ભારે કરી, Apple જેવી સ્ટાન્ડર્ડ કંપનીના iOS 15 અપડેટમાં જોવા મળી આ ખામી

Apple એ તાજેતરમાં જ સત્તાવાર રીતે iOS 15 બહાર પાડી અને આ સિસ્ટમ બહુ જુના iPhones માટે ઉપલબ્ધ હશે. Apple iPhone 6s જેવા ડિવાઇસ જે લગભગ 6 વર્ષ જેટલા જુના છે તેમાં આ નવું અપડેટ મળશે. iOS 14 અને iOS 14 વાળા બધા iPhone માં પણ iOS 15 નું અપડેટ મળશે. અપગ્રેડ બહાર પડી ગયું હોવા છતાં હજુ પણ ઘણા ખરા યુઝરો એવા છે જેઓ અપડેટ કરવામાં મોડું કરી રહ્યા છે. જો કે શરૂઆતના અહેવાલોથી જાણવા મળે છે કે ઘણા લોકો iOS માં અપગ્રેડ કર્યા બાદ સિમ કાર્ડની શોધ નથી કરી શક્યા.

ચીનથી આવી રહ્યા છે આવા કિસ્સા

image source

અત્યાર સુધી આ અહેવાલો ચીનથી મળી રહ્યા છે. Weibo ના એક અહેવાલ અનુસાર, iPhone 12 ને iOS 15 માં અપગ્રેડ કર્યા બાદ ઉપરની બાજુએ એક ખૂણામાં ” નો સિમ કાર્ડ ” રિમાઇન્ડર દેખાય છે. એ સિવાય ડિવાઇસને ફ્લાઇટ મોડમાં રાખ્યા બાદ ડિવાઇસ તેનાથી બહાર નથી આવી રહ્યું. પરંતુ ડિવાઇસ રિબુટ કરીને આ સમસ્યા ઠીક કરી શકાય છે. એવી આશા છે કે કંપની આ સમસ્યા વ્હેલાસર હલ કરી આપશે.

No sim card નો ઇસ્યુ સામાન્ય છે

image source

iOS માં અપગ્રેડ કર્યા બાદ સિમ કાર્ડને લોકેટ કરવામાં અસમર્થતા સામાન્ય છે. પહેલા મીડિયામાં એવા અહેવાલો વહેતા થયા હતા કે iOS 14.7.1 ને અપગ્રેડ કરનારા અમુક iPhone યુઝરોને ઓપરેટ તરફથી ” નો સર્વિસ ” પ્રોમ્પટ મળ્યું હતુ. આ યુઝરોએ જણાવ્યું હતું કે ફોનને રીસ્ટાર્ટ કરવો, સિમ કાર્ડ કાઢવું કે નેટવર્ક સેટિંગને રિસેટ કરવું પણ બેકાર હતું. જો સ્માર્ટફોનને રિસેટ કર્યા બાદ પણ ” નો સિમ કાર્ડ ‘ દેખાય તો ચેક કરવું કે ઓપરેટ સેટિંગ અપડેટેડ છે કે નહીં.

બની શકે આ રીતે સમસ્યા ઠીક થઈ જાય

image source

એ સંભવ છે કે ઓપરેટરની અમુક ફાઈલો અપ ટુ ડેટ ન હોય. એટલા માટે સિમ કાર્ડને રીડ નથી કઈ શકાતું. તમે iPhone પર સેટિંગ > જનરલ > અબાઉટ ધીસ સ્માર્ટફોન પર ક્લિક કરી શકો છો. જો કોઈ અપડેટ ઉપલબ્ધ હોય તો તમે એ અપડેટને પુરી કરવા માટે ઓકે અથવા અપડેટ પૉપ અપ પ્રોમ્પડને પસંદ કરી શકો છો.

image source

જો સિસ્ટમ ના અપગ્રેડને કારણે સિમ કાર્ડ રીડ કરવામાં નથી આવી રહ્યું યો હાર્ડવેર સમસ્યા નહિ હોય. જો ફોનને રિસેટ કરવાથી પણ સમસ્યા હલ નથી થતી તો સિમ કાર્ડ કાઢીને થોડી વાર પછી ફરીથી સિમ કાર્ડ નાખી શકાય છે અને આ પ્રોબ્લેમ સોલ્વ કરવા માટેનો છેલ્લો ઉપાય હોય શકે છે. જો iOS 15 અપગ્રેડ કર્યા બાદ પણ તમને આ સમસ્યા આવી રહી હોય તો રિસેટ કરવાથી પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય તેવી શકયતા છે.