જોનસન એન્ડ જોન્સનની સિંગલ ડોઝ કોરોના વેકસીનને ભારત સરકારની મંજૂરી, હવે દેશ પાસે 5 વેકસીન

જોનસન એન્ડ જોન્સનની સિંગલ ડોઝવાળી કોવિડ 19 વેકસીનને ભારતમાં આપતકલીન ઉપયોગની મંજૂરી મળી વી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ મંડાવીયાએ ટ્વીટ કરીને કહ્યું છે કે હવે ભારતની પાસે 5 EUA વેકસીન હાજર છે. એમને કહ્યું કે આ કોવિડ 19 વિરુદ્ધ આપના દેશની સામુહિક લડતને વધારશે. એ પહેલાં ગ્લોબલ હેલ્થ કેર કંપની જોનસન એન્ડ જોનસને કહ્યું હતું કે એમને ભારતમાં પોતાની એક ડોઝવાળી કોવિડ 19 વેકસીનના ઇમરજન્સી યુઝ માટે આવેદન કર્યું છે.

image soucre

કંપનીએ કહ્યું હતું કે એ ભારતમાં પોતાની એક ડોઝવાળી કોવિડ 19 વેકસીન લાવવા માટે પ્રતિબદ્ધ છે. જોનસન એન્ડ જોનસન ઇન્ડિયાના પ્રવક્તાએ એક બયાનમાં કહ્યું હતું કે 5 ઓગસ્ટ 2021ના રોજ જોનસન એન્ડ જોનસન પ્રાઇવેટ લીમીટેડે ભારત સરકારને પોતાની એક ડોઝવાળી કોવિડ 19 વેકસીનના EUA માટે આવેદન આપ્યું હતું.

બયાનમાં કહેવામાં આવ્યું હતું કે બાયોલોજીકલ ઇ લીમીટેડના સહયોગથી કંપનીની એક ડોઝવાળી કોવિડ 19 વેકસીન ભારત અને દુનિયા માટે એક મીલનો પથ્થર સાબિત થશે. બાયોલોજીકલ ઇ અમારા ગ્લોબલ સપ્લાય ચેનનો મહત્વપૂર્ણ ભાગ છે જે જોનસન એન્ડ જોનસન કોવિડ 19 વેકસીનની સપ્લાયમાં મદદ કરશે. સ્વાસ્થ્ય અધિકારીઓ અને સંગઠનો જેવા કે Gavi અને COVAX દ્વારા અમે એને વધુ મજબૂત કરીશું. EUA સબમિશન ફેજ 3 ક્લિનિકલ ટ્રાયલની સુરક્ષા ડેટાને આધાર પર કરવામાં આવ્યું હતું.

image soucre

થર્ડ ફેઝના ટ્રાયલના પરિણામમાં દાવો કરવામાં આવ્યો હતો કે3 કંપનીની સિંગલ શોટ વેકસીન 85 ટકા સુધી સુરક્ષા આપે છે. એ પણ ડેટામાં દાવો કરવામાં આવ્યો છે કે વેકસીન લગાવ્યાના 28 દિવસોની અંદર જ એ મૃત્યુદરનસ ઘટાડવા, દર્દીઓને હોસ્પિટલમાં એડમિટ થવાની સંખ્યાને પણ ઘટાડવામાં સક્ષમ છે. બયાનમાં કહેવામાં આવ્યુ છે કે અમે મહામારીને ખતમ કરવામાં મદદ કરવા માટે અમારી કોવિડ 19 વેકસીનની ઉપલબ્ધતામાં તેજી લાવવા માટે પ્રતિબદ્ધ છે.

image soucre

તમને જણાવી દઈએ કે હાલ ભારતમાં કોવેક્સિન, કોવિશીલ્ડ અને સ્પૂતનિક-વી જેવી વેક્સિન અપાઈ રહી છે, જ્યારે મોર્ડના નામની રશિને પણ ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી અપાઈ છે. જેને પગલે જોનસન એડ જોનસનની કોવિડ 19 વેક્સીન હવે દેશમાં પાંચમી વેક્સિન બની છે. આ રસીની ખાસ વાત એ છે કે તે સિંગલ ડોઝની વેક્સિન છે જેનો ઉપયોગ હવે ભારતમાં થઈ શકશે.

image soucre

કોવેક્સિન, કોવિશીલ્ડ અને સ્પૂતનિક-વી આ ત્રણેય રસી ડબલ ડોઝની રસી છે. આ ત્રણેય રસીની મદદથી અત્યાર સુધીમાં દેશમાં 130 કરોડની વસતી સામે 50 કરોડથી વધુને કોરોનાની વેક્સિન આપવાની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત