શું વેક્સીન લગાવવી શ્રેષ્ઠ વિકલ્પ છે? એકવાર વાંચો આ લેખ અને જાણો…

જ્યારથી કોરોનાએ દુનિયામાં દસ્તક આપી છે, ત્યારથી જ કોરોના ચેપથી પીડાતા લોકોની સંખ્યામાં વધારો થાય તો તુરંત જ વિવાદ ઉભો થઇ જાય છે. મોટાભાગના લોકો આ કોરોના ની બીમારીને એક વિચારેલો અને સમજેલો ષડયંત્ર સમજે છે. વેક્સીન આવ્યા પછી પણ હજુ લોકો તેના પર સંપૂર્ણપણે વિશ્વાસ નથી કરી શક્યા.

image source

હાલ હજુ પણ આ વેક્સીન પર એવા ધારદાર પ્રશ્ન ઉઠી રહ્યા છે કે, શું આ વેક્સીન ખરેખર અસરકારક છે ? જો અસરકારક છે તો તેને કેમ વૈશ્વિક માન્યતા નથી મળી રહી? હાલ ઘણા લોકો કોવિડના શિકાર બની ચુક્યા છે અને ઘણા લોકો આ કોવીડની સમસ્યાને માત આપીને ફરી સામાન્ય જિંદગી જીવવા લાગ્યા છે.

ત્યારે હાલ એક પ્રશ્ન એવો પણ છે કે, આ બીમારી બીજીવાર તે વ્યક્તિ પર અટેક કરશે તો શું તે વ્યક્તિ તેનો સામનો કરી શકશે ? આ બધો જ ખેલ ઇમ્યુનીટીનો છે. યેલ યુનિવર્સિટી ના ઇમ્યુનોલોજિસ્ટ અકિકો જણાવે છે કે, આ બાબત કોઇપણ પ્રાકૃતિક સંક્રમણ સાથે સંકળાયેલ હોય છે.

image source

નિષ્ણાતો જણાવે છે કે, જેમની રોગપ્રતિકારક શક્તિ સારી છે, તેમને કદાચ એક વર્ષ સુધી કશું નહીં થાય પરંતુ, તેમ છતાં પણ તેમણે રસી લઇ લેવી જોઈએ. ટોરોન્ટો યુનિવર્સિટી ના એક ઇમ્યુનોલોજિસ્ટ જેનિફર ગોમરમેન જણાવે છે કે, જો તમને ચેપ લાગ્યો હોય અને રસી આપવામાં આવી હોય તો તમને સુપર પાવર મળ્યો છે એવું સમજવું.

બૂસ્ટર ડોઝ પણ આપવામા આવશે :

ન્યુયોર્ક યુનિવર્સીટી ના એક ઇમ્યુનોલોજીસ્ટે જણાવ્યું કે, એક નિશ્ચિત સમય પછી કા તો તમને બુસ્ટર ડોઝ લાગશે અથવા તો તમે સંક્રમિત થશો. આવું તેમણે એટલા માટે કહ્યુ કારણ કે, હાલ ઇમ્યુનીટી અને વેક્સીન બાબતે અનેક પ્રકાર ના સંશોધનો અને અભ્યાસ થઇ ચુક્યા છે, અને આ બધા જ જુદા-જુદા પરિણામો આપે છે.

image source

અમુક અભ્યાસ એવું કહે છે કે, વેક્સીન તમારી ઇમ્યુનીટી વધારશે અને સંક્રમણ અટકાવશે ત્યારે બીજી તરફ એવું કહેવામા આવી રહ્યું છે કે, આ પરિભાષા બધી જગ્યાએ લાગુ પડતી નથી. આ પરિભાષા કોરોના થી રિકવર થયેલા લોકો પરથી નિશ્ચિત કરવામા આવી છે.

પ્રાકૃતિક ઇમ્યુનીટી વિશે યોગ્ય માહિતી હોવી જરૂરી :

કોરોના વાયરસ ના નાના કણો ચેપ પછી ઘણા લાંબા સમય સુધી મનુષ્યના શરીરમાં રહે છે, જેના કારણે તે ઈમ્યુન સિસ્ટમ ની કાર્યશૈલી વિશે સંપૂર્ણ સમજણ કેળવી લે છે. વેક્સીન દ્વારા જે પ્રોટીન આપવામાં આવે છે તે ખૂબ જ ઝડપથી શરીરમાંથી બહાર નીકળી જાય છે. તે ફક્ત ચેપ નું જોખમ ઘટાડી શકે છે પરંતુ, તે કેટલા સમય માટે તમને સુરક્ષા આપશે તે સ્પષ્ટતા નથી કરી. આ ઉપરાંત તે નવા વેરિએંટ ડેલ્ટા ની સામે પણ એટલું અસરકારક નથી તેવું જાણવા મળ્યું છે.

image source

ઇઝરાયેલમાં એક અભ્યાસ કરવામાં આવ્યો છે, જે મુજબ રસી ના લીધી હોય તેવા લોકોમા ચેપ થવાની સંભાવના તેર ગણી વધારે રહે છે. આ સમયે નિષ્ણાતો એવી પણ ચેતવણી આપે છે કે, પ્રાકૃતિક ઇમ્યુનીટી વિશે કોઈ પણ વિચાર કરતા પહેલા તેના વિશે યોગ્ય રીતે માહિતી મેળવવી ખૂબ જ મહત્વપૂર્ણ છે.

નિષ્ણાતો માને છે કે, જે લોકો કોવિડમાંથી બહાર આવ્યા છે તેમના માટે રસી હજુ પણ આદર્શ વિકલ્પ છે. વેક્સિનથી તમારી બોડીની આસપાસ રોગપ્રતિકારક કવચ તૈયાર થશે અને ભવિષ્યમા પણ તમને કોરોનાના નવા વેરિએંટ સામે રક્ષણ આપશે.

પ્રાકૃતિક ઇમ્યુનીટી ને લઈને ભલે વૈજ્ઞાનિકો ના જુદા-જુદા મંતવ્યો હોય પરંતુ, એક વાત પર બધા જ સહમત છે કે, જે લોકો કોરોન ના શિકાર નથી બન્યા તેમણે જીવન સાથે જુગાર રમવા કરતા વેક્સીન લેવી એક સારો વિકલ્પ છે. ઇવાસાકી જણાવે છે કે, કોવિડને કારણે લોકોમાં હૃદય, કિડની અને મગજને લઈને અનેક પ્રકારના નુકસાન થાય છે અને યુવાનોમાં પણ આ પ્રકારના નુકશાન જોવા મળ્યા છે, માટે જો વર્તમાન સ્થિતિને જોઈએ તો પ્રાકૃતિક ઇમ્યુનીટી મેળવવા નો જરા પણ પ્રયાસ ના કરવો. આ પ્રયાસ તમારા માટે જીવલેણ બની શકે છે.