Zomato ની આ પ્રો પ્લસ મેમ્બરશીપ લો અને મેળવો અનલિમિટેડ ફ્રી ડિલિવરી, જાણો ફાયદા પણ

તાજેતરમાં જ શેરબજારમાં લિસ્ટ થયેલ ફૂડ ડિલિવરી કંપની Zomato એ એક લિમિટેડ એડિશન પ્લાન શરૂ કર્યો છે જેમાં ગ્રાહકોને અનલિમિટેડ ફ્રી ડિલિવરીનો વિકલ્પ આપવામાં આવી રહ્યો છે. Zomato ના કો ફાઉન્ડર અને CEO દિપિંદર ગોયલે ટ્વિટર પર આ માહિતી આપી હતી. તેઓએ યુઝર્સને Zomato પ્રો પ્લસ મેમ્બરશીપ ઈનેબલ કરવાનો આગ્રહ કર્યો હતો. દિપિંદર ગોયલે જણાવ્યું હતું કે, આ સુવિધા યુઝર માટે શાનદાર બેનીફીટ્સ લાવનારી છે. તો આજના આ આર્ટિકલમાં આપણે Zomato ની આ ઓફર શું છે તેના ફાયદા શું છે ? તે જાણીએ.

image source

Zomato ના ફાઉન્ડર દિપિંદર ગોયલે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, તેમની પાસે 1.8 મિલિયન Zomato પ્રો મેમ્બર્સ છે. અમારા ગ્રાહકો અનલિમિટેડ ફ્રી ડિલિવરી (કંઈક અંશે અમેઝોન પ્રાઈમ જેવું) ની માંગ કરી રહ્યા છે. એટલા માટે થોડા જ કલાકોમાં અમે પસંદગીના ગ્રાહકો માટે અમારું લિમિટેડ એડિશન પ્રો પ્લસ મેમ્બરશીપ લોન્ચ કરી રહ્યા છીએ.

જાણો કઈ રીતે ઉઠાવી શકાય છે અનલિમિટેડ ફ્રી ડિલિવરીનો લાભ

image source

ફૂડ ડિલિવરી કંપની Zomato પોતાના અમુક ખાસ યુઝર માટે Zomato Pro Plus મેમ્બરશીપ લોન્ચ કરવા જઈ રહી છે. Zomato Pro Plus ની મેમ્બરશીપ ખાસ નસીબદાર યુઝરને એક ઇનવાઈટ દ્વારા મોકલવામાં આવશે જેના માટે યુઝરે એપ ખોલીને ચેક કરવું પડશે કે તે આ માટે યોગ્ય છે કે નહિ ?

દેશના 41 શહેરોમાં શરૂ કરવામાં આવી સર્વિસ

image source

Zomato એડિશન બ્લેક ક્રેડિટ કાર્ડ હોલ્ડર ઓટોમેટિક રીતે જ Zomato Pro Plus માં અપગ્રેડ થઈ જશે. રેગ્યુલર યુઝરે Zomato એપ દ્વારા Pro Plus અપગ્રેડ ખરીદવું પડશે. Zomato પ્રો પ્લસ મેમ્બરશીપ ભારતભરના 41 શહેરોમાં ઉપલબ્ધ કરવામાં આવશે જ્યાં ઝોમેટો પોતાની પ્રો મેમ્બરશીપની સુવિધા આપે છે.

જાણો શું છે Zomato Pro અને તેમાં કેટલું મળે છે ડિસ્કાઉન્ટ ?

Zomato Pro એક સબસ્ક્રીપ્શન પેકેજ છે જે 2020 માં લોન્ચ કરવામાં આવ્યું હતું. તેમાં ઝોમેટો પોતાના ગ્રાહકોને રેસ્ટોરન્ટમાં ભોજન અને ડિલિવરી પર ડિસ્કાઉન્ટ આપે છે. ઉલ્લેખનીય છે કે આ મહિનાની શરૂઆતમાં ઝોમેટો ગોલ્ડને ઝોમેટો પ્રો માં અપગ્રેડ કરવામાં આવ્યું હતું જે ડિલિવરીની સાથે સાથે ડાઇનિંગ પર પણ છૂટ આપે છે. Zomato પ્રો યુઝરને એક્સ્ટ્રા છુટ સાથે ખાવા માટે 40 ટકા છૂટ મળે છે. આ ઓર્ડરની 20 ટકા ઝડપી ડિલિવરી સાથે સાથે બીજા ઓફર્સ સિવાય પણ વધારાની છૂટ આપે છે.

અત્યાર સુધીમાં Zomato Pro ની મેમ્બરશીપ 1.8 મિલિયન સુધી પહોંચી ગઈ છે

image source

Zomato પ્રો ની મેમ્બરશીપ હાલમાં 3 મહિના માટે 200 રૂપિયા અને એન્યુઅલ મેમ્બરશીપ માટે 750 રૂપિયા છે. એ સિવાય Zomato પ્રો ના ઉપયોગની કોઈ ડેઇલી, વિકલી કે મંથલી લિમિટ નથી રાખવામાં આવી.