લાંબા સમયથી બંધ રહેલા લોકર અંગે આરબીઆઈએ જાહેર કર્યા નવા નિયમો

મોટાભાગના લોકો તેમના ઘરેણાં અને અન્ય કિંમતી ચીજોને બેંકના લોકરમાં રાખે છે. તેઓ આમ એ વિચારીને કરે છે કે તે વસ્તુઓ ઘર કરતાં વધુ સુરક્ષિત રહેશ. કારણ કે બેંકોની સરખામણીમાં આપણા ઘરોમાં ચોરી થવાની શક્યતા ઘણી વધારે હોય છે. પરંતુ શું તમે જાણો છો કે જો તમે લાંબા સમય સુધી લોકર ન ખોલો તો બેન્કો તમારા લોકર તોડી શકે છે ?

image source

તાજેતરમાં જ ભારતીય રિઝર્વ બેન્કએ સુરક્ષિત ડિપોઝિટ લોકર સંબંધિત સુધારેલી માર્ગદર્શિકા જાહેર કરી છે. નવી માર્ગદર્શિકામાં ઉલ્લેખ કરાયો છે કે જો લાંબા સમય સુધી લોકર ન ખોલવામાં આવે તો બેન્કોને લોકર ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. પછી ભલે નિયમિત રીતે તેનું ભાડું ચૂકવવામાં આવતું હોય.

image source

બેન્કિંગ અને ટેકનોલોજીના ક્ષેત્રમાં વિવિધ વિકાસ, ગ્રાહકોની ફરિયાદો અને બેન્કો અને ઇન્ડિયન બેન્ક્સ એસોસિએશન તરફથી મળેલા સુચનોને ધ્યાનમાં રાખીને આરબીઆઇએ તાજેતરમાં સલામત ડિપોઝિટ લોકર અંગેની માર્ગદર્શિકામાં સુધારો કર્યો છે અને બેન્કોને નવી સૂચનાઓ પણ આપી છે જે નિષ્ક્રિય બેંક લોકર સંબંધિત છે.

image source

આરબીઆઈની સુધારેલી માર્ગદર્શિકામાં જણાવવામાં આવ્યું છે કે બેંક લોકર તોડી નાખવા અને લોકરની સામગ્રી તેના નોમિની/કાનૂની વારસદારને ટ્રાન્સફર કરવા અથવા પારદર્શક રીતે વસ્તુઓનો નિકાલ કરવા માટે બેંક મુક્ત રહેશે. લોકરના ભાડૂત જો 7 વર્ષના સમયગાળા માટે નિષ્ક્રિય રહે અને નિયમિત ભાડુ ભરે તો પણ તેને શોધી શકાતો ન હોય તો બેંક આમ કરી શકે છે. પરંતુ તે સાથે જાહેર હિતોનું રક્ષણ કરતા કેન્દ્રીય બેંકે વિગતવાર સૂચનાઓ પણ જારી કરી હતી જેનું પાલન કોઈપણ લોકર તોડતા પહેલા કરવું જરૂરી છે.

image source

આરબીઆઈની માર્ગદર્શિકા જણાવે છે કે બેંક લોકર-ભાડે લેનારને પત્ર દ્વારા નોટિસ આપવી અને રજિસ્ટર્ડ ઇમેઇલ આઇડી અને મોબાઇલ ફોન નંબર પર ઇમેઇલ અને એસએમએસથી ચેતવણી મોકલશે. જો પત્ર ડિલિવરી વગર પરત આવે અથવા લોકર ભાડે લેનારને શોધી કાઢવામાં ન આવે તો બેંક લોકર ભાડે લેનાર અથવા લોકરની સામગ્રીમાં રસ ધરાવતી અન્ય કોઈ વ્યક્તિને જાણ કરવા બે સમાચાર પત્ર એક અંગ્રેજીમાં અને અન્ય સ્થાનિક ભાષામાં નોટીસ જાહેર કરશે.

image source

કેન્દ્રીય બેંકની માર્ગદર્શિકામાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે લોકર બેંકના અધિકારી અને બે સ્વતંત્ર સાક્ષીઓની હાજરીમાં ખોલવા જોઈએ અને સમગ્ર પ્રક્રિયાનું વીડિયો રેકોર્ડિંગ પણ હોવી જોઈએ. લોકર ખોલ્યા બાદ તેની તમામ સામગ્રીને સીલબંધ રાખવામાં આવશે.