સૌરવ ગાંગુલીને હાર્ટ-અટેક આવ્યો: જિમમાં કસરત કરવા દરમિયાન છાતીમાં દુખાવો ઉપડતા ‘દાદા’ને હોસ્પિટલમાં કરાયા દાખલ, એન્જિયોપ્લાસ્ટી સર્જરી થશે

BCCI ના અધ્યક્ષ સૌરવ ગાંગુલી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમને શનિવારે છાતીમાં દુખાવાની ફરિયાદ કરતા કોલકાતાના વુડલેન્ડ હોસ્પિટલમાં એડમિટ કર્યા છે. સૂત્રો દ્વારા ખબર પડી છે કે ત્યાં તેમની એન્જીઓપ્લાસ્ટી સર્જરી થઈ રહી છે.

સૌરવ ગાંગુલીની તબિયત અચાનક ખરાબ થઈ

બીસીસીઆઈના પ્રમુખ સૌરવ ગાંગુલીની તબિયત અચાનક ખરાબ થઈ ગઈ હતી. તેમને કોલકાતાની વૂડલેન્ડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આજે સવારે ગાંગુલીની તબિયત લથડી હતી. રિપોર્ટ અનુસાર, સૌરવ જીમમાં વર્કઆઉટ કરતા હતા, આ જીમ સૌરવના ઘરે છે, અહીં તેને છાતીમાં દુખાવાની તકલીફ પડી હતી. આ પછી, તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ડોક્ટરોના જણાવ્યા પ્રમાણે તેમની હાલત અત્યારે સ્થિર છે.

તો બીજી તરફ ક્રિકેટ જર્નાલિસ્ટ અને ગાંગુલીના મિત્ર બોરિયા મજુમદારે પોતાની ટ્વીટમાં જણાવ્યું કે, ગાંગુલીને જિમમાં ચક્કર આવ્યા હતા. તે પછી તેઓ વુડલેન્ડ હોસ્પિટલમાં ટેસ્ટ કરાવવા ગયા હતા. જ્યાં ખબર પડી કે હાર્ટ એટેક આવ્યો હતો. અત્યારે ડોકટર સરોજ મંદોલની આગેવાની ત્રણ ડોકટર્સની ટીમ તેમની સારવાર કરી રહી છે.

રાજકારણમાં આવવાની ચાલી હતી અટકળો

તમને જણાવી દઈએ કે દાદાએ થોડા દિવસ પહેલા બંગાળના રાજ્યપાલ સાથે મુલાકાત કરી હતી ત્યાંરથી તેમના રાજકારણમાં આવવાની અટકળો શરૂ થઈ ગઈ હતી. પૂર્વ ક્રિકેટર અને BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીની ભારતીય જનતા પાર્ટીમાં એન્ટ્રીની અટકળો તેજ થઇ ગઇ હતી. વાત એમ છે કે પાંચ દિવસ પહેલા સૌરવ ગાંગુલી અચાનક પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડેને મળવા પહોંચ્યા હતા. જેને લઈને લોકો કયાસ લગાવતા હતા કે દાદા હવે રાજકારણમાં એન્ટ્રી કરશે. જો કે દાદાએ આ મુલાકાતને ઔપચારિક ગણાવી હતી પરંતુ કેટલાંય પ્રકારની અટકળો તેજ થવા લાગી રહી છે. રાજ્યપાલને મળવાના સવાલ પર સૌરવ ગાંગુલીએ કહ્યું કે તે કેમ કોઈને મળી શકે નહીં?

રાજ્યપાલે ફોટો શેર કર્યા

ત્યાર બાદ રાજ્યપાલ જગદીપ ધનખડ એ તેમના ટ્વિટર એકાઉન્ટ પર સૌરવ ગાંગુલીની તસવીરો અને વીડિયો શેર કર્યા હતા. રાજ્યપાલે લખ્યું, ‘આજે સાંજે 4.30 સવારે બીસીસીઆઈ પ્રમુખ સૌરવ ગાંગુલીને રાજ ભવન ખાતે મળ્યા અને ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરી. મેં ઇડન ગાર્ડનની મુલાકાતે આવવાના તેમના પ્રસ્તાવને સ્વીકારી લીધો છે. આ દેશનું સૌથી જૂનું ક્રિકેટ ગ્રાઉન્ડ છે, જેની 1864માં સ્થાપના થઇ હતી.

એપ્રિલ-મેમાં યોજાવાની છે ચૂંટણી

image source

ઉલ્લેખનીય છે કે એપ્રિલ-મેમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી (West Bengal Assebly Election 2021)ને ધ્યાનમાં રાખી ગાંગુલીની ભાજપમાં સામેલ થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. બે દિવસીય પ્રવાસ દરમિયાન અમિત શાહે જાહેરાત કરી હતી કે પશ્ચિમ બંગાળમાં ભાજપ બંગાળની માટીના જ મુખ્યમંત્રી આપશે. રાજ્યપાલ ધનખડ સતત મમતા સરકાર પર ગંભીર સવાલ ઉઠાવી રહ્યાં છે. તેવામાં ગાંગુલી અને રાજ્યપાલની મુલાકાતના રાજકીય અર્થ કાઢવામાં આવી રહ્યાં છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત