ટોક્યો ઓલમ્પિક 2021 : નીરજ ચોપડાના દમદાર પ્રદર્શને આખરે ભારતને અપાવ્યો ગોલ્ડ મેડલ

ભારત માટે શનિવારનો દિવસ અને 7 ઓગસ્ટનો દિવસ યાદગાર રહ્યો છે. જ્યારથી ટોકયોમાં ઓલમ્પિક રમતોત્સવનો પ્રારંભ થયો ત્યારથી ભારતવાસીઓ ગોલ્ડ મેડલની અપેક્ષા રાખી રહ્યા હતા અને આ અપેક્ષાને પુરી કરતા જેવલીન થ્રોઅર નીરજ ચોપડાએ પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરી 100 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત ઓલમ્પિક રમતોત્સવમાં ભારતને ટ્રેક એન્ડ ફિલ્ડમાં ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. જ્યારે અંદાજે 13 વર્ષ બાદ નીરજ ચોપડાને ગોલ્ડ મેડલ મળતા ત્યાં ભારતના રાષ્ટ્રીય ગાન વગાડવામાં આવ્યું હતું.

image soucre

હરિયાણાના પાણીપતના રહેવાસી અને આર્મી મેન એવા નીરજ ચોપડાએ જેવલીન થ્રો સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ ગોલ્ડ મેડલ ઓલમ્પિક રમતોત્સવમાં પ્રથમ અને વ્યક્તિગત સ્પર્ધામાં ઓલમ્પિક ગેમ્સનો ઓવરઓલ બીજો ગોલ્ડ મેડલ છે. આ પહેલા ભારતના શૂટર અભિનવ બિન્દ્રાએ વર્ષ 2008 માં ગોલ્ડ મેડલ જીતીને ભારત દેશનું ગૌરવ વધાર્યું હતું. નીરજ ચોપડાએ જેવલીન થ્રો માં ગોલ્ડ મેડલ મેળવીને ભારતના રાષ્ટ્રીય ધ્વજને લઈ મેદાનમાં ચક્કર લગાવ્યું હતું અને ઉજવણી કરી હતી.

image soucre

નીરજ ચોપડા એથ્લેટીક્સમાં ઓલમ્પિક મેડલ જીતનાર પ્રથમ ભારતીય ખેલાડી છે. નીરજ ચોપડાએ ફાઇનલ મુકાબલામાં 87.58 મીટર દૂર ભાલાને ફેંકી બતાવી સોનાનું પદક એટલે કે ગોલ્ડ મેડલ જીત્યો હતો. ફાઇનલમાં કોઈપણ એથ્લેટ નીરજ ચોપડા આસપાસ નહોતો પહોંચી શક્યો. એકમાત્ર ખેલાડી છે જેનો થ્રો 87 મીટરથી ઉપર રહ્યો. ચેક રિપબ્લિકના જાકુબ વેડેલીચનો થ્રો 86.67 મીટરથી ઉપર રહ્યો અને વિતેસ્લાવ વેસલીનો થ્રો 85.44 મીટરના અંતર સુધી ક્રમશ બીજા અને ત્રીજા ક્રમે રહ્યો હત.

ભારતીય સેનામાં કાર્યરત એવા 23 વર્ષીય નીરજ ચોપડાને ઓલમ્પિક પહેલા જ ભારત તરફથી ગોલ્ડ મેડલ માટેના પ્રબળ દાવેદારો પૈકી એક માનવામાં આવ્યા હતા અને તેણે ભારત વાસીઓની આ અપેક્ષા પુરી કરી હતી. ક્વોલિફીકેશન રાઉન્ડમાં નિરજે તેના પ્રથમ પ્રયાસમાં 86.59 મીટર દૂર ભાલો ફેંકી ટોચનો ક્રમ મેળવ્યો હતો જ્યારે ફાઇનલમાં તેણે પ્રથમ પ્રયાસમાં 87.03 મીટર દૂર ભાલો ફેંક્યો હતો. નીરજ પહેલાથી જ આગળ પડતો દેખાવ કરી રહ્યા હતા. ભારતે પ્રથમ વખત એન્ટવર્પ ઓલમ્પિકમાં એથ્લેટીક્સમાં ભાગ લીધો હતો પરંતુ ત્યારથી લઈને રિયો 2016 સુધી તેનો કોઈ એથલીટ મેડલ મેળવી નહોતો શક્યો.

અત્યાર સુધી ભારતના 7 મેડલ નોંધાયા

image soucre

અત્રે એ ખાસ નોંધનીય છે કે ટોક્યો ઓલમ્પિક રમતોત્સવમાં ભારત અત્યાર સુધીમાં 1 ગોલ્ડ મેડલ, 2 સિલ્વર મેડલ અને 4 કાંસ્ય મેડલ સહિત 6 મેડલ જીતી ચૂક્યું છે. નીરજ ચોપડા સિવાય ભારત તરફથી મીરાબાઈ ચાનુ (વેટ લીફટિંગ) અને રવિ દહીયા (કુશતી) માં સિલ્વર મેડલ જીત્યો હતો. જ્યારે પી.વી.સિંધુ, બજરંગ પુનિયા, લવલીના અને ભારતીય હોકી ટીમે ભારત માટે બ્રોન્ઝ જીત્યો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત