ટોક્યો ઓલમ્પિક રમતોત્સવ 2021 : ભારતને ગોલ્ડ મેડલ, જેવલીન થ્રો માં નીરજ ચોપડાએ બતાવ્યું કૌવત

હાલ ટોક્યોમાં ઓલમ્પિક રમતોત્સવ ચાલી રહ્યો છે ત્યારે હજારો ભારતીયો ઓલમ્પિકની વિવિધ રમતોમાં ભાગ લેવા ત્યાં પહોંચેલા ભારતીય ખેલાડીઓ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરે તેવી અપેક્ષા રાખી રહ્યા છે..

image soucre

ત્યારે ભારતીય જેવલીન થ્રોઅર નીરજ ચોપડાએ ટોક્યો ઓલમ્પિકના જેવલીન થ્રો ફાઇનલમાં નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. નીરજ ચોપડાએ ઓલમ્પિકમાં ગોલ્ડ મેળવી ભારતનું નામ વૈશ્વિક સ્તરે રોશન કર્યું છે. નીરજ ચોપડાએ 87.58 નું શ્રેષ્ઠ અંતર પાર કરીને સ્પર્ધાના ગોલ્ડ મેડલ પર કબજો મેળવ્યો હતો. ક્વોલિફીકેશન રાઉન્ડમાં પણ નીરજ ચોપડાએ પોતાના ગ્રૂપમાં ટોપ સ્થાન મેળવ્યું હતું. નોંધનીય છે કે વર્ષે 2008 માં બેઇજિંગ ઓલમ્પિક રમતોત્સવ બાદ આ ભારત માટેનો પ્રથમ ગોલ્ડ મેડલ છે.

નીરજ ચોપડાએ વિદેશમાં કર્યું ભારતનું નામ રોશન

image soucre

જેવલીન થ્રો ના ફાઇનલમાં નીરજ ચોપડાએ શરૂઆતથી જ સૌથી આગળ પડતો દેખાવ કર્યો હતો. તેણે પોતાના પ્રથમ પ્રયાસમાં જ 87.03 મીટરનું અંતર પાર કર્યું હતું. જ્યારે બીજા પ્રયાસમાં તેણે 87.58 મીટરનું અંતર પાર કરી બતાવ્યું હતું. આ સાથે જ તેણે પોતાના ક્વોલિફીકેશન રેકોર્ડ કરતા પણ વધુ અંતરે ભાલો ફેંકી દેખાડ્યો હતો. જેવલીન થ્રો માં અત્યાર સુધીમાં આ ભારતનું પ્રથમ મેડલ છે. એટલું જ નહીં એથ્લેટીક્સમાં પણ આ ભારતનું પ્રથમ જ મેડલ છે.

ભારતના નામે થયું 13 વર્ષ બાદ ગોલ્ડ મેડલ

image soucre

ઓલમ્પિક રમતોત્સવમાં.આ ભારતનું 13 વર્ષ બાદ પ્રથમ ગોલ્ડ મેડલ છે. નીરજ ચોપડા પહેલા બેઇજિંગ ઓલમ્પિક રમતોત્સવમાં શૂટિંગ રમત સ્પર્ધામાં અભિનવ બિન્દ્રાએ ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ રીતે જોવા જઈએ તો આ ભારત તરફથી ઓલમ્પિકમાં જીતવામાં આવેલ બીજો વ્યક્તિગત ગોલ્ડ મેડલ છે. આ પહેલા હોકીની રમતમાં ભારતે 8 ગોલ્ડ મેડલ મેળવ્યા હતા.

ભારતીયોને હતી ગોલ્ડ મેડલ જીતવાની અપેક્ષા

image soucre

નીરજ ચોપડાએ ફક્ત પોતાનું શ્રેષ્ઠ રમત કૌશલ્ય જ નથી દર્શાવ્યું પણ તેણે હજારો ભારતીયોને આ વખતના ઓલમ્પિક રમતોત્સવમાં ભારતીય ખેલાડીઓ ગોલ્ડ મેડલ મેળવે તેવી અપેક્ષા હતી તેને પણ મહદઅંશે પુરી કરી છે. આવું એટલા માટે કારણ કે તેણે ક્વોલિફાઈ રાઉન્ડમાં 86.65 મીટરનું અંતર પાર કરી પ્રથમ ક્રમ મેળવ્યો હતો. નીરજ ચોપડા ટોક્યો ઓલમ્પિકમાં પ્રથમ ગોલ્ડ મેળવી શકે તેવી ક્ષમતા ધરાવતા ખેલાડીઓ પૈકી એક હતા.

અત્યાર સુધી ભારતના 7 મેડલ નોંધાયા

image soucre

ટોક્યો ઓલમ્પિક રમતોત્સવમાં ભારત અત્યાર સુધીમાં 1 ગોલ્ડ મેડલ, 2 સિલ્વર મેડલ અને 4 કાંસ્ય મેડલ સહિત 6 મેડલ જીતી ચૂક્યું છે. નીરજ ચોપડા સિવાય ભારત તરફથી મીરાબાઈ ચાનુ (વેટ લીફટિંગ) અને રવિ દહીયા (કુશતી) માં સિલ્વર મેડલ જીત્યો હતો. જ્યારે પી.વી.સિંધુ, બજરંગ પુનિયા, લવલીના અને ભારતીય હોકી ટીમે ભારત માટે બ્રોન્ઝ જીત્યો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત