અરબાઝએ શુઝ માંથી કાઢીને આપ્યું હતુ ચરસનું પેકેટ

મુંબઈમાં એક ક્રૂઝ પાર્ટીમાં એનસીબીએ કરેલા દરોડામાં શાહરુખ ખાન ના દિકરા ખાનની ધરપકડ કરવામાં આવી છે. આ સાથે જ ફરી એકવાર બોલિવૂડ અને ડ્રગ્સ કનેક્શન ની ચર્ચા પણ જોરશોરથી થવા લાગી છે. આ કેસમાં હવે સૌથી મોટો ખુલાસો થયો છે.

image source

NCB અનુસાર આર્યન ખાને પૂછપરછ દરમિયાન અધિકારીઓ સામે એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે તે ચરસનું સેવન કરે છે અને તેનો મિત્ર અરબાઝ મર્ચન્ટ તે દિવસે શૂઝમાં છુપાવીને 6 ગ્રામ ચરસ લકઝરી ક્રૂઝ પર લઈ આવ્યો હતો જેથી તેઓ જોરદાર પાર્ટી કરી શકે. આ ખુલાસો આ મામલે થયેલો સૌથી મોટો ઘટસ્ફોટ છે.

મુંબઈમાં બે ઓક્ટોબરની રાત્રે એનસીબી ની ટીમે એક ક્રૂઝ પર દરોડા કર્યા હતા. ક્રુઝ પર પહોંચેલા અધિકારીઓએ આર્યન ખાન સહિત તેના મિત્રોની અટકાયત કરી અને પૂછપરછ હાથ ધરી હતી. અધિકારીઓએ જ્યારે અરબાઝ મર્ચન્ટ ને પૂછ્યું કે તેની પાસે કોઈ ડ્રગ્સ છે કે કેમ? ત્યારે તેણે જણાવ્યું હતું કે તેણે પોતાના શૂઝમાં છૂપાવીને રાખ્યું છે. એનસીપીના અધિકારીઓ સામે અરબાઝ મર્ચન્ટે પોતે જ પોતાના શુઝમાંથી ચરસનું પાઉચ કાઢ્યું હતું.

image source

અરબાઝ ખાને અધિકારીઓ સામે સ્વીકાર્યું હતું કે તે આર્યન ખાન સાથે ચરસનું સેવન કરે છે. જ્યારે એનસીપીના અધિકારીઓએ આર્યન ખાનની પૂછપરછ કરી તો તેણે પણ સ્વીકાર્યું કે તે ચરસનું સેવન કરે છે. આ તમામ વાતનો ઉલ્લેખ એનસીબીના પંચનામા કરવામાં આવ્યો છે.

શું હોય છે પંચનામુ ?

image source

પંચનામું કે પ્રક્રિયા છે કે જેના વડે તપાસ એજન્સી ક્રાઇમ સીન પરથી પ્રારંભિક રેકોર્ડ અને પુરાવાનો સંગ્રહ કરે છે. પોલીસ કે તપાસ કરતા અધિકારીઓ સ્થળ પર ઉપસ્થિત લોકોના નિવેદન પણ રેકોર્ડ કરે છે. આ મામલે એનસીબીએ રજૂ કરેલા પંચનામા ના 6 નંબરના પેજ પર આર્યન ખાન અને અરબાઝ મર્ચન્ટ ના નામનો ઉલ્લેખ છે. પંચનામા એમ પણ લખવામાં આવ્યું છે કે જ્યારે અધિકારીઓએ બંને ને પૂછ્યું કે તેમની પાસે ડ્રગ્સ છે તો બંનેએ ડ્રગ્સ હોવાની વાતનો સ્વીકાર કર્યો હતો અને અધિકારીઓની સામે જ અરબાજ મર્ચન્ટે ચરસ કાઢ્યું હતું.

image source

પંચનામા અનુસાર અરબાજ એ સ્વીકાર કર્યું હતું કે તે આર્યન શાહરુખ ખાન સાથે ચરસનું સેવન કરે છે. આ સિવાય આર્યન ખાન ની પૂછપરછ કરવામાં આવી તો તેણે પણ સ્વીકાર્યું કે તેમની પાસે 6 ગ્રામ ચરસ હતું અને તે ક્રુઝ પર ચરસનું સેવન કરવા તેને સાથે લાવ્યો હતો.