રાજ કુન્દ્રાની ધરપકડના એક મહિના બાદ કામ પર પરત ફરી શિલ્પા શેટ્ટી.

રાજ કુન્દ્રાનો ધરપકડના એક મહિના પછી શિલ્પા શેટ્ટી કામ પર પરત ફરી છે. પતિ રાજ કુન્દ્રાની ધરપકડ પછી શિલ્પા શેટ્ટીએ કામમાંથી રજા લીધી હતી. વાત જાણે એમ છે કે શિલ્પા શેટ્ટી સુપર ડાન્સર શોમાં જજ તરીકે દેખાઈ રહી હતી પણ છેલ્લા કેટલાક દિવસથી એ શોમાં નહોતી દેખાઈ રહી પણ હવે એમના ફેન્સ માટે એક ખૂબ જ સારી ખબર સામે આવી છે.

image source

શિલ્પા શેટ્ટી શોનું શૂટિંગ શરૂ કરવા માટે સેટ પર પરત ફરી છે. વાત જાણે એમ છે કે શિલ્પા શેટ્ટીનો એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે જેમાં એ પોતાની વેનિટી વેનમાંથી નીકળીને સેટ પર જતી દેખાઈ રહી છે

image source

વીડિયોમાં શિલ્પા શેટ્ટી સાડીમાં દેખાઈ રહી છે. જો કે એમને મીડિયાને જોઈને સ્માઈલ ન કરી બસ ચૂપચાપ વેનની બહાર નીકળીને સેટ પર જતી રહી, વચ્ચે એમને બસ એકવાર પેપરાજીને હાય કહ્યું.

image source

તમને જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા જ શિલ્પા શેટ્ટીએ પતિ રાજ કુન્દ્રાના પોર્નોગ્રાફી કેસમાં પોતાનું મૌન તોડ્યું હતું. એમને પોતાના સોશિયલ મીડિયા પર એક નોટ શેર કરી હતી જેમાં એમને લખ્યું હતું કે હા છેલ્લા કેટલાક દિવસ દરેક બાજુથી મુશ્કેલી ભર્યા રહ્યા છે. ઘણી અફવાઓ અને આરોપ અમારા પર લાગી રહ્યા છે. મીડિયા અને મારા ફેન્સે મારા વિશે ઘણી વાત કહી છે. મને જ નહીં પણ મારા પરિવારને પણ ટ્રોલ કરવામાં આવી રહ્યો છે અને અમારા પર સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે. મારુ સ્ટેન્ડ એ છે કે મેં હજી સુધી કઈ નથી કહ્યું અને હું આ બાબતે આગળ પણ ચૂપ રહેવાની છું. તો મારા નામ પર જૂઠી વાતો ન બનાવો.

આગળ શિલ્પા શેટ્ટીએ લખ્યું કે સેલિબ્રિટી તરીકે મારી એક ફિલોસોફી છે કે ક્યારેય ફરિયાદ ન કરો અને કોઈ ચોખવટ પણ ન કરો. હું બસ એટલું જ કહીશ કે હજી તપાસ ચાલી રહી છે. મને મુંબઈ પોલીસ અને ભારતના ન્યાયાલય પર પૂરો વિશ્વાસ છે. એક પરિવાર તરીકે અમે કાયદાકીય મદદ લઇ રહ્યા છે. પણ ત્યાં સુધી હું તમને રિકવેસ્ટ કરું છું ખાસ કરીને એક માતા તરીકે કે અમારા બાળકો ખાતર અમારા પરિવારની પ્રાઇવસીનું સમ્માન કરો. સાથે જ હું નિવેદન કરું છું કે અડધી જાણકારી પર સત્ય જાણ્યા વગર કમેન્ટ કરવાનું બંધ કરો.

“હું એક કાયદાનું પાલન કરનાર ઇન્ડિયન સીટીઝન છું અને છેલ્લા 29 વર્ષથી કામ કરનારી એક પ્રોફેશનલ સ્ત્રી છું. લોકોએ મારા પર વિશ્વાસ કર્યો છે અને મેં ક્યારેય કોઈનો ભરોસો નથી તોડ્યો. તો હું ખાસ કરીને તમને રિકવેસ્ટ કરું છું કે મારા પરિવાર અને મારી પ્રાઈવસીના હકનું સમ્માન કરો અને આ સમયે અમને એકલા મૂકી દો. અમને મીડિયા ટ્રાયલની જરૂર નથી મહેરબાની કરીને કાયદાને એનું કામ કરવા દો. સત્યમેવ જયતે””