ઝડપથી સંક્રમિત કરતાં ડેલ્ટા વેરિયંટથી બચવાનો આ એક જ છે સરળ ઉપાય , જાણો માસ્ક પહેરવાથી થતા ફાયદા

કોરોના વાયરસની મહામારીથી લોકોના જીવનને બચાવવા માટે નિષ્ણાંતોથી લઈ સરકાર પણ પોતાના સ્તરે પ્રયાસો કરી રહી છે. દરેક વ્યક્તિ કોરોનાથી બચવા માટે પ્રયત્ન કરે છે. પરંતુ કેટલાક લોકો હજુ પણ તેના પ્રત્યે ગંભીર નથી અને એક મોટી ભુલ કરી બેસે છે જેના કારણે તેઓ કોરોનાથી સંસંક્રમિત પોતે પણ થાય છે અને બીજાને પણ કરી દે છે. તેમાં પણ કોરોનાનો ડેલ્ટા વેરિયંટ જે હાલ ફેલાઈ રહ્યો છે તેનાથી બચવા માટે જરૂરી છે કે લોકો જાગૃત બને અને કોવિડ 19 માટે સરકારે જાહેર કરેલા નિયમોનું પાલન કરે.

image source

કોરોના મહામારી ફેલાઈ છે ત્યારથી અત્યાર સુધીમાં ઘણા રુપ બદલી ચુકી છે. જેના કારણે નિષ્ણાંતો પણ ચિંતામાં મુકાઈ જાય છે. આ તમામ વચ્ચે હવે માત્ર ભારત માટે નહીં પરંતુ વિશ્વભરના લોકો માટે ડેલ્ટા વેરિયંટ ઘાતક સાબિત થઈ રહ્યો છે. અગાઉના બધા જ વેરિયંટ કરતાં આ વેરિયંટ ઘાતક છે કારણ કે તે ઝડપથી ફેલાય છે.

image source

ડેલ્ટા વેરિયંટ ભારત સહિત અનેક દેશોમાં ફેલાઈ રહ્યો છે. તેની ગંભીરતાને ધ્યાને લઈ અને સેન્ટર ફોર ડિસીસ કંટ્રોલ એન્ડ પ્રિવેંશન એટલે કે સીડીસીના નિદેશક ડોક્ટર રોશેલ વાલેંક્સીએ માસ્કને લઈને નિયમ જાહેર કર્યા છે. તેમણે જણાવ્યું છે કે માસ્ક કઈ કઈ જગ્યાઓએ પહેરવું જરૂરી છે. તેને લઈને એક રિપોર્ટ પણ જાહેર કરવામાં આવ્યો છે.

image source

સીડીસીની રિપોર્ટમાં અપીલ કરવામાં આવી છે કે જે વિસ્તારોમાં ડેલ્ટાનું સંક્રમણ વધારે છે ત્યાં લોકોએ ઘરમાં પણ માસ્ક પહેરવા જોઈએ. તેનું કારણ છે કે ડેલ્ટા વેરિયંટ અગાઉના તમામ વેરિયંટ કરતાં વધારે ખતરનાક છે. તેથી માસ્ક પહેરવું ખૂબ જરૂરી છે.

રીપોર્ટ અનુસાર સીડીસીએ ચેતવણી આપી છે કે લોકોએ આ વેરિયંટથી બચવું હોય તો સાર્વજનિક જગ્યાઓએ માસ્ક ફરજિયાત પહેરવું પડશે. ખાસ કરીને 2 વર્ષ કે તેનાથી વધુના બાળકો કે જેમણે હજુ સુધી રસી લીધી નથી. બાળકોએ શાળાએ કે સાર્વજનિક જગ્યાએ માસ્ક અચૂક પહેરવું જોઈએ. માસ્ક પણ આવી જગ્યાઓએ સતત પહેરી રાખવું જોઈએ.

image source

રીપોર્ટમાં એમ પણ કહેવાયું છે કે રસી લઈ ચુકેલા લોકોએ પણ માસ્ક પહેરી રાખવું જોઈએ. રસી લીધી છે તેનો અર્થ એ નથી કે માસ્ક પહેરવાથી મુક્તિ મળી જાય છે. રસી લીધી હોય તો પણ માસ્ક પહેરવું જરૂરી છે. આ સિવાય જે લોકોએ રસી લીધી નથી તેમણે પણ રસી લઈ લેવી જોઈએ.