યું.. બીજી તરફ બાળકને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લઇ જવાયો.. અને ત્યાં બાળકના સ્વાસ્થ્યની ચકાસણી કરાઇ.. હર્ષ સંઘવી પણ બાળકની તબિયત પૂછવા માટે સિવિલ હોસ્પિટલ જઇ શકે છે..

લોકોને અપીલ

બાળક તેના વાલી વારસ સુધી જલ્દીથી પહોંચી જાય તે માટે ગૃહ મંત્રી અને ગાંધીનગર પોલીસે લોકોને સોશિયલ મીડિયા અને સમાચાર માધ્યમો દ્વારા અપીલ કરી છે.. સાથે જ સોશિયલ મીડિયામાં બાળકની તસ્વીરો વાયરલ કરવામાં આવી છે..

તપાસનો ધમધમાટ

image source

બાળકના વાલી વારસને શોધવા માટે ગાંધીનગર પોલીસે મોડી રાત સુધી મહેનત કરી.. પરંતુ CCTVના એક ફૂટેજ સિવાય કંઇ હાથ ન લાગ્યું.. માટે જ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ બીજી તપાસ એજન્સીઓને પણ કામે લગાડી.. માટે હવે બાળકને તરછોડનારની તપાસ માટે LCB, SOG અને પેથાપુર મહિલા પોલીસની ટીમ કામે લાગી છે… હાલ પોલીસ CCTV ફૂટેજ અને ખબરીઓને કામે લગાડીને બાળક અંગેની માહિતી પ્રાપ્ત કરી રહી છે.. હાલ પોલીસને જે CCTV ફૂટેજ હાથ લાગ્યા છે.. તેમાં એક શખ્સ બાળકને તરછોડીને ભાગતો દેખાઇ રહ્યો છે..

બીજા નવરાત્રિએ મળ્યું બાળક

image source

નવરાત્રિનો માહોલ હોવાથી રસ્તા પર પોલીસનો ચાંપતો બંદોબસ્ત છે.. અને ગરબે ઘૂમવાનુ હોવાથી લોકો પણ જાગી રહ્યા હતા.. તેની વચ્ચે પણ હિંમત કરીને આ બાળકને આ સ્થિતિમાં કોણે છોડ્યો હશે તે મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.. બાળકને શા માટે મંદિરમાં જ મૂકી દેવામાં આવ્યું..? બાળક કોનુ છે..? તેના માતા-પિતા હાલ તેને ક્યાં શોધી રહ્યા હશે..? જેવી અનેક બાબતોની તપાસ પોલીસ કરી રહી છે..

ભાજપના મહિલા કોર્પોરેટર રાખી રહ્યા છે સંભાળ

દોઢેક વર્ષનુ બાળક મળી આવ્યું… અને તેની જાણ ભાજપના સ્થાનિક મહિલા કોર્પોરેટરને થઇ.. ત્યારથી આ લખાય છે ત્યાં સુધી તે મહિલા કોર્પોરેટર અને તેમના પતિ આ બાળકની સાર સંભાળ લઇ રહ્યા છે.. ત્યાં સુધી કે હોસ્પિટલમાં પણ બાળકની સાથે મહિલા કોર્પોરેટર રહ્યાં.. અને સતત તેના સ્વાસ્થ્યની કાળજી લઇ રહ્યા છે..