શમિતા શેટ્ટીના ડેબ્યુથી બહેન શિલ્પા થઈ ગઈ હતી ઇનસિક્યોર, જાતે જ કર્યો ખુલાસો
બૉલીવુડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી અને શમિતા શેટ્ટી બન્ને બહેનો ઘણીવાર સિસ્ટર ગોલ્સ આપતી દેખાય છે. બન્ને સાથે વેકેશન અને પાર્ટી કરતી દેખાય છે. દરેક સારા અને ખરાબ સમયમાં બન્ને એકબીજાની સાથે ઉભેલી દેખાઈ છે પણ શું તમે જાણો છો કે શિલ્પા શેટ્ટી બહેન શમિતા શેટ્ટીના ડેબ્યુથી ઇનસિક્યોર થઈ ગઈ હતી?
શમિતા શેટ્ટીએ શાહરુખ ખાન સાથે વર્ષ 2002માં ફિલ્મ મોહબ્બતેથી ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મ માટે શમિતા શેટ્ટીએ આઇફા એવોર્ડ પણ પોતાના નામેં કર્યો જતો. એમને સ્ટાર ડેબ્યુ ઓફ ધ ઈયરનો એવોર્ડ મળ્યો હતો. શમિતા શેટ્ટીએ મેરે યાર કી શાદી હે ફિલ્મમાં ગીત સરારા સરારાથી ફેમ મળ્યું.
શિલ્પા શેટ્ટીએ કહી આ વાત.
શમિતા શેટ્ટીના આ ગીતના પોપ્યુલર થયા પછી શિલ્પા શેટ્ટી ઇનસિક્યોર મહેસુસ કરવા લાગી હતી અને એમને પોતાના કરિયરની પણ ચિંતા થવા લાગી હતી. શિલ્પા શેટ્ટીએ એક ઇન્ટરવ્યૂમાં એ પણ કહ્યું હતું કે શમિતા શેટ્ટી એમના કરતા સારી દેખાય છે જેના કારણે એમના મનમાં જોબલેસ થવાની પણ ફીલિંગ્સ આવે છે. શિલ્પા શેટ્ટીએ પિંકવિલાને આપેલા એક ઇન્ટરવ્યૂ દરમિયાન કહ્યું હતું કે મને હંમેશાથી જ લાગતું આવ્યું છે કે શમિતા શેટ્ટી મારા કરતાં સારી દેખાય છે, વધુ ગોરી છે. એ સારી એક્ટ્રેસ અને ડાન્સર પણ છે. હું પહેલી વાર કન્ફેસ કરી રહી છું જ્યારે શમિતાએ ડેબ્યુ કર્યું તો મને લાગ્યું કે હવે મને કોઈ કામ નહીં આપે.
શમિતા શેટ્ટી વિશે વાત કરતા એક્ટ્રેસે કહ્યું કે ઘણીવાર અમારા બન્નેની સરખામણી થતી આવી છે. શમિતા શેટ્ટીએ ફિલ્મોની ખોટી ચોઇસ કરી. એ કરીયરને લઈને થોડી વધુ સજાગ રહેતી. શમિતા શેટ્ટીએ હંમેશા પોતાનો અવાજ ઉઠાવ્યો છે. એમને એટલે સુધી સંભળાવવામાં આવ્યું કે બહેન શિલ્પા શેટ્ટી અને જીજા રાજ કુન્દ્રા એમને ઉછેરી રહ્યા છે.
શમિતા શેટ્ટીની પર્સનલ લાઈફની વાત કરીએ તો જીજા રાજ કુન્દ્રાના અરેસ્ટ પછી શમિતા શેટ્ટી ચર્ચામાં આવી છે. તમને જણાવી દઈએ કે રાજ કુન્દ્રા પોર્નોગ્રાફી મામલે 19 જુલાઈના રોજ અરેસ્ટ થયા હતા. એમના પર પોર્ન ફિલ્મ બનાવવા અને એને વેચવાનો આરોપ લાગ્યો છે. રાજ કુન્દ્રાની જામીન અરજી પણ કોર્ટે ખારીજ કરી દીધી છે. એ 14 દિવસની ન્યાયિક હીરાસ્તમાં મોકલવામાં આવ્યા હતા.