આટલા એમજીની પેરાસીટામોલ લેતા હોય તમે પણ તો ચેતી જાઓ આજથી જ

જ્યારે પણ આપણને તાવ આવે કે પછી માથાનો દુખાવો કે શરીરમાં અન્ય કોઈપણ દુખાવો થાય ત્યારે ડોક્ટરની પણ સલાહ લીધા વિના તેનાથી રાહત મેળવવા માટે પેરાસીટામોલ લઈ લેવામાં આવે છે. પેરાસીટામોલ દવાનો ઉપયોગ ઈચ્છા પડે ત્યારે કરી લેવામાં આવે છે. તેવામાં તાજેતરમાં જ સામે આવ્યું છે કે 325 એમજી કરતા વધારે કોમ્બીનેટેડ પેરાસીટામોલની માત્રા આરોગ્યને નુકસાન પહોંચાડી શકે છે. તેનાથી લીવર ટોક્સિસીટીનું જોખમ વધે છે. આ જ કારણ છે કે ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયાએ 325 મિલિગ્રામથી વધુની કમ્બાઈન્ડ પેરાસિટામોલ પર પ્રતિબંધ મૂક્યો છે. જો કે તેમ છતાં પણ પેરાસીટામોલની દવાઓ મેડિકલ સ્ટોર્સ પર આડેધડ વેચાય રહી છે.

image source

આ અંગે માહિતી અનુસાર ડીસીજીઆઈએ એક મહિના પહેલા ફાર્માસ્યુટિકલ કંપનીઓને આદેશ આપ્યો છે કે અન્ય કોઇ પણ સાલ્ટ સાથે કોમ્બીનેશમાં 500 મિલિગ્રામ પેરાસિટામોલને બદલે માત્ર 325 મિલિગ્રામ પેરાસિટામોલનો ઉપયોગ કરવામાં આવે.

image source

આ સાથે જ આ ડોઝ કરતાં વધારે ડોઝની દવાનું વેચાણ અટકાવવા ડ્રગ ઇન્સ્પેક્ટરોને જવાબદારી સોંપવામાં આવી છે. જો કે અત્યાર સુધી આ દિશામાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.

image source

દવાના દુકાનદારોનું કહેવું છે કે આ અંગે હજુ સુધી તેમને કોઈ આદેશ મળ્યો નથી. આ જ કારણ છે કે હજુ પણ આવી દવાઓનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. એટલું જ નહીં તેમનું તો કહેવું છે કે ડોકટરો પણ આવી દવાઓ લખી રહ્યા છે. ડોક્ટરોનું કહેવું છે કે એક માસ પહેલા આ આદેશ કરવામાં આવ્યા હતા પરંતુ બજારમાં 600 એમજીથી સુધીની પેરાસીટામોલ મળી રહી છે.

image source

મહત્વનું છે કે કોઈપણ વયસ્કને 24 કલાકમાં માત્ર 2 ગ્રામ પૈરાસીટામોલ આપી શકાય છે. તેવામાં 500 એમજી કે તેનાથી વધુની પેરાસીટામોલની દવા ત્રણ વખતથી વધારે લેવી જોઈએ નહીં. કારણ કે તેનાથી લિવર ટોક્સીસિટીથી લઈ લીવર સિરોસિસ જેવી ગંભીર બીમારી થઈ શકે છે.