ધગધગતા જ્વાળામુખીને આ મહિલાએ માત્ર દોરડા પર લટકીને કરી નાખ્યો પાર, કહાની જાણીને જીવ તાળવે ચોંટી જશે.

લોકો વર્લ્ડ રેકોર્ડ બનાવવા માટે કોઈ પણ હદ સુધી જઈ શકે છે. આવા કિસ્સાઓ આપણે અવારનવાર સાંભળવા પણ મળતાં હોય છે. આ માટે ઘણી વખત અજીબ વાતો પણ જાણવા મળતી હોય છે જેમ કે, કોઈ તેના વાળ વધારી લેતા હોય છે, તો કેટલાક તેના નખ વધારતા હોય છે અને કેટલાક લોકો ‘અગ્નિનો દરિયો પણ પાર કરી લેતા હોય છે. આવું જ કંઈક આફ્રિકન દેશ ઇથોપિયામાં જોવા મળ્યું છે. અહીં અફાર પ્રાંતમાં એક ખતરનાક જ્વાળામુખી છે, જ્યાં ઉકળતા લાવા સતત વહેતા જોવા મળતા હોય છે. આ રીતે સતત આવું થવાથી અહીં લાવાના તળાવની રચના થઈ ગઈ છે.

image source

આ લાવાથી બનેલાં તળાવની વિગતે વાત કરીએ તો, કહેવાય છે કે આ તળાવનું તાપમાન કોઈ પણ ચીજને પળવારમાં ઓગળી નાખે છે અને જો તેમાં પણ મનુષ્યનું વાત કરીએ તો આ તાપમાનમાં તે પણ પોતાના શરીરને આ ગરમીથી બચાવી શકતો નથી. પરતું તાજેતરમાં જે વાત સામે આવી છે તે જાણીને આશ્ચર્ય થશે. હાલમાં જ કરીના ઓલિયાની નામના એક સાહસીકે દોરડાની મદદથી આ લાવા ભરેલા તળાવને પાર કરીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. આ વિશે વિગતે વાત કરીએ તો ઓલોયાની નામની એક મહિલાએ આ જ્વાળામુખી ઉપર એક ખાસ પ્રકારનું દોરડું બાંધવામાં આવ્યું હતું. કરીના ઓલિયાનીએ આ જ્વાળામુખી ઓળંગવામાં આ દોરડાની મદદ લીધી હતી. આ સિવાય તેણે એક વિશેષ પ્રકારનું સૂટ, હેલ્મેટ અને ઓક્સિજન સિલિન્ડર પણ પહેર્યો હતો.

image source

આ સાથે તે આશરે 329 ફૂટની ઉચાઇથી ઉકળતા લાવા ઉપરથી પસાર થઈ ગઈ હતી. મળતી માહિતી મુજબ, તે સમયે તાપમાન લગભગ 1187 ડિગ્રી સેલ્સિયસ હતું. જાણકારોનું આ બાબતે કહેવું છે કે, આ તાપમાન એક ક્ષણમાં કોઈ પણ વ્યક્તિને ઓગાળી નાખવા માટે પુરતું હતું, માણસ આ તાપમાને દુનિયામાંથી નામનિશાન ખોઈ બેસે જો તે આટલી ગરમીમાં રહે. આ ખતરનાક અને આશ્ચર્યજનક કાર્ય કર્યા બાદ કરીના ઓલિયાનીનું નામ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં રાખવામાં આવ્યું છે.

image source

ગિનીસ બુક મુજબ, કરીનાએ પહેલેથી જ એર્ટા અલે જ્વાળામુખી સુધી જઈને તેને પાર કરવાનું મન બનાવી લીધું હતું, પરંતુ તેને ત્યાંની સ્થિતિની ગંભીરતા વિશે વધારે ખ્યાલ ન હતો. જો કે, બાદમાં તેને કેનેડિયન રિજિંગ નિષ્ણાત ફ્રેડરિક શૂટે મદદ કરી હતી. તેમનાં માર્ગદર્શનના લીધે જ તેણી વર્લ્ડ રેકોર્ડ બનાવી શકી હતી. મીડિયા રિપોર્ટ અનુસાર આ અગાઉ પણ ઓલિયાનીએ ઘણા આશ્ચર્યજનક કામ કર્યા છે. તે વિમાનની પાંખ પર ઉભી છે અને ખતરનાક શાર્ક માછલી અને વ્હેલની સાથે તરી પણ છે.

image source

આટલું જ નહીં, તેઓએ એનાકોન્ડા સાથે પાણીમાં છલાંગ પણ લગાવી દીધી છે. તેણે તરણ સંબંધિત કેટલાક ખાસ અભ્યાસ પણ કર્યા છે. આ સિવાય તેની પાસે પાઇલટ ટ્રેનિંગનું લાઇસન્સ પણ છે. જેનાથી તે આરામથી હેલિકોપ્ટર ઉડાડવામાં પણ સક્ષમ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!