બાળકોને લઈ ચિંતા કરતાં માતાપિતાએ ખાસ જાણી લેવું કે…

કોરોનાની ત્રીજી લહેર આવશે અને તેમાં બાળકો પર વધારે જોખમ રહેશે તેવી નિષ્ણાંતોની ચેતવણી બાદ દરેક વ્યક્તિ કોરોનાની થર્ડ વેવને લઈને એલર્ટ મોડમાં છે. તેવામાં વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના મુખ્ય વૈજ્ઞાનિકે એક મહત્વની વાત એક મુલાકાત દરમિયાન કોરોના વાયરસ અંગે કરી છે.

image source

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના મુખ્ય વૈજ્ઞાનિક ડો. સૌમ્યા સ્વામીનાથને કોરોના વાયરસ અંગે જણાવ્યું હતું કે ભારતમાં કોવિડ -19 અમુક પ્રકારના સ્થાનિક તબક્કા તરીકે પ્રવેશ કરી રહ્યો છે, જ્યાં ટ્રાન્સમિશનનું સ્તર ઓછું અથવા મધ્યમ છે. સ્થાનિક તબક્કો એટલે એવું સ્ટેજ કે જ્યારે લોકોની વસ્તી વાયરસ સાથે જીવવાનું શીખે છે. તે મહામારીના એ તબક્કાથી ખૂબ જ અલગ છે જ્યારે વાયરસ વસ્તી પર પ્રભુત્વ જમાવી લેતો હોય છે. તમને જણાવી દઈએ કે દેશના કેટલાક રાજ્યોમાં સતત વધારે આવતા કોરોના કેસના કારણે સ્થિતિ હજુ પણ ચિંતાજનક છે.

image source

આ તકે કોવાક્સિનને મંજૂરી આપવા પર તેમણે કહ્યું હતું કે તેમને વિશ્વાસ છે કે ડબ્લ્યુએચઓનું ટેકનિકલ ગૃપ કોવાક્સિનને તેની અધિકૃત રસી તરીકે મંજૂરી આપવાથી સંતુષ્ટ થશે અને તે સપ્ટેમ્બરના મધ્ય સુધીમાં થઈ શકે છે. એત ઈન્ટરવ્યુમાં સૌમ્યા સ્વામીનાથને જણાવ્યું હતું કે ભારતના વિસ્તાર અને દેશના વિવિધ ભાગોમાં વસતીની વિવિધતા અને તેમની રોગપ્રતિકારક શક્તિને જોતા, આવી સ્થિતિ ચાલુ જ રહે તે શક્ય છે.

image source

તેમણે કહ્યું કે, આપણે અમુક પ્રકારના સ્થાનિકીકરણના તબક્કામાં પ્રવેશ કરી રહ્યા છીએ, જ્યાં ટ્રાન્સમિશનનું નીચું સ્તર અથવા મધ્યમ સ્તરનું ટ્રાન્સમિશન છે, પરંતુ કેટલાક મહિના પહેલા જે પ્રકારે કેસ વધવાનો ઘાતક વૃદ્ધિગર અને પીક જોયું હતું તે હાલ જોતા નથી. તે તદ્દન શક્ય છે કે દેશના વિવિધ ભાગોમાં કોરોનાના કેસમાં વધઘટ સાથે પરિસ્થિતિ સમાન રહે, ખાસ કરીને જ્યાં સંવેદનશીલ વસ્તી વધારે છે, આ તેવા જૂથો હોય શકે જે કદાચ પ્રથમ અને બીજી લહેરથી ઓછી અસરગ્રસ્ત થઈ હતી.

image source

તેમણે વધુંમાં કહ્યું હતું કે, આશા છે કે 2022 ના અંત સુધીમાં આપણે એવી સ્થિતિમાં હોઈશું કે રસી તમામ લોકોએ પ્રાપ્ત કરી લીધી હોય. ત્યારબાદ દેશ ઘણી સામાન્ય સ્થિતિમાં આવી જશે. બાળકોમાં કોવિડના ફેલાવા પર સ્વામીનાથને કહ્યું હતું કે માતા – પિતાએ ગભરાવાની જરૂર નથી કારણ કે બાળકોને મોટા ભાગના સમયે હળવી બીમારી થાય છે અને ટકાવારી પણ ઓછી હોય છે જેઓ બીમાર પડે છે. કેટલાકના મૃત્યુની સંભાવના પણ છે પરંતુ તે મોટા લોકોની સરખામણીમાં ખૂબ ઓછો આંકડો હશે.