ધરતી સાથે એસ્ટોરોઈડ ટકરાવાની 24 સપ્ટેમ્બર આવી સામે, ક્લિક કરીને વાંચો વિગતો

અમેરિકી સ્પેસ એજન્સી નાસા ધરતી સાથે ટકરાવાની આશંકા ધરાવતા એસ્ટરોઈડ્સ પર નજર રાખે છે. આ સ્ટડીમાં જાણવા મળ્યું હતું કે ન્યૂયોર્કના એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ જેટલો મોટો એસ્ટોરોઈડ ધરતીને ટકરાવા જઈ રહ્યો છે. જો કે આ ઘટના ક્યારે બનશે તે અંગે કોઈ સ્પષ્ટ ચિત્ર સામે આવ્યું ન હતું. પરંતુ હવે જે નવી સ્ટડી સામે આવી છે તેમાં ચિંતાજનક ખુલાસો કરવામાં આવ્યો છે.

image source

તાજેતરમાં થયેલી રિસર્ચ અનુસાર આ એસ્ટરોઈડ ધરતીને ટકરાય તેની આશંકા સૌથી વધુ છે. બેન્નૂથી પરત ફરી રહેલા સ્પેસક્રાફ્ટના ડેટાની મદદથી આ ધડાકાની સટીકતા વિશે જાણી શકાયું છે. જાણવા મળ્યું છે કે વર્ષ 2300 સુધી આ એસ્ટરોઈડ ધરતીને ટકરાશે. આ સ્ટડીની મદદથી પહેલાની સરખામણીમાં વધુ સટીક અનુમાન લગાવવામાં આવ્યું છે.

એવું માનવામાં આવતું હતું કે બેન્નૂ ધરતીને ટકરાશે તેની આશંકા વર્ષ 2200 સુધી 2700માં એક છે. હવે જાણવા મળ્યું છે કે 2300 સુધી તેની આશંકા 1750 માંથી એક છે. તેમાં સૌથી વધુ સટીક તારીખ પણ સામે આવી છે. આ ઘટનાની તારીખ 24 સપ્ટેમ્બર 2182 મળી આવી છે. નાસાના ડીપ સ્પેસ નેટવર્ક અને કોમ્પ્યૂટર મોડલ્સની મદદથી વૈજ્ઞાનિક વર્ષ 2135 સુધી તેના રસ્તાની સટીકતા વિશે જાણી શકશે.

શું થશે અસર ?

image source

એસ્ટરોઈડ 1950 ડીએ પછી ધરતીને સૌથી વધુ જોખમ બેન્નૂથી છે. માનવામાં આવે છે કે વર્ષ 2135માં તે ધરતીની સૌથી વધુ નજીક આવશે. તેવામાં આ વાત પર નજર રાખવામાં આવી રહી છે કે ત્યારે ધરતીના ગુરુત્વાકર્ષણનું ભવિષ્યમાં તેના રસ્તા પર શું અસર કરશે. સૂરજની ગરમીની પણ એસ્ટરોઈડના રસ્તા પર અસર પડે છે. સૂરજની ગરમીથી તપ્યા બાદ જ્યારે એસ્ટરોઈડ ઠંડો થાય છે ત્યારે તેમાંથી ઈન્ફ્રારેડ ઉર્જા નીકળે છે જેનાથી એસ્ટરોઈડને બળ મળે છે અને તેનો રસ્તો બદલી શકે છે.

image source

બૈન્નૂ પર હાલ અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. પરંતુ હાલ વૈજ્ઞાનિકોએ જે અનુમાન લગાવ્યું છે તે અનુસાર 24 સપ્ટેમ્બર 2182નો દિવસ સૌથી જોખમી સાબિત થઈ શકે છે. જો કે આ તકે નિષ્ણાંતોનું એમ પણ કહેવું છે કે વિલુપ્ત થવા જેવી ઘટના નહીં બને પરંતુ તેના ટકરાવાથી મોટા પ્રમાણમાં વિનાશ થઈ શકે છે. જો કે હાલની સ્થિતિએ બૈન્નૂ પૃથ્વીને ટકરાશે તેની સંભાવના 0.037 ટકા જેટલી છે.