નવરાત્રિમાં મેઘરાજા બગાડી શકે છે ખેલૈયાઓનો મૂડ, આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી વચ્ચે અમદાવાદ, સહિત રાજ્યના કેટલાક જિલ્લામાં શુક્રવારે વરસાદ વરસ્યો હતો. નવરાત્રીમાં ખેલૈયાઓના રંગમાં ભંગ પડી શકે તેવી હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં આગામી બે દિવસ હળવાથી મધ્યમ વરસાદ વરસવાની હવામાન વિભાગે આગાહી કરી છે.હવામાન વિભાગની આગાહી અનુસાર આજે સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ,દમણ, દાદરાનગર હવેલી, ગીર સોમનાથ, જૂનાગઢ અને દીવમાં તો શનિવારે દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાવાની સાથોસાથે હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે.જો કે આગામી રવિવારથી વરસાદની સંભાવના નહીંવત હોવાની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે અમદાવાદ, સહિત રાજ્યના કેટલાક જિલ્લામાં ગુરૂવારે વરસાદ વરસ્યો હતો.

વરસાદને લઇ હવામાન વિભાગની આગાહી

image source

ગુજરાતમાં સપ્ટેમ્બર મહિનામાં પડેલા ભારે વરસાદે ગુજરાતમાં તારાજી સર્જી હતી, ભારે વરસાદને કારણે નદી, નાળા અને જળાશયોમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું જેથી અનેક જિલ્લાઓમાં રોડ રસ્તા અને વીજપોલને નુક્સાન થયું હતો, તો ખેડૂતોએ તૈયાર કરેલા પાકમાં પણ વરસાદી પાણી ફરી વળતા ખેડૂતા પાકને પણ નુક્સાની જતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો હતો. હવે માંડ ખેડૂતોની સ્થિતિ થાળે પડે છે, ત્યારે ફરી વરસાદી સંકટ જોવા મળી રહ્યું છે. જેને કારણે ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે.

દેશમાં ક્યાં છે વરસાદની આગાહી

દેશના ઘણા ભાગોમાંથી ચોમાસુ પાછું ફર્યું છે. જોકે કેટલાક વિસ્તારોમાં વરસાદ ચાલુ છે. દેશના આ ભાગોમાં હજુ ચોમાસુ પાછું આવ્યું નથી. હવામાન વિભાગ તરફથી પ્રાપ્ત માહિતી અનુસાર, આગામી બેથી ત્રણ દિવસ મહારાષ્ટ્ર અને ગોવામાં વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે એ પણ જણાવ્યું છે કે આંદામાન અને નિકોબાર ટાપુઓમાં આજે ભારે વરસાદ જોવા મળી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર કોંકણ અને ગોવા સિવાય મધ્ય મહારાષ્ટ્ર, મરાઠાવાડા, કોસ્ટલ કર્ણાટક અને કેરળના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે.

image source

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 9 ઓક્ટોબરે પણ આ તમામ વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. 10 ઓક્ટોબરે, આ રાજ્યો સિવાય તમિલનાડુ, પુડુચેરી અને કારાયકલના કેટલાક ભાગોમાં વરસાદની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 11 ઓક્ટોબરે આ વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે.

દિલ્હીમાં હવામાનની સ્થિતિ

દિલ્હીમાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 24 ડિગ્રીની આસપાસ રહેવાની સંભાવના છે. તમને જણાવી દઈએ કે પવનની ઝડપ લગભગ 6 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દક્ષિણ પશ્ચિમ મોનસૂન 17 સપ્ટેમ્બર પછી ઉત્તર પશ્ચિમ ભારતથી પરત ફરવાનું શરૂ કરે છે. પરંતુ આ વખતે ચોમાસુ મોડું પરત ફરી રહ્યું છે અને દેશના ઘણા ભાગોમાં ડૂબી જવાનું છે. આ વખતે ચોમાસા દરમિયાન દેશના ઘણા ભાગોમાં ભારે વરસાદ જોવા મળ્યો હતો.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની વરસાદની આગાહી

image source

ગુજરાતમાં વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે એવામાં હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની પણ મહત્વની આગાહી સામે આવી છે, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે 8 થી 12 ઓક્ટોબર સુધીમાં સૌરાષ્ટ્ર-મધ્ય ગુજરાતમાં વરસાદ પડી શકે છે, જ્યારે 12 ઓક્ટોબર સુધીમાં ગુજરાતના દરિયા કાઠે ભારે પવન ફૂકાશે, હવે ચોમાસું પુરુ થવાને આરે છે ત્યારે અંબાલાલ પટેલે પણ વરસાદની સંભાવાઓ વ્યક્ત કરી છે જેથી ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. અંબાલાલ પટેલા નવેમ્બરના પહેલા અઠવાડિયા સુધી ગુજરાતમાં વાવાઝોડું ત્રાટકે તેવું આગાહી કરતા 2 થી 5 નવેમ્બર સુધી ગુજરાતમાં વરસાદ પડે તેવું સંભાવનાઓ વ્યક્ત કરી છે.

દક્ષિણ ગુજરાતમાં 24 કલાકમાં ભારે વરસાદની આગાહી

સૌરાષ્ટ્રમાં થોડા દિવસ પહેલા જ ભારે વરસાદ પડ્યો હતો જે બાદ પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું ત્યારે 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. નોંધનીય છે કે રાજસ્થાનમાં સર્જાયેલા સર્ક્યુલેશનના કારણે વરસાદ પડવાની સંભાવના છે જેમા ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ છૂટો છવાયો વરસાદ પડી શકે છે.

પાંચ દિવસ માટે સાર્વત્રિક વરસાદની આગાહી

image source

ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસથી સૌરાષ્ટ્ર સહિત આખા રાજ્યમાં સારો વરસાદ પડી રહ્યો છે. જોકે રાજ્યમાં હજુ પણ વરસાદની ઘટ છે ત્યારે આગામી સમયમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આમ આ સપ્ટેમ્બર મહિનો પૂરો થાય ત્યાં સુધી રાજ્યભરમાં વરસાદી માહોલ રહેશે. 25 સપ્ટેમ્બર બાદ દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ પડવાની શક્યતા છે જ્યારે સૌરાષ્ટ્રમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. આ સાથે જ મધ્ય ગુજરાતમાં કેટલીક જગ્યાઓ પર ભારે વરસાદની આગાહી કરવામાં આવો છે.

સૌરાષ્ટ્ર અને કચ્છમાં સરેરાશ કરતાં 24 ટકા વધુ વરસાદ

ગુજરાતમા જૂન મહિનાથી લઈને સપ્ટેમ્બર મહિનાના પ્રથમ સપ્તાહ સુધી જાણે દુકાળ પડવાનો હોય તેવી સ્થિતિ હતી. પરંતુ સપ્ટેમ્બરના બીજા સપ્તાહથી જ રાજ્યમાં મેઘરાજા મહેરબાન થયાં હતાં અને સમગ્ર સિઝનની ખોટ પૂર્ણ કરી દીધી હતી. સૌરાષ્ટ્રમાં અતિવૃષ્ટી થતાં ખેડૂતોને સૌથી મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. રાજ્યમાં સપ્ટેમ્બર મહિનામાં સારો વરસાદ થતાં મોટા ભાગના જિલ્લાઓમાં વરસાદની મહત્તમ ઘટ 15 ટકા છે. જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં સરેરાશ કરતાં 24 ટકા વધુ વરસાદ નોંધાયો છે.

14 જિલ્લામાં સરેરાશ 100 ટકાથી વધુ વરસાદ

image soure

ગુજરાતમાં જૂનથી ઓગસ્ટ દરમિયાન માત્ર 14.31 ઈંચ વરસાદ નોંધાતાં વરસાદની ઘટની ભીતિ સર્જાઇ હતી. સપ્ટેમ્બરના પ્રારંભે વરસાદની 45%થી વધારે ઘટ હતી, પરંતુ સપ્ટેમ્બરમાં 16.77 ઈંચ સાથે જ રાજ્યમાંથી વરસાદની હવે ઘટ પણ રહી નથી. રાજ્યના 33માંથી 14 જિલ્લામાં સીઝનનો 100%થી વધુ વરસાદ નોંધાઇ ચૂક્યો છે. એમાં જામનગર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, અમરેલી, આણંદ, ભરૂચ, કચ્છ, ભાવનગર, બોટાદ, વલસાડ, છોટાઉદેપુર, નર્મદાનો સમાવેશ થાય છે, જેમાં જામનગર જિલ્લામાં સીઝનનો સૌથી વધુ સરેરાશ 138% વરસાદ નોંધાઇ ચૂક્યો છે.